Home /News /national-international /રોબર્ટ વાદ્રા પણ હવે આવશે રાજનીતિમાં !

રોબર્ટ વાદ્રા પણ હવે આવશે રાજનીતિમાં !

ફાઇલ તસવીર

રોબર્ટ વાદ્રાએ તેની ફેસબુક પોસ્ટમાં લખ્યું છે કે વર્ષની શીખ અને અનુભવ આમ જ વેડફી નાખી નાખું, તેનો વધુ સારો-અસરકારક ઉપયોગ થશે

    ન્યૂઝ18 ગુજરાતી : યુપીએ અધ્યક્ષ સોનિયા ગાંધીના જમાઈ અને પ્રિયંકા ગાંધીના પતિ રોબર્ટ વાદ્રા પણ હવે રાજકારણમાં ઝંપલાવશે ! વાદ્રાએ તાજેતરમાં કરેલી એક ફેસબુક પોસ્ટ ઉપરથી એવું કયાસ લગાવવામાં આવી રહ્યો છે કે મની લોન્ડરિંગ કેસમાંથી પોતાનું નામ દૂર થયા બાદ રોબર્ટ વાદ્રા હવે દેશવાસીઓની કરવા મોટી ભુમિકા નિભાવવા તૈયાર છે

    રોબર્ટ વાદ્રાએ તેની ફેસબુક પોસ્ટમાં લખ્યું છે કે, વર્ષોની શીખ અને અનુભવ આમ જ નકામો નહિ જવા દઉં અને તેનો વધુ સારી રીતે ઉપયોગ કરવામાં આવશે. તેમણે લખ્યું છે કે, "દેશના વિવિધ વિસ્તારોમાં વર્ષો સુધી કામ કરતા, ખાસ કરીને ઉત્તરપ્રદેશમાં વધુ કામ કરતા લાગ્યું કે અહીં મારુ થોડું યોગદાન પણ ઘણું મોટું પરિવર્તતન લાવી શકે તેમ છે. મને અહીંથી સાચો પ્રેમ, સ્નેહ અને સન્માન પ્રાપ્ત થયું છે'

    વાદ્રાએ લખ્યું છે, ' આ તમામ વર્ષોના અનુભવ અને શીખને એળે જવા દેવાને બદલે તેનો વધુ સારો ઉપયોગ થવો જોઈએ. મારી ઉપર લાગેલા તમામ આરોપો પૂર્ણ થયા બાદ મને હવે લાગે છે કે મારે લોકોની સેવા મારવામાં એક મોટી ભૂમિકા સમર્પિત ભાવે નિભાવવી જોઈએ"

    આ પણ વાંચોઃ-આજથી પીએમ મોદી PM-KISAN યોજના શરૂ કરાવશે, ખેડૂતો ખાતમાં રૂ.2000 આવશે

    રોબર્ટ વાદ્રાના પત્ની પ્રિયંકા ગાંધી હાલમાં જ કોંગ્રેસના મહામંત્રી પદે નિયુક્ત થયા છે. કોંગ્રેસ અડકહયક્ષ રાહુલ ગાંધીએ તેમને પૂર્વ ઉત્તરપ્રદેશના પ્રભારી બનાવ્યા છે.

    ઉલ્લેખનીય છે કે, મની લોન્ડરિંગ કેસમાં એન્ફોર્સમેન્ટ ડિરેક્ટરેટ (ઇડી) હાલ તેમની પૂછપરછ કરી રહી છે. રોબર્ટ વાદ્રાએ તેની ઉપર લાગેલા આરોપો અંગે ફેસબુક પોસ્ટમાં લખ્યું છે કે, 'દેશના વાસ્તવિક મુદ્દાઓથી નજર હટાવવા અને સરકાર મને બદનામ કરવા માટે પ્રયાસ કરી રહી છે. દેશના લોકોને ધીરે-ધીરે એ સમજાવા લાગ્યું છે કે આ આરોપોમાં કોઈ સત્યતા નથી. લોકો આ જુઠ્ઠાણાથી બહાર આવીને મારી ઉપર વિશ્વાસ મુક્યો છે. ઉજ્જવળ ભવિષ્યની શુભકામનાઓ સાથે આપ સહુનો દિલથી આભાર'
    Published by:ankit patel
    First published:

    Tags: Election 2019, Priyanka gandhi, Robert vadra, કોંગ્રેસ

    विज्ञापन

    ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

    વધુ વાંચો
    विज्ञापन
    विज्ञापन
    विज्ञापन