Home /News /national-international /UPમાં પ્રિયંકા ગાંધીએ કહ્યું- 'કોંગ્રેસ સત્તામાં આવશે તો ખેડૂતોના દેવા માફ કરીશું'

UPમાં પ્રિયંકા ગાંધીએ કહ્યું- 'કોંગ્રેસ સત્તામાં આવશે તો ખેડૂતોના દેવા માફ કરીશું'

પ્રિયંકા ગાંધીની ફાઇલ તસવીર

લલિતપુર: કોંગ્રેસ મહાસચિવ પ્રિયંકા ગાંધી (Priyanka Gandhi Vadra) શુક્રવારે લલિતપુર પહોંચ્યા હતા. તે અસરગ્રસ્ત ખેડૂત (UP Farmers) પરિવારોને મળવા પાલી અને નયાગાંવ જિલ્લામાં ગયા હતા. કથિત રીતે ખાતર માટે લાઈનમાં ઉભા રહેતા એક ખેડૂતનું મોત થયું હતું. પીડિત ખેડૂત પરિવારોને મળ્યા બાદ પ્રિયંકા ગાંધીએ પત્રકારો સાથે વાત કરી અને રાજ્ય સરકાર (UP Government) પર આકરા પ્રહારો કર્યા હતા. તેમણે કહ્યું કે, બુંદેલખંડમાં ખેડૂતોની હાલત ખરાબ છે. ખાતર માટે લાંબી લાઇનો લાગે છે, ખાતરની (fertilizer crisis in UP) ચોરી થઇ રહી છે, ખેડૂતો પરેશાન છે. ખેડૂતને 1200 રૂપિયાનું ખાતર 2000 રૂપિયામાં ખરીદવાની ફરજ પડી રહી છે.

ખાતર માટે બેથી ત્રણ દિવસ લાઇનમાં ઉભુ રહેવુ પડે છે

બુંદેલખંડમાં ખેડૂતોના મોત બાદ કોંગ્રેસ નેતા પ્રિયંકા ગાંધી શુક્રવારે જિલ્લાના પાલી શહેરમાં પહોંચ્યા હતા. તેઓ ખેડૂત બલ્લુ પાલના પરિવારજનોને મળ્યા અને તેમને સાંત્વના આપી. બલ્લુ પાલે ખાતરની અછતને કારણે ફાંસી લગાવીને આત્મહત્યા કરી હતી. આ દરમિયાન પ્રિયંકા ગાંધી નયાગાંવ અને માલવાડા ખુર્દના મૃતક ખેડૂતોના પરિવારજનોને પણ મળ્યા હતા. મલવાડા ખુર્દના ખેડૂત સોની અહિરવારે 3-4 દિવસથી લાઇનમાં હોવા છતાં ખાતર ન મળવાને કારણે માનસિક તણાવમાં ફાંસી લગાવી લીધી હતી. મહેશ કુમાર વણકર પણ ખાતર ન મળવાને કારણે ખૂબ જ પરેશાન હતા, તેમનું પણ મૃત્યુ થયું હતું. લગભગ પોણા કલાકની બેઠકમાં તેમણે ખેડૂત પરિવારોને સાંત્વના આપી હતી. આ પછી પત્રકારો સાથે વાત કરતા પ્રિયંકાએ રાજ્યની ભાજપ સરકાર પર આકરા પ્રહારો કર્યા હતા. તેમણે કહ્યું કે યુપીની ભાજપ સરકાર સંપૂર્ણ રીતે નિષ્ફળ છે.

'ધિકારીઓ ખાતરનું બ્લેક માર્કેટિંગ કરાવે છે'

ખાતરની તીવ્ર અછત છે. ખેડૂત પરેશાન છે. મૃતક બલ્લુ પાલ પણ ભૂખ્યો, તરસ્યો હતો અને 3-4 દિવસથી ખાતરની દુકાન પર લાઈનમાં ઊભો હતો. ખાતર ન મળતાં તેણે નિરાશામાં આત્મહત્યા કરી લીધી. મલવાડા ખુર્દના ખેડૂત સાથે પણ આવી જ સ્થિતિ છે. નવા ગામનો ખેડૂત લાઈનમાં હતો, તેને હાર્ટ એટેક આવ્યો. ભાજપના શાસનમાં ખેડૂતો પરેશાન છે. અધિકારીઓ ખાતરનું બ્લેક માર્કેટિંગ કરાવી રહ્યા છે. ખેડૂત દેવામાં ડૂબી ગયો, આત્મહત્યા કરવા મજબૂર છે. જો યુપીમાં 2022ની વિધાનસભા ચૂંટણીમાં કોંગ્રેસની સરકાર બનશે તો ખેડૂતોની લોન માફ કરવામાં આવશે.

ખાતર માટેની લાઇનમાં ઉભા રહેતા ખેડૂતને આવ્યો એટેક

બુંદેલખંડના લલિતપુરમાં 2 દિવસથી ખાતર માટે દુકાનની સામે ઉભેલા ખેડૂત ભોગી પાલનું હાર્ટ એટેકથી મોત થયું હતું. 53 વર્ષીય ભોગી પાલ લાંબા સમયથી ખાતરને લઈને ચિંતિત હતા. ઘરે-ઘરે ભટક્યા બાદ પણ પાક માટે ખાતર ન મળતાં તેઓ જુગપુરાની એક દુકાન પર બે દિવસથી લાઇનમાં ઉભા રહીને ખાતર ખરીદવાનો પ્રયાસ કરી રહ્યા હતા.
First published:

Tags: Priyanka gandhi, Uttar Pradesh‬, ખેડૂત, ભારત