Home /News /national-international /પ્રિયંકાનો PM મોદી પર પ્રહાર- 'દેશના મોટા મુદ્દા છોડી કરી રહ્યા છે કેરી ખાવા પર ચર્ચા'

પ્રિયંકાનો PM મોદી પર પ્રહાર- 'દેશના મોટા મુદ્દા છોડી કરી રહ્યા છે કેરી ખાવા પર ચર્ચા'

પ્રિયંકા ગાંધી વાડ્રા (ફાઇલ ફોટો)

દેશ અનેક વિકટ સમસ્યાઓનો સામનો કરી રહ્યું છે અને પીએમ કેરી કેવી રીતે ખાવી તેની ચર્ચા કરે છે- પ્રિયંકા ગાંધી

    (અરૂણ સિંહ)

    લોકસભા ચૂંટણી 2019 દરમિયાન રાહુલ ગાંધીને પીએમ મોદીના પડકારનો સામનો કરવા માટે પોતાની બહેન પ્રિયંકા ગાંધી વાડ્રાની મદદની જરૂર પડી તો પ્રિયંકા ઉત્તર પ્રદેશમાં પાર્ટીને સંભાળવા રાજનીતિના મેદાનમાં ઉતરી ગયા. વારાણસીથી પ્રિયંકા ગાંધીની ચૂંટણી લડવાની ચર્ચા પણ ઘણી થઈ, જોકે અંતે તેઓ ચૂંટણી મેદાનમાં ન ઉતર્યા. કોંગ્રેસ મહાસચિવ પ્રિયંકા ગાંધીએ ન્યૂઝ18 સાથે એક્સક્લૂસિવ વાતચીતમાં પોતાના વારાણસીથી ઉમેદવાર ન બનવાથી લઈને પીએમ નરેન્દ્ર મોદીના ઇન્ટરવ્યૂ સુધી દરેક સવાલ પર ખુલીને જવાબ આપ્યા.

    સવાલ- આપની વારાણસીથી ચૂંટણી લડવાની અટકળો હતી પરંતુ આપે ચૂંટણી ન લડવાનો નિર્ણય કેમ લીધો?
    જવાબ- મારો વારાણસીથી ચૂંટણી ન લડવાનો નિર્ણય સામૂહિમ નેતૃત્વનો છે. અહીં મારી ઘણી મોટી જવાબદારી છે. અનેક ઉમેદવાર ઈચ્છતા હતા કે હું તેમના લોકસભા ક્ષેત્રમાં પ્રચાર કરું, તો મેં તેમને નિરાશ ન કર્યા.

    સવાલ- આપે વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો અક્ષય કુમાર સાથેનો ઇન્ટરવ્યૂ જોયો?
    જવાબ- હા, થોડો ઘણો જોયો, આખો નથી જોયો. મેં કેરી વાળો પાર્ટ જોયો હતો. મને પીએમનો ઇન્ટરવ્યૂ અજબ લાગ્યો કે જ્યારે યુવાઓ પાસે હાલમાં રોજગાર નથી, ખેડૂત પરેશાન છે, મહિલાઓની ઘણી બધી સમસ્યાઓ છે, આટલી મોટી-મોટી સમસ્યાઓ દેશમાં છે અને આપણે એ ડિસ્ક્સ કરી રહ્યા છીએ કે કેરી કેવી રીતે ખાવી જોઈએ.

    આ પણ વાંચો, જ્યારે રાહુલે પ્રિયંકાને કહ્યું - ‘મેં આપ્યું તને મોટું હેલિકોપ્ટર’

    સવાલ- આપનું શું અનુમાન છે લોકસભાની 300થી વધુ સીટો પર વોટિંગ થઈ ચૂક્યું છે?

    જવાબ- મારું અનુમાન છે કે બીજેપીને મોટું નુકસાન થવાનું છે અને 300 સીટો પર ચૂંટણી બાદ તેઓ ઘણા પાછળ ચાલી રહ્યા છે. કોંગ્રેસ પાર્ટી આગળ હશે.

    સવાલ- તમે અનેકવાર ઈચ્છા જાહેર કરી છે કે રાહુલ વડાપ્રધાન બને, શું આ ચૂંટણી બાદ આપને લાગે છે કે રાહુલ પીએમ બની શકશે?
    જવાબ- મેં ક્યારેય એવું નહીં કહ્યું હોય, હા, હું મારા ભાઈ માટે ખુશીઓ ઈચ્છું છું. તેમની સફળતા ઈચ્છું છું અને હું એવું પણ ઈચ્છું છું કે તેઓ જે પણ કામ કરે સફળતાપૂર્વક કરે. પદનું કોઈ અરમાન ન મારા દિલમાં છે ને તેમના દિલમાં.

    નોંધનીય છે કે, પૂર્વ ઉત્તર પ્રદેશની પ્રભારી પ્રિયંકા ગાંધીએ શનિવારે કોંગ્રેસ ઉમેદવાર અન્નૂ ટંડનના સમર્થનમાં ઉન્નાવમાં રોડ શો કર્યો. ત્યારબાદ બારાકંકીની દેવા શરીફ દરગાહ પર ચાદર ચઢાવી અને દુઆ માંગી. પ્રિયંકાએ દરગાહ પરિસરમાં ઉપસ્થિત જાયરીનો સાથે મુલાકાત કરી. પ્રિયંકાએ કહ્યું કે જે રબ છે, તે જ રામ છે.
    Published by:Mrunal Bhojak
    First published:

    Tags: Lok sabha election 2019, Priyanka Gandhi Vadra, Varanasi, કોંગ્રેસ, ભાજપ

    विज्ञापन
    विज्ञापन