PNB ઉપરાંત નીરવ મોદીએ પ્રિયંકા ચોપડાને પણ લગાડ્યો ચૂનો

News18 Gujarati
Updated: February 15, 2018, 10:48 PM IST
PNB ઉપરાંત નીરવ મોદીએ પ્રિયંકા ચોપડાને પણ લગાડ્યો ચૂનો

  • Share this:
દેશમાં સૌથી બ્રેકિંગ કૌભાંડનો મુખ્ય આરોપી નીરવ મોદીએ માત્ર પંજાબ નેશનલ બેંક ઉપરાંત પ્રિયંકા ચોપડાને પણ ચૂનો લગાડ્યો છે. જણાવવામાં આવી રહ્યું છે કે, આ બાબતે પ્રિયંકાએ નીરવ મોદીને કાનૂની નોટીસ મોકલી દીધી છે.

પંજાબ નેશનલ બેંકે મુંબઈ સ્થિત એક શાખામાં 11,346 કરોડના કૌભાંડ થવાના ખુલાસા શાથે નીરવ ફરાર છે અને ઈડીએ 12 સ્થાનો પર દરોડા પાડીને 51,00 કરોડની સંપત્તિ પણ ટાંચમાં લીધી છે. આ વચ્ચે પ્રિયંકા ચોપરાની તરફથી ખુલાસો થયો છે કે, નીરવ મોદીએ એક લક્ઝરી બ્રાન્ડ માટે પ્રિયંકાને બ્રાન્ડ એમ્બેસેડર બનાવી હતી પરંતુ કેમ્પેનની ફિસની બાકીની રમત ચૂકવી નહતી. જોકે, પ્રિયંકા ચોપરાએ આ પહેલા જ નીરવ સાથેના તેના સંબંધોનો અંત લાવી દીધો હતો. સુત્રોના જણાવ્યા અનુસાર પ્રિયંકાએ નીરવને આ બાબતે નોટીસ મોકલી છે. પાછલા વર્ષે પ્રિયંકા આ બ્રાન્ડની એમ્બેસેડર બની હતી ત્યારે નીરવના ઘણા બધા વખાણ કર્યા હતા. નીરવની જ્વેલરી માટેની પ્રિયંકા સાથે એડ શૂટમાં સિદ્ધાર્થ મલહોત્રા પણ નજરે પડ્યો હતો.

સૂત્રોના જણાવ્યા અનુસાર નીરવની છેતરપિંડી પ્રકરણ બાદ સિદ્ધાર્થ પણ કાનૂની સલાહ લઈ રહ્યો છે. માત્ર પ્રિયંકા ચોપડા જ નહી તે ઉપરાંત કેટ વિન્સેન્ટ અને ડકોટા જોન્સન જેવા મોટા નામ પણ નીરવ સાથે જોડાયેલ જ્વેલરી બ્રાન્ડ માટે રેમ્પ પર ચાલ્યા છે. તો બીજી બાજું પ્રિયંકાના મેનેજરે કહ્યું છે કે, નીરવને હજું સુધી કોઈ કાનૂની નોટીસ મોકલવામાં આવી નથી. આ બાબતે વિચાર વિમર્શ કરવામાં આવી રહ્યું છે અને ટૂંક સમયમાં જ આ વિશે સત્તાવાર રીતે નિવેદન આપવામાં આવશે.

 

 
First published: February 15, 2018, 10:48 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading