પ્રિન્સ હેરી નોકરી કરશે, ચીફ ઈમ્પેક્ટ ઓફિસરની જવાબદારી નિભાવશે!

પ્રિન્સ હેરી નોકરી કરશે, ચીફ ઈમ્પેક્ટ ઓફિસરની જવાબદારી નિભાવશે!

આ નોકરીમાં તેમને કેટલો પગાર મળશે તેની કોઈ સત્તાવાર માહિતી આપવામાં આવી નથી. આ કંપની કર્મચારીઓના માનસિક સ્વાસ્થ્યના ક્ષેત્રે કાર્યરત છે

  • Share this:
સન ફ્રાન્સિકો : બ્રિટિશ રાજપરિવારના રાજકુમાર હેરી (Prince Harry)હવે નોકરી કરશે. તેમણે ઓપરા વિન્ફ્રેને (Oprah Winfrey)આપેલા ઇન્ટરવ્યૂ બાદ થયેલા વિવાદ બાદ લીધેલા નોકરી કરવાના નિર્ણયથી ચકચાર મચી જવા પામી છે. હેરી સેન ફ્રાન્સિસ્કોના બેટરઅપ નામના સ્ટાર્ટઅપમાં ચીફ ઈમ્પેક્ટ ઓફિસર તરીકે જવાબદારી નિભાવશે. જોકે આ નોકરીમાં તેમને કેટલો પગાર મળશે તેની કોઈ સત્તાવાર માહિતી આપવામાં આવી નથી. આ કંપની કર્મચારીઓના માનસિક સ્વાસ્થ્યના ક્ષેત્રે કાર્યરત છે.

કંપનીના સીઈઓ એલેક્સી રોબિચોકસ પ્રિન્સ હેરીને આ પદ માટે એકદમ પરફેક્ટ ગણે છે. પ્રિન્સ હેરીનો પ્રોત્સાહન આપવા અને અસરકારક કામ કરવાની પદ્ધતિ તેમને ગમી છે. પ્રિન્સ હેરી બેટરઅપની જ મર્સ, એબી ઇનબેવ અને લિંક્ડિન જેવી કંપનીના કર્મચારીઓના માનસિક આરોગ્ય અને કોચિંગના ક્ષેત્રમાં કામ કરશે.

મેગન મર્કેલ અને પ્રિન્સ હેરી બ્રિટિશ શાહી પરિવારથી છૂટા પડ્યા બાદ કેલિફોર્નિયા ગયા હતા. આ સાથે જ કમાણી માટે સક્રિય બન્યા હતા. તેમણે સ્પોટીફાઈ સાથે પણ કામ કર્યું હતું. નેટફ્લિક્સ સાથે પણ હાથ મિલાવ્યા હતા. દરમિયાન હેરીએ બેટરઅપ કંપની સાથેની તેમની નવી ઇનિંગ્સ વિશે બ્લોગ પોસ્ટમાં માહિતી આપી છે.

આ પણ વાંચો - ક્રૂડના ભાવ હજુ વધે તેવી દહેશત, આ વખતે છે અજીબ પ્રકારનું કારણ

હેરીએ બ્લોગમાં કહ્યું કે, બેટરઅપ કંપની માનસિક આરોગ્ય ઉપર કામ કરે છે માટે તેણે આ કામ પસંદ કર્યું હતું. બેટરઅપ વર્ષ 2013માં શરૂ થયું હતું. અત્યારે કંપનીમાં કર્મચારીઓની સંખ્યા વધીને 270 થઈ ગઈ છે. ઉપરાંત લગભગ 2000 કોચનું નેટવર્ક પણ કંપનીમાં સામેલ છે. નાસા, શેવરોન, માર્ક, સ્નેપ અને વોર્નર મીડિયા જેવી મોટી કંપનીઓ પણ આ કંપનીના ગ્રાહક છે.

રાજવી જીવનમાં કેદી જેવું લાગે છે તેવું વિવાદાસ્પદ નિવેદન આપવાની સાથે ગયા વર્ષે તેમના માટે કપરા ચઢાણ સાબિત થયા હતા. સુરક્ષા પણ ગુમાવવી પડી હતી. પ્રિંસે કહ્યું હતું કે, તેને લાગે છે કે તેનો પરિવાર મેગનને ટેકો આપતો નથી. મેગને જણાવ્યું હતું કે, જ્યારે તે પહેલી વાર ગર્ભવતી થઈ ત્યારે તેનું સંતાન કેવું દેખાશે તેના વિશે ઘણી ચિંતા વ્યક્ત કરવામાં આવી હતી.
First published: