ન્યૂઝ 18 ગુજરાતી: કોંગ્રેસના મહાસચિવ પ્રિયંકા ગાંધીનું મોટુ નિવેદન જો કોંગ્રેસની સરકાર બની તો રાહુલ ગાંધી બનશે વડાપ્રધાન. પ્રિયંકાએ સ્પષ્ટતા કરી હતી કે રાહુલ જ કોંગ્રેસના પીએમ પદના ઉમેદવાર છે. રાહુલ ગાંધીનું નામ કોંગ્રેસ તરફથી વડાપ્રધાન તરીકે જાહેર થવાથી ભવિષ્યમાં આની રાજકીય શું અસરો થશે તેના વિશે રાજકીય વિશ્લેષકો અત્યારથી જ કયાસ લગાડી રહ્યાં છે.
ઉલ્લેખનીય છે કે વિપક્ષી એકતા વડાપ્રધાન પદના ઉમેદવારના નામ પર તુટી શકે છે. રાહુલ ગાંધીની વડાપ્રધાન તરીકેની જાહેરાત તૃણમૂલ અને રાષ્ટ્રીય જનતા દળને ચૂંટમી પહેલા મંજૂર નથી. પશ્ચિમ બંગાળના મુખ્ય મંત્રી મમતા બેનર્જી અને રાજદના નેતા તેજસ્વી યાદવે અગાઉ સ્પષ્ટતા કરી છે કે ચૂંટણીના પરિણામ બાદ નક્કી થઈ શકે કે વડાપ્રધાન પદના ઉમેદવાર કોણ બનશે.
બીજી બાજુ કર્ણાટકના મુખ્ય મંત્રી એચ.ડી. કુમારસ્વામી અને ડીએમકેના નેતા એમ. સ્ટાલીન રાહુલ ગાંધીને વડાપ્રધાન પદના ઉમેદવાર તરીકે સપોર્ટ આપી ચુક્યા છે. વિપક્ષી દળોની એકતા વડાપ્રધાન પદના ઉમેદવાર અંગે વારંવાર તુટતી જોવા મળી રહી છે.
ભાજપના રાષ્ટ્રીય પ્રમુખ અમિત શાહે તાજેતરમાંજ આગરામાં યોજાયેલી ચૂંટણી સભામાં કહ્યું હતું કે વિપક્ષના નેતાઓ વડાપ્રધાન મોદીને તેમના પદ પરથી દૂર કરવા માગે છે પરંતુ વિપક્ષના એક પણ નેતા ચૂંટણી લડવા માંગતા નથી. વિપક્ષ પાસે વડાપ્રધાન પદના ઉમેદવાર જ નથી. ગઈકાલે રાજકોટમાં ચૂંટણી સંબોધતા અમિત શાહે પણ કહ્યું હતું
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર