પાક.થી પરત ફરી રહેલા પ્રિન્સ વિલિયમ અને કેટના વિમાનને તોફાને ઘેર્યું, સુરક્ષા એજન્સીઓને પરસેવો છૂટી ગયો

પ્રિન્સ વિલિયમ અને કેટ .

પાકિસ્તાન (Pakistan)ના પાંચ દિવસના પ્રવાસ બાદ બ્રિટનના (Britain) પ્રિન્સ વિલિયમ (Prince William) અને તેમની પત્ની (Kate Middleton) શુક્રવારે સ્વદેશ પર ફર્યાં હતાં.

 • Share this:
  ઇસ્લામાબાદ : પાકિસ્તાનના પાંચ દિવસના પ્રવાસ પછી બ્રિટનનાં પ્રિન્સ વિલિયમ (Prince William) અને તેમની પત્ની કેટ (Kate Middleton) શુક્રવારે સ્વદેશ પરત ફર્યા છે. જોકે, બ્રિટન પરત ફરતી વખતે શાહી જોડાનું વિમાન મોટી દુર્ઘટનાનો શિકાર બનતા બચી ગયું હતું. હકીકતમાં પ્રિન્સ વિલિયમનું વિમાન જ્યારે લાહોર (Lahore)થી ઇસ્લામાબાદ (Islamabad) પરત ફરી રહ્યું હતું ત્યારે તેમનો સામનો એક ખતરનાક તોફાન સાથે થયો હતો.

  વિમાનને તોફાન વચ્ચે ફસાતું જોઈને પાયલટે તેને નીચે ઉતારવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ તેમાં સફળતા મળી ન હતી. ઘણી પરેશાની પછી વિમાનને ઇસ્લામાબાદ આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પર ઉતારવામાં આવ્યું હતું. વિમાનને એરપોર્ટ પર ઉતાર્યા બાદ બ્રિટનની સુરક્ષા એજન્સીઓનો પરસેવો છૂટી ગયો હતો.  કહેવામાં આવી રહ્યું છે કે પ્રિન્સ વિલિયમ અને તેમની પત્ની કેટ પાકિસ્તાનના પાંચ દિવસના પ્રવાસ બાદ શુક્રવારે બ્રિટન પરત આવવા માટે પોતાના વિમાનથી ઇસ્લામાબાદ આવી રહ્યા હતા. લાહોરથી ઇસ્લામાબાદ વચ્ચે તેમનું વિમાન ખરાબ હવામાનમાં ફસાયું હતું. પ્રચંડ તોફાને તેમના વિમાનને ઘેરી લીધું હતું, જેના કારણે પાયલટે વિમાનને મહામહેનતે સંભાળ્યું હતું.

  ખરાબ હવામાનને કારણે વિમાનને તાત્કાલિક લાહોરમાં ઉતારવાનો પણ પ્રયાસ કરવામાં આવ્યો હતો. રૉયલ એર ફોર્સના પાયલટે વિમાનને ઉતારવાનો બે વખત પ્રયાસ કર્યો હતો. પ્રથમ વખત વિમાનને રાવલપિંડીમાં એક સૈન્ય અડ્ડા પર ઉતારવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો, બીજી વખત ઇસ્લામાબાદ એરપોર્ટ પર પ્રયાસ કરાયો હતો.

  ખૂબ મહેનત બાદ વિમાનને ઇસ્લામાબાદ આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પર ઉતારવામાં આવ્યું હતું. હવામાન સ્વચ્છ થયા બાદ જ શાહી જોડાને બ્રિટન માટે રવાના કરવામાં આવ્યું હતું.
  Published by:Vinod Zankhaliya
  First published: