નહેરુ-ઇન્દિરાના કામકાજનો હિસાબ માગવાની જગ્યાએ મોદી જણાવે પાંચ વર્ષમાં શું કર્યું: પ્રિયંકા ગાંધી

News18 Gujarati
Updated: April 6, 2019, 4:20 PM IST
નહેરુ-ઇન્દિરાના કામકાજનો હિસાબ માગવાની જગ્યાએ મોદી જણાવે પાંચ વર્ષમાં શું કર્યું: પ્રિયંકા ગાંધી
કોંગ્રેસ સચિવ પ્રિયંકા ગાંધીએ શનિવારે ગાઝિયાબાદમાં રોડ શો કર્યો હતો

કોંગ્રેસ સચિવ પ્રિયંકા ગાંધીએ શનિવારે ગાઝિયાબાદમાં રોડ શો કર્યો હતો

  • Share this:
ન્યૂઝ18 ગુજરાતી: કોંગ્રેસ સચિવ પ્રિયંકા ગાંધીએ શનિવારે ગાઝિયાબાદમાં રોડ શો કર્યો હતો. કોંગ્રેસના ઉમેદવાર ડોલી શર્માનો પ્રચાર કરવા આવેલા પ્રિયંકા ગાંધીએ વડાપ્રધાન નરેન્દ્ર મોદી પર ઝૂઠ બોલવાનો આરોપ મૂકતાં કહ્યું કે, તે પોતાના કાર્યકાળની એક ઉપલબ્ધિ પણ નથી બતાવી શકતાં.

પ્રિયંકા ગાંધીએ મોદી પર પ્રહાર કરતાં કહ્યું કે, તેમણે પૂર્વ પીએમ જવાહરલાલ નહેરુ અને ઇન્દિરા ગાંધીના કાર્યકાળનો હિસાબ માંગવાની જગ્યાએ દેશને બતાવવું જોઇએ કે છેલ્લા પાંચ વર્ષમાં શું કર્યું?

પ્રિયંકા ગાંધીએ કહ્યું કે, વારણસીની જનતાએ તેમને જણાવ્યું કે વડાપ્રધાન ક્યારેય કોઇ ગામડામાં આવ્યા નથી અને માત્ર આવીને ભાષણ આપે છે. તેમણે કહ્યું કે, વડાપ્રધાને સમગ્ર દુનિયા ફરી લીધી. તેમણે જાપાનમાં લોકોને ગળે લગાવ્યા, અમેરિકામાં લોકોને ગળે લગાવ્યા, પાકિસ્તાનમાં બિરયાની ખાધી, ચીનમાં લોકોને ગળે લગાવ્યા, પરંતુ તમે ક્યારેય તેમને વારણસીમાં કોઇ ગરીબ પરિવારે ગળે લગાવતાં જોયા?

આ પણ વાંચો: શત્રુઘ્ન સિન્હાની જીભ લપસી કોંગ્રેસના આ નેતાને કહ્યાં ભાજપની કરોડરજ્જુ

ઉલ્લેખનીય છે કે, ગાઝિયાબાદમાં પ્રિયંકાનો રોડ શો દૂધેશ્વર નાથ મંદિરથી શરૂ થવાનો હતો, જ્યાં તે પૂજા કરવાના હતા. પરંતુ પછી તેમનો મંદિર જવાનો કાર્યક્રમ રદ કરવામાં આવ્યો હતો.

ગાઝિયાબાદ સીટ પરથી ભાજપે સાંસદ વીકે સિંહ અને એસપી-બીએસપી ગઠબંધને સુરેશ બંસલે ટિકિટ આપી છે. અહીં 11 એપ્રિલે પહેલાં તબક્કામાં મતદાન થશે.
First published: April 6, 2019
વધુ વાંચો
अगली ख़बर
corona virus btn
corona virus btn
Loading