PM મોદીએ ઈમરાન ખાનને ફોન પર આપી શુભેચ્છા, કહ્યું-PAKમાં લોકતંત્રના મૂળીયા થશે મજબૂત

વડાપ્રધાન નરેન્દ્ર મોદી, ઈમરાન ખાન ફાઈલ ફોટો

  • Share this:
    નવી દિલ્હી: પાકિસ્તાનમાં થયેલ સામાન્ય ચૂંટણીમાં ક્રિકેટરથી રાજનેતા બનેલ ઈમરાન ખાનની પાકિસ્તાન તહરીક એ ઈન્સાફ પાર્ટી (પીટીઆઈ) સૌથી મોટી પાર્ટી બનીને સામે આવી છે. ઈમરાન ખાન 11 ઓગસ્ટના દિવસે પાકિસ્તાનના નવા વડાપ્રધાન તરીકે શપર ગ્રહણ કરશે. ઈમરાન ખાનની જીત પર ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ઈમરાન ખાનને શુભેચ્છા આપી છે.

    સોમવારેની સાંજે ફોન પર થયેલ વાતચીત દરમિયાન પીએમ મોદીએ ઈમરાન ખાનને શુભેચ્છા આપતા કહ્યું કે, આશા છે કે, પાકિસ્તાનમાં તેમના નેતૃત્વમાં લોકતંત્રના મૂળીયા વધારે મજબૂત થશે અને પાકિસ્તાન વિકાસના પંથ પર એક અલગ સ્થાન મેળવશે.

    જણાવી દઈએ કે પાકિસ્તાનમાં 25 જૂલાઈએ થયેલ સામાન્ય ચૂંટણીમાં તહરીક એ ઈન્સાફ 116 સીટો સાથે સૌથી મોટી પાર્ટી બની ગઈ છે. જોકે પીટીઆઈ પાસે હજું સુધી સરકાર બનાવવા માટે પૂરતી સીટો નથી. પાકિસ્તાનમાં સરકાર બનાવવા માટે કોઈપણ પાર્ટીને 172 સીટોની જરૂરત હોય છે. અહી 342 સીટોવાળી નેશનલ એસેમ્બલીમાં 272 સીટો પર સીધી ચૂંટણી થાય છે. જોકે ચૂંટાયેલા 272 સીટોમાં કોઈપણ પાર્ટીને સરકાર બનાવવા માટે 137 સીટોની જરૂરત પડે છે. સંસદમાં 60 સીટો મહિલાઓ માટે જ્યારે 10 લઘુમતી માટે અનામત છે.

    પીટીઆઈ પાસે હાલમાં 116 સીટો છે. પાર્ટીનું કહેવું છે કે, સરકાર બનાવવા માટે તેઓ નાની પાર્ટીઓ અને સ્વતંત્ર ધારાસભ્યોના સંપર્કમાં છે. ખૈબર પખ્તૂનખ્વામાં પાર્ટીના કાર્યકર્તાઓને સંબોધિત કરતાં ઈમરાન ખાને કહ્યું કે, 11 ઓગસ્ટે વડાપ્રધાન પદની શપથ લેશે.
    Published by:Mujahid Tunvar
    First published: