તિરુવંનતપુરમઃ કેરળમાં (Kerala) કોરોના વાયરસ મહામારીનો (corona pandemic) કહેર ઓછો થવાનું નામ નથી લઈ રહ્યો. દરરોજ કોરોના પોઝિટિવ આંકડાઓમાં વધારો થઈ રહ્યો છે. હવે કોરોનાનું સંક્રમણ જેલમાં પણ ફેલવા લાગ્યું છે. કેરળની સેન્ટ્રલ જેલમાં (kerala central jail) શનિવારે ત્રણ અધિકારીઓ અને 50 કેદીઓનો (Prisoners) કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. આમ અત્યાર સુધી તિરુવનંતપુરમ સેન્ટ્રલ જેલ અને કોલ્લમ જિલ્લા જેસમાં બંધ કુલ 266 કેદીઓ કોરોના સંક્રમિત થઈ ચૂક્યા છે. કેરળના ડીઆઈજી, જેલ સંતોષ એસને આ જાણકારી આપી છે.
કેરળમાં કોરોનાનો આંકડો 40,000ને પાર
કેરળમાં શુક્રવારે કોવિડ-19ના નવા 1569 આંકડાઓ સામે આવ્યા છે. આ સાથે રાજ્યમાં સંક્રમિતોની સંખ્યા 41,277 થઈ ગઈ છે. સ્વાસ્થ્ય મંત્રીએ કે શૈલજાએ જણાવ્યું કે સંક્રમિત દર્દીઓમાં 27 સ્વાસ્થ્ય કર્મચારીનો સમાવેશ થાય છે. શુક્રવારે 1340 દર્દી સાજા થયા છે. રાજ્યમાં અત્યાર સુધી 26,996 દર્દીઓ સાજા થઈ ચૂક્યા છે.
તેમણે જણાવ્યું હતું કે, વર્તમાનમાં રાજ્યમાં કોરોનાથી 14094 દર્દી સારવાર લઈ રહ્યા છે. જ્યારે 56 દર્દીઓ વિદેશોમાંથી કેરળમાં આવ્યા હતા. જ્યારે 132 દર્દીઓ બીજા રાજ્યોમાંથી પરત ફર્યા હતા. 1569 લોકોમાંથી 1354 લોકો સંક્રમિતોના સંપર્કમાં આવવાથી સંક્રમિત થયા હતા. 86 દર્દીઓનો સ્ત્રોત હજી સુધી જાણી શકાયો નથી.
આ પણ વાંચોઃ-યુવકનું જોરદાર ઈનોવેશન! માત્ર રૂ.3500માં બનાવી AC વાળી PPE કિટ, 5-6 કલાક રહેશે ઠંડક
આ પણ વાંચોઃ-મામલતદારના ઘરે ACBનો દરોડો, લાંચના એટલા રૂપિયા મળ્યા કે થઈ ગયો ઢગલો
કોવિડ-19 દર્દીઓની કોલ ડિટેલ નથી
ફોન કોલ ડિટેલ રિકોર્ડ મામલો જોર પકડ્યા બાદ કેરળ પોલીસે શુક્રવારે સ્પષ્ટ કર્યું છે કે તેઓ સંપર્કો શોધવા માટે કોવિડ-19 દર્દીઓની સીડીઆર એકત્ર કરી રહ્યા નથી. જોકે, પોલીસે કહ્યું હતું કે પોલીસ આવા દર્દીઓના ટાવર સ્થાનોની વિગતો રાખી રહી છે.
વિપક્ષી દળ કોંગ્રેસે ગુરુવારે સત્તારુઠ વામદલ ઉપર તેના નિર્ણય અંગે નિશાન સાધ્યું હતું. જેમાં કોવિડ-19 દર્દીઓના સંપર્કમાં આવેલા પ્રભાવી રીતથી જાણવા માટે તેમના સીડીઆરનો ઉપયોગ કરવાની મંજૂરી આપી હતી.