Exclusive Interview: કાશ્મીરથી લઈને રાફેલ, PMએ આપ્યા દરેક સવાલના જવાબ

News18 Gujarati
Updated: April 10, 2019, 2:26 PM IST
Exclusive Interview: કાશ્મીરથી લઈને રાફેલ, PMએ આપ્યા દરેક સવાલના જવાબ
પીએમ મોદીએ બીજેપીના ચૂંટણી ઢંઢેરાને કહ્યું મેચ્યોર, આતંકવાદ પ્રત્યે કૂણું વલણ ધરાવનારાઓને સામે કર્યા આકરા પ્રહાર

પીએમ મોદીએ બીજેપીના ચૂંટણી ઢંઢેરાને કહ્યું મેચ્યોર, આતંકવાદ પ્રત્યે કૂણું વલણ ધરાવનારાઓને સામે કર્યા આકરા પ્રહાર

  • Share this:
ભારતીય જનતા પાર્ટીનો ચૂંટણી ઢંઢેરો જાહેર થયા બાદ વડાપ્રધાન મોદીએ News18ને ઈન્ટરવ્યૂ આપ્યો. એડિટર-ઇન-ચીફ રાહુલ જોશીને આપેલા એક્સક્લૂસિવ ઇન્ટરવ્યૂમાં પીએમ મોદીએ દેશની સુરક્ષા, વિપક્ષના હુમલા, રાફેલ, નહેરુ-ગાંધી પરિવાર સહિત તમામ મુદ્દાઓ પર પોતાની મત રજૂ કર્યો. પીએમ મોદીએ લોકસભા ચૂંટણી 2019ના રણમાં પ્રિયંકા ગાંધી વાડ્રાની ઉપસ્થિતિ પર ટિપ્પણી કરી.

પીએમ મોદીએ ઈન્ટરવ્યૂમાં કાશ્મીર સમસ્યાનો ઉકેલ લાવવા અંગેના પોતાના વિચારો જણાવ્યા. આ ઉપરાંત, કોંગ્રેસના ચૂંટણી ઢંઢેરાની આકરી ટીકા પણ કરી. ભ્રષ્ટાચાર સામે મોદી સરકારની કાર્યવાહી વિશે પણ તેઓએ વાત કરી. ઉત્તર પ્રદેશમાં બીજેપી સામે સપા-બસપા ગઠબંધન ઉપર પણ તેમણે પોતાનો મત વ્યક્ત કર્યો. વડાપ્રધાને બીજેપીના ચૂંટણી ઢંઢેરાની ખાસ બાબતો અંગે પણ ધ્યાન દોર્યું.

અહીં વાંચો ઈન્ટરવ્યૂના સંપાદિત અંશો:

બીજેપીએ સોમવારે પોતાનો ચૂંટણી ઢંઢેરો જાહેર કર્યો. આપના મત મુજબ આ મેનિફેસ્ટોની મહત્વપૂર્ણ વાતો શું છે?

વડાપ્રધાન મોદીએ બીજેપીના ચૂંટણી ઢંઢેરાને મેચ્યોર જણાવતા કહ્યું કે, આમાં કાળું નાણું, ભ્રષ્ટાચાર જેવા સામે લડવાનો મુદ્દો છે. જ્યારે કોંગ્રેસના ચૂંટણી ઢંઢેરાને પીએમએ આતંકવાદીઓ પ્રત્યે નરમાશ દર્શાવતો ગણાવ્યો. વડાપ્રધાને આઝાદીની 75મી વર્ષગાંઠ એટલે કે 2022 સુધીનો સંકલ્પ રજૂ કર્યો.

એક જવાબદાર દળે ગંભીરતાપૂર્વક મેનિફેસ્ટો જાહેર કર્યો. જે પાર્ટીની સરકાર બનવાનું નક્કી છે, આ અમારો મેચ્યોર મેનિફેસ્ટો છે. આ મેનિફેસ્ટોમાં પહેલીવખત અમે 2022 અને 2024ને વિશેષરૂપે રજૂ કર્યું છે, એટલે કે, આમાં સરકારની જવાબદારી પાંચ વર્ષ બાદ નહીં પરંતુ તેના વચમાં હશે. આવું અત્યાર સુધીમાં કોઈએ નથી કર્યું. બીજી વાત, અમે મેનિફેસ્ટોમાં પણ એવું જ કહ્યું છે કે, આઝાદીના 100 વર્ષ થવા પર દેશને ક્યાં પહોંચાડવાનું લક્ષ્ય હોવું જોઈએ.કાળું નાણું, ભ્રષ્ટાચાર, બેઈમાની જેવા વિષયોને હેંડલ કરવાની ચર્ચા મેનિફેસ્ટોમાં છે. રાષ્ટ્રીય સુરક્ષાના મુદ્દાઓ પર પણ વાતચીત છે. આ મુદ્દા પર પહેલા આવેલા મેનિફેસ્ટોમાં ઘોર અન્યાય કરવામાં આવ્યો. ગરીબ, દલિત, પીડિત, વંચિત, શોષિત અને આદિવાસીઓના કલ્યાણ માટે સમયબદ્ધ કાર્યક્રમો પર યુવાઓ મહિલાઓને મુખ્યધારામાં કેવી રીતે લાવવામાં આવે. ગામ, ગરીબ અને ખેડૂતના જીવનમાં ફેરફાર કેવી રીતે લાવવામાં આવે. આ વાતો પર વિચાર કરતા એવું પણ ધ્યાન રાખવામાં આવ્યું કે, દેશને આધુનિકતા તરફ પણ લઈ જવાનું છે.

