પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ બચત અને વસ્તુઓની હરાજીથી મળેલા 103 કરોડ રૂપિયા દાન કર્યા

News18 Gujarati
Updated: September 3, 2020, 4:06 PM IST
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ બચત અને વસ્તુઓની હરાજીથી મળેલા 103 કરોડ રૂપિયા દાન કર્યા
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ બચત અને વસ્તુઓની હરાજીથી મળેલા 103 કરોડ રૂપિયા દાન કર્યા

શું તમે જાણો છે કે કોરોના સામેની લડાઇ માટે બનેલા પીએમ કેયર્સ ફંડ માટે સૌ પ્રથમ દાન પીએમ નરેન્દ્ર મોદીએ કર્યું હતું

  • Share this:
નવી દિલ્હી : શું તમે જાણો છે કે કોરોના સામેની લડાઇ માટે બનેલા પીએમ કેયર્સ ફંડ (PM CARES Fund)માટે સૌ પ્રથમ દાન પીએમ નરેન્દ્ર મોદીએ (Prime Minister of India Narendra Modi)કર્યું હતું. આ ફંડના ઓડિટેડ એકાઉન્ટમાં પ્રથમ દાન 2.25 લાખ રૂપિયાનું બતાવવામાં આવ્યું છે. આ દાન આપનારનું નામ નથી. સૂત્રોએ જણાવ્યું કે જ્યારે પીએમ કેયર્સ ફંડ બનાવવામાં આવ્યું હતું ત્યારે પીએમ મોદીએ સવા બે લાખ રૂપિયા દાન આપીને તેની શરૂઆત કરી હતી. પીએમ મોદીની અપીલના કારણે 31 માર્ચ 2020 સુધી પીએમ કેયર્સ ફંડમાં 31 અબજ રૂપિયા જમા થઈ ચૂક્યા છે. દેશભરમાં વેન્ટિલેટરથી લઈને કોવિડ હોસ્પિટલ નિર્માણમાં પૈસા આપવાનો સિલસિલો પણ શરૂ થઈ ગયો છે.

દાન આપવાના મામલે પીએમ મોદીનો જૂનો ઇતિહાસ છે. એક એવી પરંપરા તેમણે શરૂ કરી છે જે અંતર્ગત તે જનહિત માટે પોતાના પૈસા દાન કરતા રહ્યા છે. આ જનહિતનું કામ બાળકીઓની શિક્ષા, નમામી ગંગેથી લઈને શોષિત અને વંચિત સમાજ માટે દાન સાથે જોડાયેલ છે. ગુજરાતના મુખ્યમંત્રી રહેતા આ કામ શરૂ કરવાથી લઈને અત્યાર સુધી પીએમ મોદી પોતાની બચતથી 103 કરોડ રૂપિયા દાન કરી ચૂક્યા છે.

આ પણ વાંચો - PUBG મોબાઇલ ગેમ સહિત વધુ 118 ચાઇનીઝ એપ્લિકેશન પર પ્રતિબંધ, જુઓ યાદી

2019માં પીએમ મોદીએ પોતાના વ્યક્તિગત બચતથી 21 લાખ રૂપિયા કુંભ મેળામાં કામ કરતા સફાઇ કર્મચારીઓ માટે બનાવેલા ફંડમાં દાન કર્યા હતા. જ્યારે સિયોલ શાંતિ પુરુસ્કાર મળ્યો તો ત્યાં મળેલા 1.3 કરોડ રૂપિયા નમામી ગંગે કાર્યક્રમ માટે દાન કર્યા હતા. આ સિવાય પીએમ તરીકે તેમને મળેલા બધા મોમેન્ટોની હરાજી કરી 3.40 કરોડ રૂપિયા જમા થયા હતા. જે નમામી ગંગે ફંડમાં દાન કર્યા હતા. પીએમ મોદીને મળેલા ભેટની હરાજી 2015માં સુરતમાં થઈ હતી. જેમાં 8.35 કરોડ રૂપિયા જમા થયા હતા. જે પણ નમામી ગંગેમાં દાન દીધા હતા.

2014માં જ્યારે ગુજરાતના મુખ્યમંત્રીનું પદ છોડ્યું તો પોતાની સેલેરીમાંથી બચેલા 21 લાખ રૂપિયા ગુજરાત સરકારના કર્મચારીઓના પુત્રીઓની શિક્ષા માટે દાન કર્યા હતા. આ સિવાય મુખ્યમંત્રી તરીકે મળેલી ભેટની હરાજીમાંથી જમા થયેલા 89.96 કરોડ તેમણે કન્યા કેળવણી ફંડમાં દાન કર્યા હતા. આ યોજના અંતર્ગત દીકરીઓના શિક્ષા પર પૈસા ખર્ચ કરવામાં આવે છે.
Published by: Ashish Goyal
First published: September 3, 2020, 4:06 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading