લોકસભા ચૂંટણીના પ્રચાર વેગવંતો બની રહ્યો છે ત્યારે એક હેરાન કરનારા મામલો સામે આવ્યો છે. ન્યૂઝ ચેનલ ડિબેટ્સમાં કોંગ્રેસનો પક્ષ રજૂ કરાનારી પાર્ટી પ્રવક્તા પ્રિયંકા ચતુર્વેદીએ આરોપ લગાવ્યો છે કે પાર્ટીમાં એવા ગુંડાઓને મહત્વ આપવામાં આવી રહ્યું છે જે મહિલાઓની સાથે ખરાબ વર્તન કરે છે. પ્રિયંકાએ લખ્યું કે જે લોકો મહેનત કરી પોતાનું સ્થાન બનાવી રહ્યા છે, તેને બદલે ગુંડાઓને મહત્વ મળી રહ્યું છે. પાર્ટી માટે મેં ગાળો અને પથ્થરો ખાધા છે, પરંતુ તેમ છતાંય પાર્ટીના નેતાઓએ જ મને ધમકીઓ આપી.
પાર્ટી પ્રવક્તાએ લખ્યું કે જે લોકો ધમકીઓ આપી રહ્યા હતા, તે બચી ગયા છે. તેમનું કોઈ કડક કાર્યવાહીથી બચી જવું દુર્ભાગ્યપૂર્ણ છે. આપને જણાવી દઈએ કે પ્રિયંકા ચતુર્વેદીએ એક ટ્વિટને રિટ્વિટ કરતાં આ સંદેશને લખ્યો, તેની સાથે એક પત્ર પણ જોડાયેલો છે.
Deeply saddened that lumpen goons get prefence in @incindia over those who have given their sweat&blood. Having faced brickbats&abuse across board for the party but yet those who threatened me within the party getting away with not even a rap on their knuckles is unfortunate. https://t.co/CrVo1NAvz2
આ પત્ર અનુસાર, ઉત્તર પ્રદેશના મથુરામાં જ્યારે પ્રિયંકા ચતુર્વેદી પાર્ટી તરફથી રાફેલ સોદા પર પ્રેસ કોન્ફરન્સ કરી રહ્યા હતા ત્યારે સ્થાનિક કાર્યકર્તાઓએ તેમની સાથે ખરાબ વર્તન કર્યું. ત્યારબાદ તમામ સામે અનુશાસનાત્મક કાર્યવાહી થઈ હતી.
પરંતુ ફરી એકવાર ઘટના પર દુ:ખ વ્યક્ત કરતાં તમામ કાર્યકર્તાઓને તેમના પદો પર પુન:સ્થાપિત કરી દેવામાં આવ્યા છે. પત્ર અનુસાર, જ્યોતિરાદિત્ય સિંધિયાની ભલામણ બાદ આ કાર્યકર્તાઓને તેમનું પદ ફરીથી સોંપવામાં આવ્યું છે. ઉલ્લેખનીય છે કે જ્યોતિરાદિત્ય સિંધિયા પાર્ટીના રાષ્ટ્રીય મહાસચિવ છે અને લોકસભા ચૂંટણી માટે પશ્ચિમ ઉત્તર પ્રદેશના પ્રભારી છે.
આ મામલો ગયા વર્ષ સપ્ટેમ્બરની આસપાસ હોવાનું કહેવાય છે જ્યારે રાફેલ વિવાદને લઈ કોંગ્રેસ કેન્દ્ર સરકાર પર સતત હુમલા કરી રહી હતી. દેશભરમાં પાર્ટીના નેતા મોદી સરકારની વિરુદ્ધ પ્રેસ કોન્ફરન્સ કરી રહ્યા હતા.
નોંધનીય છે કે, છેલ્લા કેટલાક સમયથી પ્રિયંકા ચતુર્વેદ કોંગ્રેસ માટે ટીવી પ્રવક્તાઓમાં એક મોટો ચહેરો બનીને ઉભર્યા છે. તેઓ મૂળે ઉત્તર પ્રદેશના છે. હાલમાં તેમનો પરિવાર મુંબઈમાં રહે છે.