Home /News /national-international /પ્રિયંકા ગાંધીની રાજકારણમાં સત્તાવાર એન્ટ્રી; રાહુલે કહ્યુ- 'મારી બહેન સક્ષમ છે'

પ્રિયંકા ગાંધીની રાજકારણમાં સત્તાવાર એન્ટ્રી; રાહુલે કહ્યુ- 'મારી બહેન સક્ષમ છે'

પ્રિયંકા ગાંધી વાડ્રા અને રાહુલ ગાંધી (ફાઇલ ફોટો)

કોંગ્રેસના સિનિયર નેતા મોતીલાલ વોરાએ કહ્યું કે, રાહુલ ગાંધી જે કહે છે તે કરીને બતાવે છે. પ્રિયંકા ગાંધીની નિયુક્તિ આ વાતનો સંકેત છે કે કોંગ્રેસનું ભવિષ્ય ઉજ્જવળ છે.

  આખરે પ્રિયંકા ગાંધીની રાજકારણમાં એન્ટ્રી થઇ ચૂકી છે. કોંગ્રેસે તેમને પૂર્વ ઉત્તરપ્રદેશના મહાસચિવ પદે નિયુક્ત કર્યા છે. કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ પ્રિયંકાને પૂર્વ ઉત્તર પ્રદેશનું સુકાન સોંપ્યું છે. માનવામાં આવે છે કે આ નિર્ણય આગામી લોકસભા ચૂંટણી અને પ્રિયંકા ગાંધીની લોકપ્રિયતાને જોતા લેવામાં આવ્યો છે. પ્રિયંકા ફેબ્રુઆરીના પહેલા સપ્તાહમાં કાર્યભાર સંભાળશે.

  પ્રિયંકા ગાંધી વાડ્રાના સત્તાવાર રીતે રાજકારણ પ્રવેશ પર પોતાની પ્રતિક્રિયા આપતા કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ કહ્યું કે, મને ખૂબ જ ખુશી થઈ રહી છે કે મારી બહેન જે ખૂબ જ કેપેબલ છે કે તે મારી સાથે કામ કરશે. મારી સાથે ખભાથી ખભા મેળવીને કામ કરશે. જ્યોતિરાદિત્ય પણ ડાયનેમિક યુવા નેતા છે. અમારો મુખ્ય મુદ્દો છે કે અમે બેકફૂટ પણ નહીં રમીએ. અમે રાજકારણ જનતા માટે અને દેશના વિકાસ માટે કરીએ છીએ. આ સ્ટેપથી ઉત્તર પ્રદેશમાં એક નવા પ્રકારની ઉર્જા આવશે. અખિલેશ અને માયાવતીને વિનંતી કે અમે તેમની સાથે આવવા તૈયાર છીએ. અમે યુવા અને ખેડૂતોને કહેવા માંગીએ છીએ કે ભાજપે ઉત્તર પ્રદેશને બરબાદ કરી દીધું છે. અમે તમારી સાથે એક નવું પગલું લેવા જઈ રહ્યા છીએ. તેના કારણે ભાજપ પણ ગભરાઈ ગયું હોય એવું લાગે છે.

   આ સંબંધમાં પાર્ટીના મહાસચિવ અશોક ગેહલોત તરફથી પ્રેસ રિલીઝ જાહેર કરવામાં આવી છે. જેમાં લખવામાં આવ્યું છે કે, કોંગ્રેસ અધ્યક્ષે પ્રિયંકા ગાંધી વાડ્રાને પૂર્વ ઉત્તર પ્રદેશના મહાસચિવ તરીકે નિયુક્ત કર્યા છે. તે ફેબ્રુઆરીના પહેલા સપ્તાહમાં પદ સંભાળશે.  કોંગ્રેસના સિનિયર નેતા મોતીલાલ વોરાએ કહ્યું કે, રાહુલ ગાંધી જે કહે છે તે કરીને બતાવે છે. પ્રિયંકા ગાંધીની નિયુક્તિ આ વાતનો સંકેત છે કે કોંગ્રેસનું ભવિષ્ય ઉજ્જવળ છે.

  પ્રિયંકાની એન્ટ્રીથી આગામી લોકસભા ચૂંટણીમાં ભારે ગરમાવો આવશે। આ નિયુક્તિથી કોંગ્રેસી વર્તુળોમાં ભારે ઉત્સાહનું વાતાવરણ છે. સપા અને બસપા ગઠબંધન સામે પ્રિયંકાની ઉત્તરપ્રદેશમાં હાજરી હિન્દી હાર્ટલેન્ડના રાજકારણમાં નવી ઉત્તજેના લાવશે.

   કોંગ્રેસની પ્રેસ રીલીઝ મુજબ, સિનિયર નેતા કેસી વેણુગોપાલને પાર્ટીના મહાસચિવ બનાવવામાં આવ્યા છે. તે કર્ણાટકના પ્રભારી તરીકે સેવા આપશે જ. જ્યોતિરાદિત્ય સિંધિયાને પશ્ચિમ ઉત્તર પ્રદેશું સુધાન સોંપવામાં આવ્યું છે. બીજી તરફ, ગુલાબ નબી આઝાદ પાસેથી ઉત્તર પ્રદેશનો પ્રભાર પરત લેવામાં આવ્યો છે, તેમને તાત્કાલીક અસરથી હરિયાણાનો પ્રભાર સોંપવામાં આવ્યો છે.
  Published by:sanjay kachot
  First published:

  Tags: General elections 2019, Lok Sabha Elections 2019, Priyanka gandhi, ઉત્તર પ્રદેશ, કોંગ્રેસ, રાજકારણ, રાહુલ ગાંધી

  विज्ञापन

  ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

  વધુ વાંચો
  विज्ञापन
  विज्ञापन
  विज्ञापन