INX મડિયા કેસમં પૂર્વ નાણા મંત્રી અને કોંગ્રેસના સિનિયર નેતા પી. ચિદમ્બરમના આગોતરા જામીનની અરજી દિલ્હી હાઈકોર્ટે ફગાવી દીધી છે. ત્યારબાદ સુપ્રીમ કોર્ટમાં આગોતરા જામીન પાસે પહોંચેલા પી. ચિદમ્બરમને તાત્કાલીક રાહત નથી મળી. ચીફ જસ્ટિસ રંજન ગોગોઈ બપોરે ચિદમ્બરમની અરજી પર નિર્ણય લેશે. હાલમાં ચારે તરફ મુશ્કેલીઓમાં ઘરાયેલા પી. ચિદમ્બરમના સમર્થનમાં કોંગ્રેસ મહાસચિવ પ્રિયંકા ગાંધી આવ્યા છે. પ્રિયંકા ગાંધીએ આરોપ લગાવ્યો કે સરકાર ખૂબ શરમજનક રીતે પી. ચિદમ્બરમની પાછળ પડી ગઈ છે કારણ કે તેઓ સાચું બોલતા ખચકાતા નથી અને સરકારની નિષ્ફળતાને સામે લાવે છે.
પ્રિયંકાએ એમ પણ કહ્યું કે તેઓ ચિદમ્બરમની સાથે ઊભા છે અને સત્ય માટે લડાઈ ચાલુ રાખવામાં આવશે. પ્રિયંકાએ ટ્વિટ કરીને કહ્યું કે, ખૂબ જ સન્માનિત રાજ્યસભા સભ્ય પી. ચિદમ્બરમજીએ દશકો સુધી નાણા મંત્રી, ગૃહ મંત્રી અને બીજા પદો પર રહેતા પૂરી વફાદારીથી દેશની સેવા કરી છે. પ્રિયંકાએ દાવો કર્યો કે, તેઓ નિડરપણે સાચું બોલે છે અને આ સરકારની નિષ્ફળતાઓનો ખુલાસા કરે છે. પરંતુ સત્ય કાયરો માટે સુવિધાજનક નથી હોતું તેથી શરમજનક રીતે તેમનો પીછો કરવામાં આવી રહ્યો છે. સાથોસાથ પ્રિયંકાએ કહ્યું કે, તમે તેમની સાથે ઊભા છીએ અને સત્ય માટે લડતા રહીશું, તેનું પરિણામ કંઈ પણ હોય.
An extremely qualified and respected member of the Rajya Sabha, @PChidambaram_IN ji has served our nation with loyalty for decades including as Finance Minister & Home Minister. He unhesitatingly speaks truth to power and exposes the failures of this government,
1/2
આ પહેલા કોંગ્રેસના સિનીયર નેતા આનંદ શર્માએ મંગળવારે આરોપ લગાવ્યો કે નરેન્દ્ર મોદી સરકાર વિરોધી નેતાઓને પસંદ કરીને નિશાન બનાવી રહ્યા છે અને તે તેની પારંપરિક કાર્યશૈલી બની ચૂકી છે. કોંગ્રેસના વધુ એક નેતા જયરામ રમેશે પણ પી. ચિદમ્બરમનો બચાવ કર્યો છે. તેઓએ કહ્યું કે ચિદમ્બરમની સાથે તેમણે 1968થી કામ કર્યુ છે અને પ્રિયંકા ગાંધીએ જે કંઈ પણ તેમના વિશે કહ્યું છે તે બિલકુલ સાચું છે.