મિશન યૂપી : 'વોટ' માટે 'બોટ' લઈને ગંગાના રસ્તેથી પ્રચાર માટે નીકળી પ્રિયંકા

ન્યૂઝ18 ક્રિએટિવ

"ગંગાજી ઉત્તર પ્રદેશનો સહારો છે અને હું પણ ગંગાજીના સહારે છું. ગંગાજીના સહારે જ તમારા લોકોની વચ્ચે પહોંચી છું."

 • Share this:
  અમિત તિવારી : કોંગ્રેસના રાષ્ટ્રીય મહાસચિવ અને પૂર્વ ઉત્તર પ્રદેશના પ્રભારી પ્રિયંકા ગાંધીએ સોમવારે પ્રયાગરાજથી પોતાનું ચૂંટણી અભિયાન શરૂ કર્યું છે. પ્રિયંકા ગાંધી રવિવારે જ પ્રયાગરાજ પહોંચી ગયા હતા. આ પહેલા તેમણે ઉત્તર પ્રદેશના લોકોને એક ખુલ્લો પત્ર લખીને ઉત્તર પ્રદેશની રાજનીતિને બદલવાનું આશ્વાસન આપ્યું હતું. તેમણે કહ્યું, "ગંગાજી ઉત્તર પ્રદેશનો સહારો છે અને હું પણ ગંગાજીના સહારે છું. ગંગાજીના સહારે જ તમારા લોકોની વચ્ચે પહોંચી છું."

  હકીકતમાં પ્રિયંકા ગાંધી સોમવારે મોટરબોટના માધ્યમથી પૂર્વ ઉત્તર પ્રદેશમાં ચૂંટણી અભિયાનની શરૂઆત  કરી હતી. તેઓ ગંગાના રસ્તે પ્રયાગરાજ થઈને પીએમ મોદીના લોકસભા મતદાન ક્ષેત્ર વારાણસી પહોંચશે. આ દરમિયાન પ્રિયંકા ગાંધી રસ્તામાં આવતા ગામો અને શહેરોના લોકોની મુલાકાત કરશે. પ્રિયંકા રસ્તામાં નાની નાની સભાઓને સંબોધિત કરશે.

  આ જાતિઓને જોડવાનો પ્રયાસ

  પ્રિયંકા ગાંધી પોતાની આ યાત્રા દરમિયાન બિંદ, કેવટ, મલ્લાહ તેમજ નિષાદ સહિત અનેક જાતિઓને જોડવાનો પ્રયાસ કરશે. ગંગાના કિનારે મુખ્યરીતે આ જ જાતિના લોકો રહે છે. આ લોકો ભાવાત્મક રીતે ગંગા સાથે જોડાયેલા છે. પ્રિયંકા સવારે 9.30 વાગ્યે પ્રયાગરાજથી પોતાના અભિયાનની શરૂઆત કરશે. આ યાત્રા જળમાર્ગે થશે. પ્રિયંકા મોટરબોટ પર વિદ્યાર્થીઓના એક પ્રતિનિધિમંડળ સાથે ચર્ચા કરશે. યાત્રા દરમિયાન પ્રિયંકા સરહદ પર શહીદ થયેલા જવાનોના પરિવારના લોકોને પણ મળશે. આનો ઉદેશ્ય એવો સંદેશ આપવાનો છે કે પાકિસ્તાનને જવાબ આપવા માટે લેવામાં આવી રહેલા દરેક પગલાંની સાથે કોંગ્રેસ પાર્ટી છે.

  2014માં મોદીએ ગંગાને કેન્દ્રમાં રાખી હતી

  નોંધનીય છે કે વર્ષ 2014ની લોકસભાની ચૂંટણીમાં વારાણસીથી જીત મેળવનારા નરેન્દ્ર મોદીએ પોતાના ચૂંટણી પ્રચારની શરૂઆત ગંગા નદીને કેન્દ્રમાં રાખીને કરી હતી. ત્યારે મોદીએ કહ્યું હતું, "હું અહીં આવ્યો નથી પરંતુ મા ગંગાએ મને બોલાવ્યો છે. ગંગાને સ્વચ્છ કરવાનો નમામિ ગંગે કાર્યક્રમ મોદી સરકારની મહત્વકાંક્ષી યોજના છે."
  Published by:Vinod Zankhaliya
  First published: