Independence Day: વડાપ્રધાન મોદીએ કહ્યું, ભારતમાં FDIએ અત્યાર સુધીના તમામ રેકોર્ડ તોડી દીધા

Independence Day: વડાપ્રધાન મોદીએ કહ્યું, ભારતમાં FDIએ અત્યાર સુધીના તમામ રેકોર્ડ તોડી દીધા
મહામારી દરમિયાન ભારતમાં 22 અરબ ડોલરનું વિદેશી રોકાણ આવ્યું છે.

મહામારી દરમિયાન ભારતમાં 22 અરબ ડોલરનું વિદેશી રોકાણ આવ્યું છે.

  • Share this:
    નવી દિલ્હી : વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ (Narendra Modi) લાલ કિલ્લા (Red Fort) પરથી પોતાના સંબોધનમાં કહ્યું કે, ગત વર્ષે ભારતમાં FDIએ અત્યાર સુધીના તમામ રેકોર્ડ તોડી દીધા છે. ગત વર્ષે ભારતમાં FDI 18% વધ્યું. એટલા માટે કોરોના કાળમાં પણ દુનિયાની મોટી મોટી કંપનીઓ ભારત તરફ આવી રહી છે. આ વિશ્વાસ એમ જ ઊભો નથી થયો. આમ જ દુનિયા ભારત તરફ નથી વળી.આના માટે ભારતે તેની નીતિ અને લોકતંત્રની મજબૂતાઈ પર કામ કર્યું છે, ભારતે આ વિશ્વાસ ઊભો કર્યો છે. મહામારી દરમિયાન ભારતમાં 22 અરબ ડોલરનું વિદેશી રોકાણ આવ્યું છે. આનાથી આશરે 98 ટકા ઓટોમેટિક રૂટથી આવ્યું છે.

    નીતિ આયોગ સીઇઓ અમિતાભ કાંતે હાલમાં જ કહ્યું હતું કે, ભારતમાં એફડીઆઈ અંગે સૌથી વધુ ખુલ્લાપણુ છે. તેમણે કહ્યું કે, વિશ્વ વેપાર સુગમતા રેકિંગમાં ભારતે આશરે 79 પાયદાનની છલાંગ મારી છે. અમારી આશા છે કે, આ વર્ષે અમે ટોપ 50માં જગ્યા બનાવવામાં સફળ થઇશું અને આવતા વર્ષે આપણે ટોપ 3માં હોઇશું.



    આ પણ વાંચો- Independence Day 2020 Highlights: દુનિયાએ લદ્દાખમાં આપણા જવાનોની વીરતા જોઇ લીધી : PM મોદી

    ટોપ 10 એફડીઆઈ પ્રાપ્ત કરનારા દેશોમાં ભારત યુનાઇટેડ નેશન કોન્ફરન્સ ઓન ટ્રેડ એન્ડ ડેવલોપમેન્ટ પ્રમાણે, દક્ષિણ એશિયામાં ભારતીય અર્થવ્યવસ્થા સૌથી લચીલી અર્થવ્યવસ્થાનાં રૂપમાં આવી શકે છે. 2020માં વિદેશ નિવેશને આકર્ષિત કરવામાં સફળ થશે. જોકે, આ દરમિયાન વૈશ્વિક એફડીઆઈમાં ગિરાવટ નોંધાશે. 2019માં એફડીઆઈ પ્રાપ્ત કરનારી ટોપ કંપનીઓમાં ભારત 9માં ક્રમે હતું. 2018મા ભારતની રેંકિંગ 12મી હતી.

    આ પણ જુઓ- 

    ચીની કંપનીઓનાં રોકાણનાં પ્રતિબંધ - એક તરફ ભારતમાં સતત વિદેશી રોકાણ વધી રહ્યું છે. પરંતુ આ વચ્ચે ચીનથી આવનારા વિદેશી નિવેશ હાલ સ્કેનર પર છે. એપ્રિલમાં કેન્દ્ર સરકાર દ્વારા લાગુ કરાયેલા નિયમો અંતર્ગત જે દેશની ભારત સાથે બોર્ડર જોડાયેલી છે, તે દેશની કંપનીઓને ભારતમાં રોકાણ કરતા પહેલા કેન્દ્ર સરકાર પાસેથી મંજૂરી લેવાની રહેશે. આશરે 200 ચીની કંપનીઓ છે જે ગૃહ મંત્રાલય પાસેથી સિક્યોરિટી ક્લિયરન્સ મેળવવાની રાહ જોઇ રહી છે.

    આ પણ વાંચો- Independence Day 2020 : નેશનલ ડિજિટલ હેલ્થ મિશનની જાહેરાત, દરેક ભારતીયને અપાશે હેલ્થ આઈડી
    Published by:Kaushal Pancholi
    First published:August 15, 2020, 10:03 am

    ટૉપ ન્યૂઝ