Home /News /national-international /

કોંગ્રેસ સાંસદનો આક્ષેપ, ક્રિકેટર પૃથ્વી શોના પરિવારને મનસે દ્વારા મળી રહી છે ધમકી

કોંગ્રેસ સાંસદનો આક્ષેપ, ક્રિકેટર પૃથ્વી શોના પરિવારને મનસે દ્વારા મળી રહી છે ધમકી

અગામી સમયમાં જ્યારે પણ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી બિહાર જશે, તો કાળો ઝંડો ફરકાવી તેમને બિહારમાંથી બહાર કરવામાં આવશે.

અગામી સમયમાં જ્યારે પણ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી બિહાર જશે, તો કાળો ઝંડો ફરકાવી તેમને બિહારમાંથી બહાર કરવામાં આવશે.

  અરવલના રાજ્યસભા સાંસદ અખિલેશ સિંહે આરોપ લગાવ્યો છે કે, આંતરરાષ્ટ્રીય ક્રિકેટ ખેલાડી પૃથ્વી શોને મનસે નેતા તરફથી ત્રાસ આપવામાં આવી રહ્યો છે. રાજ્યસભા સાંસદે આરોપ લગાવ્યો છે કે, પૃથ્વી શોના પરિવારજનોને ફોન કરી પૃથ્વીને ક્રિકેટ છોડી દેવા માટેની ધમકી આપવામાં આવી રહી છે.

  જાણકારી અનુસાર, રાજ્યસભા સાંસદ અને કોંગ્રેસના ચૂંટણી અભિયાન સમિતિના ચેરમેન અખિલેશ પ્રસાદ સિંહે શ્રી કૃષ્ણ જયંતી સમારોહના અવરસ પર પત્રકારોને કહ્યું કે, ગુજરાતમાં બિહારીઓ પર જે હુમલા થઈ રહ્યા છે, તે સહન કરવા યોગ્ય નથી. બિહારી લોકો કોઈ પણ કિંમતે ત્રાસ સહન કરવા માટે તૈયાર નથી. તેમણે કહ્યું કે, આંતરરાષ્ટ્રીય ક્રિકેટ ખેલાડી પૃથ્વી શો જે બિહારના ગયા જીલ્લાના અંતર્ગત માનપુરનો રહેવાસી છે, તેના પરિવારને પણ મનસે દ્વારા ત્રાસ આપવામાં આવી રહ્યો છે.

  પૃથ્વીના પરિવારજનોને ફોન કરી ડરાવવામાં આવી રહ્યા છે અને તેના વિરુદ્ધ પરિવાર કઈ બોલવા તૈયાર નથી. આંતરરાષ્ટ્રીય ખેલાડીના પરિવારને ધમકી ભર્યા ફોન કરવામાં આવી રહ્યા છે, અને સાથે પૃથ્વી શોને આંતરરાષ્ટ્રીય ટીમમાંથી બહાર કરી દેવાની પણ ધમકી આપવામાં આવી રહી છે.

  તેમણે કહ્યું કે, આ પ્રકારે ત્રાસ આપવાનું સહન કરવામાં નહી આવે. તેમણે કહ્યું કે, અગામી સમયમાં જ્યારે પણ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી બિહાર જશે, તો કાળો ઝંડો ફરકાવી તેમને બિહારમાંથી બહાર કરવામાં આવશે. ગુજરાતમાં બિહારીયો સાથે સળંગ થઈ રહેલા અત્યાચાર વિરુદ્ધ અવાજ પમ બુલંદ કરવામાં આવશે.
  Published by:kiran mehta
  First published:

  Tags: Being, ક્રિકેટ

  આગામી સમાચાર