તમારા મતે રાષ્ટ્રવાદનો અર્થ શું છે?

પીએમ નરેન્દ્ર મોદીએ રાષ્ટ્રવાદની વ્યાખ્યા સમજાવતા કહ્યું હતું કે તેનો મતલબ ‘ભારત માતા કી જય’ છે. પીએમે કહ્યું હતું કે રાષ્ટ્રવાદની પરિભાષા વ્યાપક છે અને અમારો રાષ્ટ્રવાદ જન-જનના કલ્યાણ માટે છે. બીજેપી પોતાના ચૂંટણી અભિયાનમાં રાષ્ટ્રવાદને સૌથી મોટો મુદ્દો બનાવી રહી છે. વિપક્ષી પાર્ટીઓનું કહેવું છે કે આવું કરીને તે બેરોજગારી અને ખેડુતોની ખરાબ સ્થિતિ જેવા મુદ્દા પરથી લોકોનું ધ્યાન ભટકાવવા માંગે છે? આ મુદ્દે પીએમે કહ્યું હતું કે રાષ્ટ્રવાદનો મતલબ છે ‘ભારત માતા કી જય’. જો હું ભારત માતાની જય બોલું છું અને મારી ભારત માતા સ્વચ્છ નથી તો તે શું રાષ્ટ્રવાદ છે? જો હું ભારત માતાને સ્વચ્છ કરવાનું અભિયાન ચલાવું છું તો તે રાષ્ટ્રવાદ છે કે નહીં?

પીએમ મોદીએ કહ્યું હતું કે જો ગરીબ પાસે રહેવા માટે ઘર નથી અને હું ઘર બનાવું તો આ રાષ્ટ્રવાદ છે કે નહીં? જો હું ભારત માતાની જય બોલું છુ પણ આપણો ગરીબ બિમાર છે અને તે હોસ્પિટલ સુધી જવાની રાહ રાહ જોઈ રહ્યા છે. જો આયુષ્યમાન ભારત યોજના પ્રમાણે તેને પાંચ લાખ સુધીની દવાઓની મદદ મળે છે તો આ રાષ્ટ્રવાદ છે કે નહીં?

પીએમ મોદીએ સવાલની ભાષામાં કહ્યું હતું કે આપણા દેશના ખેડૂતો આધુનિક ખેતી કરે, અન્ન ઉત્પાદન કરે, અન્નની પૂરી કિંમત મેળવે, એમએસપી લાગુ કરું, ખર્ચ કરતા દોઢ ગણી કિંમત આપું તો આ રાષ્ટ્રવાદ છે કે નહીં? દેશના જવાનોને તાકાતવર બનાવવા માટે હથિયાર અને સામગ્રી ઉપલબ્ધ કરાવી શકું તો આ રાષ્ટ્રવાદ છે કે નહીં? જેથી રાષ્ટ્રવાદની ઘણી વ્યાખ્યા છે. ભારત માતા કી જયનો આવો મતલબ હોય છે. 130 કરોડ દેશવાસીઓના સપનાની જય.

કાશ્મીર સમસ્યાનો ઉકેલ લાવવા શું કરવું જોઈએ?

પીએમ નરેન્દ્ર મોદીનું કહેવું છે કે કાશ્મીરની સમસ્યા ઘણી જૂની છે. જો આ મામલો દેશના પ્રથમ ગૃહમંત્રી સરદાર વલ્લભભાઈ પટેલ પાસે હોત તો ઘાટીની હાલની સમસ્યા ઉભી જ ન થઈ હોત. આ મામલો પંડિત જવાહરલાલ નહેરુએ પોતાની પાસે રાખ્યો અને ત્યારથી તે વિવાદમાં રહ્યો છે.

ઘાટીમાં લાંબા સમયથી ચાલુ આતંકવાદ, આર્ટિકલ 35A અને 370 હટાવવાના મુદ્દા પર પીએમે કહ્યું હતું કે, અત્યાર સુધી કાશ્મીરમાં હજારો જવાન શહીદ થઈ ચૂક્યા છે. આની ઉપર પહેલાની સરકારોમાં કોઈના કોઈ ખામી રહી હતી. આ સમસ્યાને સમજીને તેનો હલ કાઢવો જોઈએ. બીજી વાત એ છે કે શું લદ્દાખમાં કોઈ પરેશાની છે, નથી. જમ્મુમાં કોઈ પરેશાની છે, નથી. વેલીના અઢી જિલ્લામાં આ સમસ્યા છે. આ અઢી જિલ્લાની ઘટનાઓને આપણે આખા જમ્મુ-કાશ્મીરની ઘટનાઓના રુપમાં જોઈએ છીએ. આ દ્રષ્ટિકોણ બદલવો જોઈએ.

રાહુલ જોશીએ પીએમ મોદીને પૂર્વ પ્રધાનમંત્રી અટલ બિહારી વાજપેયીની વાત - જમ્હૂરિયત, કશ્મીરિયત અને ઇંસાનિયતની વાત યાદ આપતા પુછ્યું હતું કે કાશ્મીરને વિકાસને જોઈએ, કાશ્મીરને વિશ્વાસ પણ જોઈએ પણ આમ છતા ત્યાંની પરિસ્થિતિ સતત ખરાબ થઈ રહી. આ મુદ્દે મોદીએ કહ્યું હતું કે કાશ્મીર ઘાટીમાં થઈ રહેલા કામ પ્રશંસાને પાત્ર છે. હવે જમ્મુ કાશ્મીરમાં રોકાણ થવું જોઈએ. રોજગારના નવી તકો પેદા થવી જોઈએ. ત્યાં આર્ટિકલ 35A અને 370 નવા રોજગારમાં અવરોધ બની ગયા છે. જે ઘણી મુશ્કેલી ઉભી કરી રહ્યા છે. તેથી તેને એક વખત ફરીથી જોવાની જરુર છે.

કોંગ્રેસના ચૂંટણી ઢંઢેરામાં જમ્મુ-કાશ્મીરમાં AFSPA હટાવવાનો વાયદો કરવામાં આવ્યો છે, તેના વિશે શું કહેશો?

કોંગ્રેસના ચૂંટણી ઢંઢેરામાં જમ્મુ-કાશ્મીરમાં આર્મ્ડ ફોર્સિસ સ્પેશલ પાવર્સ એક્ટ (AFSPA)ને હટાવવાના વાયદા પર પીએમ મોદીએ હુમલો કરતાં વડાપ્રધાન મોદીએ સોમવારે કહ્યું કે આ એક્ટને હટાવવો આપણા સૈનિકોને વધસ્તંભ પર ચઢાવવા સમાન છે.

પીએમ મોદીએ કહ્યું કે, જમ્મુ-કાશ્મીરમાં સુરક્ષા દળોને સુરક્ષિત રાખવા અને તેના મનોબળને ટકાવી રાખવા માટે AFSPA જરૂરી છે. વડાપ્રધાને વધુમાં કહ્યું કે સરકાર પાસે તેના સુરક્ષા દળોને સુરક્ષિત રાખવાના પાવર હોવા જોઈએ. તો જ આપણી પાસે લડવા માટે જુસ્સો હશે. જમ્મુ-કાશ્મીરમાંથી AFSPAને હટાવવું આપણા સૈનિકોને વધસ્તંભ પર ચઢાવવા સમાન છે. હું તેમની સાથે આવું નહીં થવા દઉં.

જમ્મુ-કાશ્મીરના અસરગ્રસ્ત વિસ્તારોમાં આ એક્ટની જરૂરિયાત પર ભાર મૂકતાં પીએમ મોદીએ કહ્યું કે, સરકારે એવું વાતાવરણ ઊભું કરવું જોઈએ જ્યાં AFSPAને હટાવતાં પહેલાં તે બિનજરૂરી રહી જાય. વડાપ્રધાને અરુણાચલ પ્રદેશનું ઉદાહરણ આપ્યું જ્યાં સરકારે એક્ટને આંશિક રીતે પાછો ખેંચી લીધો છે. તેમણે જણાવ્યું કે, પહેલા અમે કેટલાક જિલ્લાઓ (અરૂણાચલ)માંથી તેને પાછો ખેંચ્યો. ત્યારબાદ અમે અન્ય રાજ્યોમાંથી પણ પાછો ખેંચ્યો. વર્ષ 1980 પછી આ પ્રકારનું પગલું લેનારી અમારી પહેલી સરકાર છે. પણ અમે કાયદો અને વ્યવસ્થા કાયમ રાખી છે.

ગત સપ્તાહે જાહેર થયેલા કોંગ્રેસના ચૂંટણી ઢંઢેરામાં જમ્મુ-કાશ્મીરમાં AFSPAને હટાવવા અંગે પુન:વિચાર કરવાનો વાયદો કરવામાં આવ્યો છે, જેનો બીજેપી નેતાઓએ ઉગ્રપણે વખોડી રહ્યા છે. કોંગ્રેસનો ચૂંટણી ઢંઢેરો જાહેર થયાં બાદ નાણા મંત્રી અરુણ જેટલીએ નિવેદન આપ્યું કે, કોંગ્રેસનું વિઝન ડોક્યુમેન્ટ 'ખતરનાક વિચાર' છે જેનાથી દેશના ટુકડે-ટુકડા થઈ જશે. જેટલીએ વધુમાં કહ્યું કે, કોંગ્રેસનો ચૂંટણી ઢંઢેરો ટુકડા-ટુકડા ગેંગ દ્વારા તૈયાર કરવામાં આવ્યો છે.

પીએમ મોદીએ પણ આ મુદ્દે આવા જ પ્રકારનો વ્યૂહ વ્યક્ત કરતાં કહ્યું કે, કોંગ્રેસનો ચૂંટણી ઢંઢેરો 'સોફ્ટ ઓન ટેરર' (આતંક સામે કૂણું વલણ) છે. આપણે આતંકવાદના નાશને લઈ મધ્યમાં ઊભા છીએ. આતંકવાદીઓ નૈતિક બળ ગુમાવી ચૂક્યા છે અને તેમની સામે આપણે મનોવૈજ્ઞાનિક યુદ્ધ જીતી રહ્યા છીએ.

કોંગ્રેસનો ભારતીય સેનાને લઈ કરવામાં આવેલા નિવેદનને પાકિસ્તાન સાથે તુલના કરતાં પીએમ મોદીએ જણાવ્યું કે, કોઈ દેશભક્ત આ ભાષાને સહન ન કરી શકે. તેમનો મેનિફેસ્ટો AFSPA (જમ્મુ-કાશ્મીરમાંથી) હટાવવાની વાત કહી રહ્યો છે. તેનાથી સૈનિકોના હાથમાંથી હથિયાર છીનવવાનો પ્રયાસ છે.

AFSPA સેનાને વિશેષ અધિકાર આપે છે જે હેઠળ તે વોરન્ટ વગર કોઈની પણ ધરપકડ કરી શકે છે, કાયદો-વ્યવસ્થાની વિરુદ્ધ કામ કરનારાઓ પર ગોળી ચલાવી શકે છે કે બળપ્રયોગ કરી શકે છે. તે હેઠળ સૈનિકોને કાયદાકીય રીતે ઇમ્યૂનિટી મળેલી છે.

આર્ટિકલ 370 અને 35A અંગે આપની પાર્ટીનો શું મત છે?

પીએમ કહ્યુ કે કાશ્મીરની સમસ્યા ખૂબ જ જૂની છે. જ્યાં સુધી 370 અને 35A કલમ હટાવવામાં નહીં આવે ત્યાં વિકાસ કરવો મુશ્કેલ છે. પહેલાની સરકારે જમ્મુ-કાશ્મીરની સમસ્યા અંગે આંખ આડા કાન કર્યાં હતા, પરંતુ હવે સમય આવી ગયો છે કે તેનો કોઈ કાયમી ઉકેલ લાવવામાં આવે.

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું કે, જમ્મુ-કાશ્મીરમાંથી એકથી એક ટોપર્સ બહાર આવી રહ્યા છે. આજે હિન્દુસ્તાનની ટોચની યુનિવર્સિટીઓમાં કોઈને કોઈ કાશ્મીરી અભ્યાસ કરે છે. ત્યાં વિકાસ માટે બજેટમાં ક્યારેય ઉણપ નથી આવી. એવામાં કાશ્મીરને લઈને ફક્ત જોવાની દ્રષ્ટી બદલવાની જરૂર છે.

પીએમ મોદીએ ઉદાહરણ આપતા જણાવ્યુ કે, ત્યાં તમે આઈઆઈએમ બનાવો પરંતુ કોઈ પ્રોફેસર જવા માટે તૈયાર નથી. કારણ કે પ્રોફેસર અહીં જશે તો તેના બાળકોને એડમિશન લેવા અંગે કાયદો નડશે. તેને મકાન જોઈતું હશે તે કાયદો નડશે. આ કાયદાને કારણે જમ્મુ-કાશ્મીરના લોકોને ખૂબ નુક્સાન થયું છે. પંડિત જવાહરલાલ નેહરુ જમ્મુ-કાશ્મીરના વિકાસ માટે અમુક એવા નિયમ બનાવીને ગયા છે, જે ખૂબ સમસ્યા ઉભી કરી રહ્યા છે. તેમણે એક વખત વિચાર કરવાની જરૂર હતી.

મોદીએ કાશ્મીરની સમસ્યા માટે ત્યાંના અમુક રાજનીતિક પરિવારોને દોષી ગણાવ્યા હતા. તેમણે કહ્યું કે, ત્યાંની સમસ્યા કાશ્મીરના મૂળમાં બેસેલા અમુક રાજનીતિક પરિવાર છે. આટલા વર્ષો સુધી આ જ પરિવારોએ મલાઈ ખાધી છે. આ પરિવારો કાશ્મીરના સામાન્ય લોકોને કોઈ પણ ફાયદો પહોંચવા દેતા નથી. આ લોકો રાજકીય મુદ્દાઓને લોકોની ભાવનાઓ સાથે જોડીને શાસન કરતા રહ્યાં છે. ઘાટીના લોકો આવા લોકોથી મુક્તિ ઇચ્છી રહ્યા છે જેમના પરિવારોએ અહીં 50 વર્ષથી કબજો જમાવી રાખ્યો છે. આથી હવે કાશ્મીરના લોકો જ પરિવર્તન ઈચ્છી રહ્યા છે, પછી તે આર્ટિક 35Aનો મામલો હોય કે પછી આર્ટિકલ 370નો.

બાલાકોટ એર સ્ટ્રાઇકને લઈ થઈ રહેલા રાજકારણ વિશે શું કહેશો?

ભારતીય વાયુસેનાએ પાકિસ્તાનના બાલાકોટ સ્થિત આતંકી છાવણીઓ પર કરેલી એર સ્ટ્રાઇક અંગે પુરાવા માંગનાર લોકોને નરેન્દ્ર મોદીએ સીધો જવાબ આપ્યો. પીએમ મોદીએ કહ્યુ કે પાકિસ્તાન તરફથી સવારે 5 વાગ્યે હાંફળાંફાંફળાં થઈને કરવામાં આવેલું ટ્વિટ જ ભારતીય સૈન્યનું પરાક્રમ બતાવે છે.

બાલાકોટમાં આતંકી ઠેકાણાઓ નષ્ટ થયા, શું સરકાર પાસે કોઈ પુરાવા છે? શું યોગ્ય સમયે તમે આ પુરાવના દેશ સમક્ષ મૂકશો? એવો દાવો કરવામાં આવ્યો કે ત્યાં 250 આતંકીઓ માર્યા ગયા, ખુદ બીજેપીના અધ્યક્ષ અમિત શાહે આવી વાત કરી હતી. આ સવાલનો જવાબ આપતા નરેન્દ્ર મોદીએ કહ્યુ કે, -

જ્યાં સુધી પુરાવાનો સવાલ છે ત્યાં સુધી પાકિસ્તાન પોતે જ એક પુરાવો છે. એવું શું કારણ છે કે પાકિસ્તાને વહેલી સવારે પાંચ વાગ્યે ટ્વિટ કર્યું અમારી સાથે આ શું કર્યું છે. અમે તો ચૂપ હતા પરંતુ પાકિસ્તાને આવું કેમ કહેવું પડ્યું. તે પોતે જ એક પુરાવો છે. એવું તો નથી કે ભારત સરકાર પહેલા જઈને બોલી હોય અથવા આપણી સેનાના લોકોએ પહેલા કંઈ કહ્યું હોય.

પીએમ મોદીએ વિપક્ષ અને કોંગ્રેસ પર સીધો જ હુમલો કરતા કહ્યુ કે, આ પહેલા અનેક યુદ્ધ થયા છે. શું કોઈએ આ પ્રકારની ભાષાનો ઉપયોગ કર્યો છે. ક્યારેક નથી કર્યો. અનેક પગલાં લેવાયા, ક્યારેય કોઈએ આવી ભાષાનો ઉપયોગ નથી કર્યો. પરંતુ સત્તા માટે તલપાપડ બનેલી કોંગ્રેસ પાર્ટી મર્યાદા ચુકી ગઈ છે અને આ પ્રકારની ભાષા બોલે છે.

પીએમ મોદીએ દેશના સૈન્યના પરાક્રમ પર વિશ્વાસ વ્યક્ત કરતા કહ્યું કે, "જ્યારે તમે એક દુશ્મન સામે લડાઈ લડી રહ્યા છો ત્યારે આવી ભાષાથી દુશ્મનને બળ મળે છે. દેશને ગુમરાહ કરે છે. દેશના જવાનોનું મનોબળ તોડે છે. આવા સમયે આખે દેશે એક સૂરમાં જ વાત કરવી જોઈએ, આપણને આપણા વીર જવાનો પર ગર્વ હોવો જોઈએ. તેમના પરાક્રમનું અભિમાન લેવું જોઈએ."

કેવી રીતે લીધો હતો એર સ્ટ્રાઇક કરવાનો નિર્ણય?

આ સવાલના જવાબમાં મોદીએ જણાવ્યું કે, તેમણે પ્રથમ દિવસે જ કહ્યું હતું કે આતંકવાદીઓ અને પાકિસ્તાને મોટી ભૂલ કરી છે. મારી બોડી લેગ્વેજ અને મારી ભાષાથી અંદાજ લગાવી શકાતો હતો કે મારી અંદર શું ચાલી રહ્યું હતું.

પીએમ મોદીએ જણાવ્યું કે, તેઓ ઉતાવળે કોઈ નિર્ણય લેવા માંગતા ન હતા તેમજ કોઈ ટૂંકો રસ્તો અપનાવવા પણ માંગતા ન હતા. આથી જ મેં સેના, સુરક્ષાબળો અને વિવિધ અધિકારીઓ સાથે ચર્ચા વિચારણા કરીને ધીમે ધીમે આ પ્લાનને આગળ વધાર્યો હતો.

મોદીએ કહ્યું કે, "આપણી સેનાએ પુલવામાં હુમલો કરનાર લોકોને અહીં જ ઠાર કર્યા હતા, આ મોટું કામ હતું, પરંતુ આનાથી મને સંતોષ ન હતો. જ્યાં આતંકવાદીઓનો ઉછેર થઈ રહ્યો છે ત્યાં આપણે કોઈ કાર્યવાહી ન કરીએ તો એ લોકો સુધરે નહીં. 26/11નો અનુભવ કહો કે સંસદ પર હુમલો, તમામ ઘટનાઓ બાદ પાકિસ્તાન એવું માનીને બેઠું હતું કે ભારત કંઈ કરવાનું નથી. આ માટે જ તેમની હિંમત વધતી ગઈ હતી. ઉરી હુમલો થયો હતો ત્યારે આપણે સર્જિકલ સ્ટ્રાઇક કરી હતી. આ વખતે અમને લાગ્યું કે સર્જિકલ સ્ટ્રાઇક કરવી બરાબર નહીં રહે. અમને લાગ્યું કે એર સ્ટ્રાઇકન યોગ્ય રહેશે. અમે ખૂબ સાવધાનીપૂર્વક એર સ્ટ્રાઇક કરી હતી. અમે બધા લોકોને વિશ્વાસમાં લઈને કામ કર્યું હતું."

લોકસભા ચૂંટણી પછી કોઈ બીજી પાર્ટી સાથે પણ કરાશે ગઠબંધન?

પીએમ નરેન્દ્ર મોદીએ કહ્યું છે કે લોકસભા ચૂંટણી પછી તેની પાર્ટી અને એનડીએને કોઈ બહારથી સમર્થન લેવાની જરુર પડશે નહીં. જોકે તેમણે કહ્યું હતું કે કોઇપણ દળને અમારો (બીજેપી) ગમે તેવો વિરોધ કેમ ન હોય, તે તેમને સાથે લઈને ચાલશે. કારણ કે અમારો દેશને આગળ વધારવો જ એકમાત્ર લક્ષ્ય છે.

લોકસભા ચૂંટણી પછી તેલંગાણા અને આંધ્ર પ્રદેશમાં બીજેપી કે એનડીએનું કેસીઆર કે જગનમોહન રેડ્ડી સાથે કોઈ ગઠબંધન થઈ શકે છે. શું ચૂંટણી પછી આવી કોઈ સંભાવના બની શકે છે. આ સવાલ પર પ્રધાનમંત્રી મોદીએ કહ્યું હતું કે ભારતીય જનતા પાર્ટી પૂર્ણ બહુમતથી જીતશે. પહેલાથી વધારે સીટો આવશે. એનડીએ એક વધારાની તાકાત અમારી પાસે છે. તેમની સીટો પણ વધવાની છે. દેશમાં સરકાર બનાવવા માટે ગત વખત કરતા પણ અમે સારી સ્થિતિમાં છીએ. જેથી સરકાર બનાવવામાં અમને કોઈને મદદની જરુર પડશે નહીં. જોકે અમારો ઉદ્દેશ્ય ફક્ત સરકાર બનાવવાનો નથી. અમારો ઉદ્દેશ્ય દેશ ચલાવાનો છે, દેશને આગળ વધારવાનો છે. જ્યારે દેશ ચલાવવાનો અને દેશને આગળ વધારવાનો નિર્ણય બહુમતના આધારે નહીં પણ સર્વમતના આધારે હોય છે.

પીએમ મોદીએ કહ્યું હતું કે અમારો (બીજેપી) સૈદ્ધાંતિક મત છે કે ચૂંટણીમાં (બીજી પાર્ટીનો) એક સાસંદ પણ જીતશે તો પણ અમે તેને સાથે લઈને ચાલીશું. કોઈપણ દળ અમારો કેટલું પણ વિરોધી કેમ ન હોચ, ઘોર વિરોધી કેમ ન હોય, તેને પણ અમે સાથે લઈને ચાલીશું કારણ કે દેશને આગળ વધારવાનો અમારો લક્ષ્ય છે.

અડવાણીજીએ બ્લોગ લખી કહ્યું હતું કે વિરોધીઓને દેશ વિરોધી ન માનવા જોઈએ, આપનું શું માનવું છે?

પીએમ મોદીએ કહ્યું કે બીજેપીના સિનિયર નેતા લાલકૃષ્ણ અડવાણીએ યોગ્ય જ કહ્યું હતું કે પાર્ટીના રાજકીય વિરોધીઓ દેશ વિરોધી ન માનવા જોઈએ. પીએમ મોદીએ કહ્યું કે, બીજેપીના જ સિદ્ધાંતોનું અડવાણીજીએ પુનરાવર્તન કર્યું છે. હું અને બીજેપીનો દરેક કાર્યકર્તા આ જ કહે છે. રાષ્ટ્રવાદના સંદર્ભમાં પણ અમારી આ ભૂમિકા છે. વિપક્ષી પાર્ટીઓ આ મર્યાદાઓને તોડે છે. આપને યાદ છે કે કોંગ્રેસના એક નેતાએ અટલ બિહારી વાજપેયીજીને ગદ્દાર અને દેશદ્રોહી કહ્યા હતા. તેથી અડવાણીજીની વાત બિલકુલ યોગ્ય છે કે આ પ્રકારની ભાષાનો સ્વીકાર ન કરવો જોઈએ.

રાફેલ ડીલને લઈ રાહુલ ગાંધી આપની સરકાર પર સતત હુમલાઓ કરી રહ્યા છે, તેના વિશે શું કહેશો?

પીએમ મોદીએ કહ્યુ કે રાફેલ અંગે વિપક્ષ પાસે કોઈ આધાર નથી. તેમણે રાહુલ ગાંધીનું નામ લીધા વગર કહ્યુ કે રાફેલનો મુદ્દો એ માટે ચગાવવામાં આવી રહ્યો છે જેનાથી બોફોર્સના જે 'દાગ' પિતાજી પર લાગ્યા છે તેને ધોઈ શકાય. કોંગ્રેસની સરકારનું પતન રક્ષા સોદાને કારણે થયું હતું, આથી જ તેઓ બીજી સરકારને રક્ષા સોદામાં ફસાવવાનો પ્રયાસ કરી રહી છે.

પીએમ મોદીએ કહ્યુ કે વિપક્ષ એક જ અસત્યને વારે વારે બોલી રહ્યું છે. પહેલા તો વિપક્ષી દલો પણ તેની સાથે જોડાયેલા ન હતા. પછી એક વ્યક્તિ વારેવારે અસત્ય બોલતો ગયો અને દરેક જગ્યાએ તેને લતાડ લાગતી રહી. સુપ્રીમ કોર્ટમાં પણ તેમણે સાંભળવું પડ્યું હતું. કેગ જેવી સંસ્થા સામે પણ તેમને મ્હાત મળી હતી. ત્યાં સુધી કે અમુક પત્રકારોએ પણ સવાલ ઉઠાવ્યો હતો કે બોફોર્સ કાંડમાં તો ભ્રષ્ટાચારને પુરવા મળ્યા હતા, પરંતુ અહીં કયા આધારે તમે બોલી રહ્યા છો, આવું કેટલા દિવસ ચાલશે? તેમના સલાહકારોએ પણ તેમને કહ્યુ કે રાફેલના મુદ્દે ચૂંટણી નહીં જીતી શકાય આથી આ મુદ્દો છોડી દો, પરંતુ પોતાના પિતાજી પર લાગેલા બોફોર્સના પાપને ધોવાની ફિરાકમાં તેઓ આવું કરતા રહ્યા છે.

પીએમ મોદીએ કહ્યુ કે અટલ બિહારી વાજપેયીની સરકારમાં જ્યોર્જ ફર્નાન્ડિસને પણ કોઈ સોદામાં ફસાવવાનો પ્રયાસ થયો હતો, પરંતુ યુપીએ સરકારમાં એ સત્ય સામે આવી ગયું કે આવો કોઈ ગોટાળો થયો ન હતો. હજી પણ તેઓ આવું જ કરી રહ્યા હોવાથી આ મુદ્દો નથી ચાલી રહ્યો.

વડાપ્રધાન મોદીએ કહ્યું કે વિપક્ષના જ એક નેતાનું કહેવું છે કે નરેન્દ્ર મોદી પર ભ્રષ્ટાચારનો એક પણ આરોપ નથી. આ માટે તેઓ લાખો પ્રયાસો કરી જુએ પરંતુ ભારતના લોકો અસત્યનો સ્વીકાર નથી કરતા. ભારતના લોકો સમજુ છે.

"હું છું ચોકીદાર" સાથે જોડાયેલા એક પ્રશ્નના જવાબમાં વડાપ્રધાન મોદીએ કહ્યુ કે, 2013-14નો ચૂંટણી પ્રચાર કરી રહ્યો હતો ત્યારે મેં લોકોને કહ્યું હતું કે તમે મને ચોકીદારીનું કામ આપો. હું ભારતના ખજાના પર 'પંજો' નહીં પડવા દઉં. આજે પણ હું કહું છું કે હું ચોકીદાર છું અને હું લોકોના ખજાના પર કોઈ 'પંજો' નહીં પડવા દઉં. કોઈ ખોટું કરે છે તો કાયદો વધારે કડક કરવાના દિશામાં કામ કરી રહ્યો છું, પગલાં ભરી રહ્યો છું."

શું ન્યાય સ્કીમ કોંગ્રેસ માટે ગેમ ચેન્જર સાબિત થઈ શકે છે?

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કોંગ્રેસની 'ન્યાય યોજના'ને 60 વર્ષની સત્તા દરમિયાન કરવામાં આવેલા અન્યાયોનું કબૂલનામું કરાર કર્યું છે. પીએમે કહ્યું કે, 'તેમનો જે મુખ્ય મંત્ર છે તે છે, 'અબ હોગા ન્યાય', તેનો અર્થ એ થયો કે તેઓ એવું સ્વીકારે છે કે 60 વર્ષના શાસનકાળમાં તેઓએ અન્યાય કર્યો.'

પીએમ મોદીએ તેની સાથે જ કોંગ્રેસ પર પ્રહાર કરતાં કહ્યું કે, જ્યારે તેઓ ન્યાયની વાત કરે છે તો 1984ના તોફાનોના પીડિત શીખોની સાથે જુલમ થયો, તે પણ ન્યાય માંગી રહ્યા છે, શું તેઓ તેમને ન્યાય આપશે. ટ્રિપલ તલાકથી પીડિત બહેનો પણ ન્યાય માંગી રહી છે, શું કોંગ્રેસની આ સ્કીમ તેમને ન્યાય આપશે? છત્તીસગઢ, રાજસ્થાન અને મધ્ય પ્રદેશના જે ખેડૂતોને લોન માફીનો વાયદો કર્યો હતો, તે ખેડૂત ન્યાય માંગી રહ્યા છે કે તમે તો 10 દિવસ કહ્યું હતું 100 દિવસ થઈ ગયા, ન્યાય ક્યારે મળશે. ભોપાલના ગેસ પીડિત ન્યાય માંગી રહ્યા છે કે કેમ તમે ગુનેગારોને વિદેશ જવા માટે પ્લેનની વ્યવસ્થા કરી દીધી હતી, તેઓ ન્યાય માંગી રહ્યા છે.

વડાપ્રધાને કહ્યુ, "આની સાથે જ દેશના પ્રતિષ્ઠિત વૈજ્ઞાનિક નંબી નારાયણ ન્યાય માંગી રહ્યા છે, જેમને ખોટા કેસમાં ફસાવીને કોંગ્રેસની સરકારે જેલમાં નાખી દીધા છે. હવે કોંગ્રેસ તેમને ન્યાય આપશે? સમજૌતા કેસ સાથે જોડાયેલા ખોટા કેસમાં જેલમાં ધકેલી દેવામાં આવેલા લોકો ન્યાય માંગે છે."

પીએમ મોદીએ સાથે જણાવ્યું કે, સમજૌતા કેસમાં કોંગ્રેસે હિન્દુ સાથે આતંકવાદનો શબ્દો જોડી દીધો હતો, દેશના હિન્દુ ન્યાય માંગી રહ્યા છે કે તેમને આતંકવાદી કેમ કહ્યા. નરસિમ્હા રાવે કોંગ્રેસ માટે જીવન આપી દીધું, પરંતુ તેમના મૃતદેહને કોંગ્રેસે કાર્યલયમાં ન પ્રવેશવા દીધો, નરસિમ્હા રાવની આત્મા ન્યાય માંગી રહી છે.

વડાપ્રધાન મોદીએ કહ્યુ, "દેશના મહાનપુરુષ બાબા સાહેબ આંબેડકર, શુભાષચંદ્ર બોઝ, સરદાર વલ્લભભાઈ પટેલ પણ ન્યાય માંગી રહ્યા છે કે ઇતિહાસમાં તેમને યોગ્ય સ્થાન ન મળ્યું. તેમને દર વખતે નીચા બતાવવાના પ્રયાસો કેમ થયા. દેશના દરેક ખૂણામાંથી ન્યાય માટેનો અવાજ સંભળાય રહ્યો છે, હું નથી માનતો કે કોંગ્રેસ તેમને ન્યાય અપાવી શકશે."

છેલ્લા પાંચ વર્ષમાં ભ્રષ્ટાચાર સામે લાલ આંખ કરી છે તો આ બાબતે શું કહેશો?

મોદીએ જણાવ્યું કે, "મેં ભ્રષ્ટાચાર સામે લાલ આંખ નથી કરી પરંતુ આપણા તમામ માટે કૌભાંડ કે ભ્રષ્ટાચાર એક મોટી સમસ્યા છે. જરા ભોપાલમાં જે થયું તેના પર નજર કરો. 'ભ્રષ્ટનાથ' કંઈ પણ કહી શકે છે પરંતુ તેનો કોઈ મતલબ નથી. કૌભાંડો અને ભ્રષ્ટાચાર સામે કડક હાથે કાર્યવાહી થવી જોઈએ. જે વસ્તુને કોલ્ડ સ્ટોરેજમાં મૂકી દેવામાં આવી હતી તેના વિશે અમે વિચાર્યું કે આને બહાર લાવવી જોઈએ અને કાયદા પ્રમાણે જેમની પાસેથી વસૂલાત બાકી છે તે થવા દેવી જોઈએ."

