IMRH થી વર્તમાનમાં ભારતીય સેના દ્વારા ઉપયોગ કરવામાં આવી રહેલા રશિયન નિર્મિત બધા Mi-17 અને Mi-8 હેલિકોપ્ટરોને બદલવામાં આવશે (File Photo)
military helicopters - ભારતીય ખાનગી ક્ષેત્રની કંપનીઓએ પહેલા જ આ પ્રોજેક્ટમાં સામેલ થવા માટે ઉત્સુકતા દેખાડી છે અને રક્ષા મંત્રાલયે તેમને આગામી 7 વર્ષોમાં IMRH ની મેન્યુફેક્ચરિંગ શરુ કરવા માટે કહ્યું છે
નવી દિલ્હી : મિલિટ્રી હાર્ડવેયરના ક્ષેત્રમાં (military helicopters)ભારતને આત્મનિર્ભર (Atmanirbhar Bharat )બનાવવાની દિશામાં ઉઠાવેલા એક મોટા પગલા અંતર્ગત રક્ષા મંત્રાલયે (defense ministry)રક્ષા અધિગ્રહણ પ્રક્રિયા (Defence Acquisition Procedure)મૈનુઅલમાં સંશોધન કરવાનો નિર્ણય લીધો છે. જેમાં પ્રાઇવેટ સેક્ટરને સાર્વજનિક રક્ષા ઉપક્રમોમાં બહુસંખ્યક ભાગીદારી સાથે આવશ્યક હથિયાર પ્રણાલીનું નિર્માણ કરવાની મંજૂરી મળશે. હિન્દુસ્તાન ટાઇમ્સમાં છપાયેલા રિપોર્ટ પ્રમાણે સાઉથ બ્લોકના અધિકારીઓના હવાલાથી કહેવામાં આવ્યું છે કે રક્ષા ક્ષેત્રના સાર્વજનિક ઉપક્રમો સાથે પ્રાઇવેટ સેક્ટરની આ ભાગીદારીનું પ્રથમ પરિક્ષણ ઇન્ડિયન મલ્ટિ રોલ હેલિકોપ્ટરના (IMRH) વિકાસ અને નિર્માણમાં કરવામાં આવશે.
રક્ષા મંત્રાલયે આગામી 7 વર્ષોમાં IMRH ની મેન્યુફેક્ચરિંગ શરુ કરવા કહ્યું
IMRH થી વર્તમાનમાં ભારતીય સેના દ્વારા ઉપયોગ કરવામાં આવી રહેલા રશિયન નિર્મિત બધા Mi-17 અને Mi-8 હેલિકોપ્ટરોને બદલવામાં આવશે. ઇન્ડિયન મલ્ટી રોલ હેલિકોપ્ટર એટલે IMRH 13 ટન વજન સાથે ઉડાન ભરી શકશે. આ સ્વદેશી હેલિકોપ્ટર ભારતીય સશસ્ત્ર બળો સાથે એર અટેક, એન્ટી સબમરિન, એન્ટી શિપ, મિલિટ્રી ટ્રાન્સપોર્ટ અને VVIP ભૂમિકાઓમાં પ્રદર્શન કરશે. એ સમજવામાં આવે છે કે ભારતીય ખાનગી ક્ષેત્રની કંપનીઓએ પહેલા જ આ પ્રોજેક્ટમાં સામેલ થવા માટે ઉત્સુકતા દેખાડી છે અને રક્ષા મંત્રાલયે તેમને આગામી 7 વર્ષોમાં IMRH ની મેન્યુફેક્ચરિંગ શરુ કરવા માટે કહ્યું છે.
ફ્રાન્સની કંપની સફ્રાન (Safran)પહેલા જ 8 જુલાઇ 2022ના રોજ હિન્દુસ્તાન એયરોનોટિક્સ લિમિટેડ (HAL) સાથે એક સમજુતી પર હસ્તાક્ષર કર્યા છે. આ સમજુતીનો ઉદ્દેશ્ય એક નવું જોઇન્ટ વેન્ચર બનાવવાનો છે, જે IMRH માટે એન્જીન વિકસિત કરશે અને તેનું ઉત્પાદન કરશે. જેમાં IMRH ના નૌસેના સંસ્કરણના એન્જીનનું ડેવલપમેન્ટ એન્ડ પ્રોડક્શન સામેલ હશે.
અધિકારીઓના મતે ખાનગી ક્ષેત્રની કંપનીઓને પોતાના ઉત્પાદનનું 25 ટકા ત્રીજા દેશોને નિર્યાત કરવા અને જ દેશ માટે વિદેશી મુદ્રા ભેગી કરવા માટે મંજૂરી હશે. ભારતીય સશસ્ત્ર બળોને વિકસિત IMRH ખરીદવા માટે કહેવામાં આવ્યું છે, જેના ઉત્પાદન માટે આગામી 7 વર્ષોનો સમય નિર્ધારિત કરવામાં આવ્યો છે.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર