PM મોદી આજે વારાણસીને આપશે કરોડોની દિવાળી ગિફ્ટ, 37 પ્રોજેક્ટસનું કરશે ઉદ્ઘાટન

વડાપ્રધાન નરેન્દ્ર મોદીની ફાઇલ તસવીર

વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે વારાણસીમાં અંદાજિત 614 કરોડ રૂપિયાના વિવિધ પ્રોજક્ટસનું લોકાર્પણ અને શિલાન્યાસ કરશે

  • Share this:
    નવી દિલ્હીઃ વડાપ્રધાન નરેન્દ્ર મોદી (PM Narendra Modi) સોમવારે ઉત્તર પ્રદેશ (Uttar Pradesh)ના વારાણસી (Varanasi)માં કૃષિ, પર્યટન અને માળખાકિય સુવિધાઓ સંબંધિત અનેક વિકાસ પરિયોજનાઓનું ઉદ્ઘાટન અને શિલાન્યાસ કરશે. વડાપ્રધાન કાર્યાલય (PMO)એ એક નિવેદનમાં જણાવ્યું કે આ પરિયોજનાઓનો કુલ અંદાજિત ખર્ચ 614 કરોડ રૂપિયા છે. PM મોદીએ ટ્વીટ કર્યું કે, વારાણસીની વિકાસ યાત્રામાં એક મહત્વ્પપૂર્ણ અધ્યાય જોડાશે. સવારે 10.30 વાગ્યે વીડિયો કોન્ફરન્સિંગના માધ્યમથી અનેક પરિયોજનાઓનું ઉદ્ઘાટન અને શિલાન્યાસ કરીશ. તેમાં કૃષિ તથા પર્યટનની સાથે માળખાકિય સુવિધાઓ સંબંધિત અનેક પરિયોજનાઓ પણ સામેલ છે.

    વડાપ્રધાન કાર્યાલયે નિવેદનમાં જણાવ્યું કે, વડાપ્રધાન આ કાર્યક્રમ દરમિયાન આ પરિયોજનાઓના લાભાર્થીઓ સાથે વાતચીત કરશે. આ પ્રસંગે ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ (UP CM Yogi Adityanath) પણ ઉપસ્થિત રહેશે. જે પરિયોજનાઓનું ઉદ્ઘાટન કરવામાં આવશે તેમાં સારનાથ લાઇટ એન્ડ સાઉન્ડ શો, લાલ બહાદુર શાસ્ત્રી હૉસ્પિટલ રામનગરનું અપગ્રેડશન, સીવરેજ સંબંધિત કાર્ય, માળખાકિય સુવિધાઓના સંરક્ષણ અને ગાયોનું સંરક્ષણ, બહુઉદ્દેશીય બીજ ભંડાર ગૃહ સામેલ છે. કાર્યક્રમ દરમિયાન વડાપ્રધાન અનેક પરિયોજનાઓનું શિલાન્યાસ પણ કરશે.

    આ પણ વાંચો, રાષ્ટ્રપ્રમુખ બન્યા બાદ હવે 5 લાખ ભારતીયોને અમેરિકાની નાગરિકતા આપી શકે છે જો બાઇડન

    આ પરિયોજનાઓનું થશે લોકાર્પણ

    આ પહેલા ઉત્તર પ્રદેશ સરકારના એક પ્રવક્તાએ રવિવારે જણાવ્યું કે વડાપ્રધાન સોમવારે 600 કરોડ રૂપિયાથી વધુના 30 વિકાસ પ્રોજેક્ટસનું શિલાન્યાસ તથા લોકાર્પણ કરશે. જે પરિયોજનાઓનું લોકાર્પણ થશે, તેમાં નગર વિકાસ વિભાગની ત્રણ પરિયોજનાઓ, પર્યટન વિભાગ અને લોક નિર્માણ વિભાગની બે-બે, ઉર્જા, ગૃહ, સ્વાસ્થ્ય તથા ચિકિત્સા, કૃષિ, ખેલ-કૂદ, સહકારિતા, મહિલા તથા બાળ વિકાસ, પંચાયતીરાજ વિભાગ અને ભારતીય ઉડ્ડયન વિભાગની એક-એક પરિયોજના સામેલ છે.

    આ પણ વાંચો, અમિત શાહ હવે નક્સલીઓનો ગાળિયો કસવા સક્રિય, આવતા વર્ષે 3 રાજ્યમાં સફાયાનું લક્ષ્ય

    આ ઉપરાંત વડાપ્રધાન મોદી નગર વિકાસની આઠ પરિયોજનાઓ, આવાસ તથા શહેરી નિયોજન, ગૃહ, લોક નિર્માણ, પર્યટન તથા સૂક્ષ્મ, લઘુ તથા મધ્યમ ઉદ્યોગના એક-એક પ્રોજેક્ટનું શિલાન્યાસ અને લોકાર્પણ કરશે.
    Published by:Mrunal Bhojak
    First published: