લંડન : બ્રિટનમાંથી (UK) મોટા સમાચાર પ્રાપ્ત થયા છે. પ્રિન્સ ચાર્લ્સ (Prince Charles) નો કોરોના વાયરસનો રિપોર્ટ પોઝિટિવ (Coronavirus Positive)આવ્યો છે. મીડિયા રિપોર્ટ પ્રમાણે રિપોર્ટ પોઝિટિવ આવ્યા બાદ પ્રિન્સ ચાર્લ્સને સ્કોટલેન્ડ (Scotland)ખાતે સેલ્ફ આઇસોલેશન (Self-Isolation)માં રાખવામાં આવ્યા છે. થોડા દિવસ પહેલા એવા સમચાર આવ્યા હતા કે બ્રિટનમાં કોરોનાના ખતરાને પગલે રાણી એલિઝાબેથને અન્ય મહેલમાં ખસેડવામાં આવ્યા છે. 71 વર્ષના પ્રિન્સ ચાર્લ્સ બ્રિટિશ રાજગાદીના ઉત્તરાધીકારીના ક્રમમાં પ્રથમ નંબર પર છે.
ક્લેરન્સ હાઉસનું નિવેદન
બ્રિટિશ રોયલ નિવાસ્થાન ક્લેરન્સ હાઉસ તરફથી આ મામલે એક નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે, "પ્રિન્સ ઓફ વેલ્સનો કોરોના વાયરસનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. તેમનામાં કોરોનાના થોડાં થોડાં લક્ષણો દેખાવાની શરૂઆત થઈ છે. તેમની તબિયત હાલમાં સારી છે. તેઓ છેલ્લા ઘણા દિવસથી હંમેશની જેમ ઘરેથી કામ કરી રહ્યા છે."
ક્લેરન્સ હાઉસે વધુમાં જણાવ્યું કે, પ્રિન્સના પત્ની ડચેસ ઓફ કોર્નવોલ કેમિલાનો પણ રિપોર્ટ કરવામાં આવ્યો હતો જે નેગેટિવ આવ્યો છે. ડૉક્ટરોની સલાહ પ્રમાણે પ્રિન્સ અને કેમિલા સ્કોટલેન્ડ ખાતે ઘરે આઇસોલેશનમાં છે. આ ટેસ્ટ NHS તરફથી કરવામાં આવ્યો હતો.
એવું કહેવામાં આવી રહ્યું છે કે પ્રિન્સ ચાર્લ્સને કોરોનાનું સંક્રમણ ગત દિવસોમાં અનેક જાહેર કાર્યક્રમોમાં હાજરી આપવા દરમિયાન થયું હોઈ શકે છે. જોકે, સંક્રમણમા સ્ત્રોતની હજી સુધી કોઈ પુષ્ટિ કરવામાં આવી નથી.
મહારાણીના મદદગારને કોરોના થયો
આ પહેલા બર્મિંગહામ પેલેસ તરફથી એક શાહી સહાયકને કોરોનાનું સંક્રમણ થયાની પુષ્ટિ કરવામાં આવી હતી. જ્યારે મહારાણી એલિઝાબેથ દ્વિતીય પોતાના લંડન સ્થિત ઘરે હતા. મહારાણી એલિઝાબેથને (ઉં.વ 93)ને તાત્કાલિક ગત અઠવાડિયે મહેલમાંથી અનિશ્ચિતકાળ માટે વિન્ડસર પેલેસ મોકલી દેવામાં આવ્યા છે. તેમના તમામ પૂર્વ નિર્ધારિત કાર્યક્રમ રદ કરી નાખવામાં આવ્યા છે. આ સહાયકની ઓળખ જાહેર નથી કરવામાં આવી.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર