Home /News /national-international /રાયબરેલી બેઠક પરથી લોકસભાની ચૂંટણી લડી શકે છે પ્રિયંકા ગાંધી!

રાયબરેલી બેઠક પરથી લોકસભાની ચૂંટણી લડી શકે છે પ્રિયંકા ગાંધી!

પ્રિયંકા ગાંધી (ફાઇલ તસવીર)

આ બેઠક ગાંધી પરિવારની પારંપારિક બેઠક છે. હાલ પ્રિયંકા ગાંધીના માતા એટલે કે સોનિયા ગાંધી આ બેઠક પરથી સાંસદ છે.

  ન્યૂઝ18 ગુજરાતી : પ્રિયંકા ગાંધીએ સક્રિય રાજકારણમાં પ્રવેશ કરી લીધો છે. જોકે, અત્યાર સુધી એ સ્પષ્ટ નથી થયું કે તેઓ ચૂંટણી લડશે કે નહીં લડે. હાલ એવું કહેવામાં આવી રહ્યું છે કે પ્રિયંકા ગાંધી ચૂંટણી નહીં લડે. રાહુલ ગાંધીને જ્યારે ચૂંટણી લડવા અંગે પૂછવામાં આવ્યું ત્યારે તેમણે કહ્યું કે ચૂંટણી લડવી કે નહીં તે પ્રિયંકાએ નક્કી કરવાનું છે. બીજી તરફ એવા રિપોર્ટ્સ સામે આવી રહ્યા છે કે પ્રિયંકા ગાંધી રાયબરેલીમાંથી લોકસભાની ચૂંટણી લડી શકે છે.

  આ બેઠક ગાંધી પરિવારની પારંપારિક બેઠક છે. હાલ પ્રિયંકા ગાંધીના માતા એટલે કે સોનિયા ગાંધી આ બેઠક પરથી સાંસદ છે.

  એવું પણ કહેવામાં આવી રહ્યું છે કે રાજકારણમાં પ્રિયંકા ગાંધીની એન્ટ્રીથી બીજેપીની રાજનીતિને ઝટકો લાગ્યો છે. ભાજપ હાલ બ્રાહ્મણોને પોતાની તરફ કરવાના કામમાં લાગી હતી.

  આ પણ વાંચો : રોબર્ટના પિતાને પસંદ ન હતા પ્રિયંકા, કોઈ ફિલ્મ કહાનીથી ઓછી નથી બંનેની Love Story

  હવે બ્રાહ્મણો માટે પાર્ટીએ કોઈ નવી જ રણનીતિ ઘડવી પડશે. પ્રિયંકાને પૂર્વ ઉત્તર પ્રદેશની જવાબદારી સોંપવામાં આવી છે. અહીં 30 બેઠક છે. 2014ની લોકસભાની ચૂંટણીમાં આ વિસ્તારમાંથી બીજેપીને 30માંથી 29 બેઠક મળી હતી.

  આ પણ વાંચો :'પ્રિયંકા ગાંધી દુર્ગા, ઇન્દિરાજીનાં આધુનિક અવતાર,' પરેશ ધાનાણીએ ટ્વીટ કર્યું

  પ્રિયંકા ગાંધીને રાજકારણમાં અલગ નજરથી જોવામાં આવી રહ્યા છે. કારણ કે તેમનામાં તેમના દાદી અને પૂર્વ વડાપ્રધાન ઇન્દિરા ગાંધીની છબી જોવામાં આવે છે. આ ઉપરાંત મહિલા વોટર્સ પર તેમની સારી એવી પકડ છે, મહિલાઓ તેમની સાથે બહુ જ ઝડપથી સંપર્કમાં આવે છે. લાંબા સમયથી પ્રિયંકા સક્રિય રાજકારણમાં આવે તેવી માંગણી કરવામાં આવી રહી હતી.

  Published by:Vinod Zankhaliya
  First published:

  Tags: General election 2019, Lok sabha election 2019, Priyanka gandhi, Sonia Gandhi, ઇન્દિરા ગાંધી, રાહુલ ગાંધી

  विज्ञापन
  विज्ञापन