પ્રિયંકા ગાંધીએ લોકોને પૂછ્યું- શું તમારા ખાતામાં રૂ. 15 લાખ આવ્યા?

News18 Gujarati
Updated: March 29, 2019, 3:43 PM IST
પ્રિયંકા ગાંધીએ લોકોને પૂછ્યું- શું તમારા ખાતામાં રૂ. 15 લાખ આવ્યા?
પ્રિયંકા ગાંધી (પીટીઆઈ તસવીર)

"શું સરકારે પોતાના વચન પ્રમાણે તમારા ખાતામાં રૂ. 15 લાખ જમા કર્યાં? સરકારે તમારા વિશ્વાસ સાથે દગો કર્યો છે."

  • Share this:
લખનઉ : કોંગ્રેસ મહાસચિવ પ્રિયંકા ગાંધી વાડ્રાએ બીજેપી સરકાર પર આકરા પ્રહાર કરતા ચૂંટણી સભાને સંબોધતા લોકોને પ્રશ્ન પૂછ્યો હતો કે શું તેમના ખાતામાં સરકારે આપેલા વચન પ્રમાણે રૂ. 15 લાખ જમા થયા કે નહીં? પ્રિયંકા ગાંધી અયોધ્યાથી 48 કિલોમીટર દૂર આદિલપુર ખાતે ચૂંટણી રેલીને સંબોધી રહ્યા હતા.

આ પહેલા ફૈઝાબાદ ખાતે ચૂંટણી રેલીને સંબોધતા પ્રિયંકા ગાંધીએ બીજેપી વડપણ હેઠળના એનડીએ પર આકરા પ્રહાર કર્યા હતા. પ્રિયંકાએ જણાવ્યું કે, "બીજેપી છેલ્લા પાંચ વર્ષથી જૂઠની ચળવળ ચલાવી રહી છે. આ ખેડૂત, યુવા અને લોકો વિરોધી સરકાર છે." પ્રિયંકા ગાંધીએ વધુમાં કહ્યું હતું કે "હું જ્યાં પણ જાવ છું ત્યાં મને સરકારથી પીડિત લોકો મળે છે. ખેડૂતો મને તેમના ઘરે આવવાનું નિમંત્રણ આપે છે અને તેમનો કફોડી સ્થિતિ અને પીડા વિશે માહિતી આપે છે."

એનડીએ સરકાર પર પ્રહાર કરતા પ્રિયંકાએ વધુમાં જણાવ્યું કે, "શું સરકારે આપેલા વચન પ્રમાણે તમારા ખાતામાં રૂ. 15 લાખ જમા કર્યાં? સરકારે તમારી સાથે વિશ્વાસઘાત કર્યો છે." (આ પણ વાંચો : ચૂંટણીમાં પૈસા ભેગા કરવાની સરળ રીત, ત્રણ દિવસમાં કન્હૈયા કુમારે જમા કર્યા રૂ. 30 લાખ)

જાહેર સભા પહેલા પ્રિયંકા ગાંધી વાડ્રાએ પૂર્વ ઉત્તર પ્રદેશમાં કુમરગંજ ખાતે "ચૌપાલ"માં ભાગ લીધો હતો અને લોકો સાથે વાતચીત કરી હતી. પ્રિયંકા ગાંધી ચૂંટણી રેલીઓને સંબોધ્યા બાદ અયોધ્યાની મુલાકાત લેશે.

'પ્રિયંકા ગાંધીમાં હિંમત હોય તો રામલલાના દર્શન કરે'

પ્રિયંકા ગાંધી આજે ચૂંટણી રેલીને સંબોધતાં સંબોધતાં અયોધ્યા પહોંચી રહ્યા છે ત્યારે અયોધ્યા સ્થિત હનુમાનગઢીના પૂજારી રાજૂદાસે પ્રિયંકાને રામલલાના દર્શન કરવાનો પડકાર ફેંક્યો છે. તેમના કહેવા પ્રમાણે તેઓ દર્શન કરશે તો અમે માનીશું કે તેમની અંદર હિન્દુત્વ છે. (આ પણ વાંચો : મહાગઠબંધનની સીટોની જાહેરાત- પાટલીપુત્રથી મીસા, મધેપુરાથી શરદ યાદવ મેદાનમાં )

જ્યારે હનુમાનગઢીના મહંત ધર્મદાસનું કહેવું છે કે રામ મંદિર નહીં બનવા દેવામાં કોંગ્રેસનો હાથ છે. તેમના કહેવા પ્રમાણે ગાંધી પરિવારના લોકોએ હનુમાનગઢીના દર્શન કર્યા છે, પરંતુ અત્યાર સુધી ગાંધી પરિવારના કોઈ સભ્યએ રામલલાના દર્શન નથી કર્યા.
First published: March 29, 2019
વધુ વાંચો
अगली ख़बर
corona virus btn
corona virus btn
Loading