મોદીએ વધુમાં જણાવ્યું કે, "હવે જ્યારે આ વાત સામે આવી છે ત્યારે જે વ્યક્તિએ આવું કર્યું છે તે પણ સામે આવવું જોઈએ. એ લોકોએ કંઈક ખોટું કર્યું છે, આથી જ તેઓ જામીન માંગી રહ્યા છે."

માયાવતીએ મુસલમાનોને કહ્યું છે કે બીજેપીને વોટ ન આપશો તેના વિશે આપનું શું કહેવું છે?

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું કે, સતત હારને કારણે માયાવતી હતાશ થઈ ગઈ છે. માયાવતી હવે એક ડૂબતી નૌકા છે, તે બચવા માટે મુસલમાનોનો સહારો શોધી રહી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યુ કે, સતત હાર બાદ આ પ્રકારની જ વાતો થાય છે. માયાવતીની મજબૂરી છે, જો તેણે કેમ પણ કરીને બચવું હશે તો આમ-તેમ કરીને વોટ માંગતી રહેશે.

પીએમ મોદીએ કથિત સેક્યુલર લોકો પર ખૂબ ગુસ્સો કાઢ્યો હતો. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું કે, "મારી ચિંતા દેશમાં 24 કલાક સેક્યુલરનો ઝંડો લઈને ફરતા લોકોને લઈને છે. તેમના મોઢાં પર તાળું કેમ લાગી ગયું છે? જો આવી જ વાત કોઈએ હિન્દુ સમાજ માટે કહી હોત તો દેશમાં ન જાણે શું થઈ ગયું હોત. એવોર્ડ પરત કરનારા કેટલા નીકળી પડતા? કેટલા હસ્તાક્ષર અભિયાન શરૂ થઈ જતા?" પીએમ મોદીએ કહ્યુ કે હવે આ જમાત ચૂપ કેમ છે? તેમણે કહ્યું કે આ જમાત દેશ માટે ચિંતાનો વિષય છે. આવી જમાતને ખુલ્લી પાડવાની જરૂર છે. આ જમાત આ પ્રકારની સિલેક્ટિવ કેમ છે? શું તેનાથી તેમના સેક્યુલારિઝમને કોઈ નુક્સાન નથી થતું? શું આ તેમના સેક્યુલારિઝમને આગળ વધારવાની ચીઝ હતી? આ માટે જ સૌથી મોટો ખતરો નકાબ પહેરનારા લોકોથી છે.

લોકસભા ચૂંટણી પછી કોઈ બીજી પાર્ટી સાથે પણ કરાશે ગઠબંધન?

પીએમ મોદીએ કહ્યું છે કે લોકસભા ચૂંટણી પછી તેની પાર્ટી અને એનડીએને કોઈ બહારથી સમર્થન લેવાની જરુર પડશે નહીં. જોકે તેમણે કહ્યું હતું કે કોઇપણ દળને અમારો (બીજેપી) ગમે તેવો વિરોધ કેમ ન હોય, તે તેમને સાથે લઈને ચાલશે. કારણ કે અમારો દેશને આગળ વધારવો જ એકમાત્ર લક્ષ્ય છે.

લોકસભા ચૂંટણી પછી તેલંગાણા અને આંધ્ર પ્રદેશમાં બીજેપી કે એનડીએનું કેસીઆર કે જગનમોહન રેડ્ડી સાથે કોઈ ગઠબંધન થઈ શકે છે. શું ચૂંટણી પછી આવી કોઈ સંભાવના બની શકે છે. આ સવાલ પર મોદીએ કહ્યું હતું કે ભારતીય જનતા પાર્ટી પૂર્ણ બહુમતથી જીતશે. પહેલાથી વધારે સીટો આવશે. એનડીએ એક વધારાની તાકાત અમારી પાસે છે. તેમની સીટો પણ વધવાની છે. દેશમાં સરકાર બનાવવા માટે ગત વખત કરતા પણ અમે સારી સ્થિતિમાં છીએ. જેથી સરકાર બનાવવામાં અમને કોઈને મદદની જરુર પડશે નહીં. જોકે અમારો ઉદ્દેશ્ય ફક્ત સરકાર બનાવવાનો નથી. અમારો ઉદ્દેશ્ય દેશ ચલાવાનો છે, દેશને આગળ વધારવાનો છે. જ્યારે દેશ ચલાવવાનો અને દેશને આગળ વધારવાનો નિર્ણય બહુમતના આધારે નહીં પણ સર્વમતના આધારે હોય છે.

પીએમ મોદીએ કહ્યું હતું કે અમારો (બીજેપી) સૈદ્ધાંતિક મત છે કે ચૂંટણીમાં (બીજી પાર્ટીનો) એક સાસંદ પણ જીતશે તો પણ અમે તેને સાથે લઈને ચાલીશું. કોઈપણ દળ અમારો કેટલું પણ વિરોધી કેમ ન હોચ, ઘોર વિરોધી કેમ ન હોય, તેને પણ અમે સાથે લઈને ચાલીશું કારણ કે દેશને આગળ વધારવાનો અમારો લક્ષ્ય છે.
First published: April 10, 2019, 9:14 AM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading