કોરોના વાયરસની વિરુદ્ધ આજે જન આંદોલનની શરૂઆત કરશે PM મોદી

વડાપ્રધાન નરેન્દ્ર મોદી (ફાઇલ તસવીર)

સૌથી વધુ કોરોનાના કેસ ધરાવતા જિલ્લાઓમાં જાગૃતિ અભિયાનનું મુખ્ય ફોકસ રહેશે, આવી રીતે થશે અભિયાનનો અમલ

 • Share this:
  નવી દિલ્હીઃ વડાપ્રધાન નરેન્દ્ર મોદી (Narendra Modi) ગુરુવારે કોરોના વાયરસ (Coronavirus In India)ની વિરુદ્ધ એક જાગૃતતા અભિયાનની શરૂઆત કરશે. બુધવારે વડાપ્રધાન કાર્યાલય તરફથી આપવામાં આવેલી જાણકારી મુજબ પીએમ મોદી કોવિડ માટે જન આંદોલન નામના અભિયાનની શરૂઆત કરશે. આ અભિયાનની શરૂઆત આગામી તહેવારો અને દેશની અર્થવ્યવસ્થાને ધ્યાનમાં રાખીને કરવામાં આવી રહ્યું છે. આ અભિયાનનો ઉદ્દેશ્ય જન ભાગીદારીને પ્રોત્સાહિત કરવાનો છે. તે લોકોને માસ્ક પહેરવા, સોશિયલ ડિસ્ટન્સિંગનું પાલન, હાથની સ્વચ્છતા કાયમ રાખવાનો સંદેશ આપ્યો.

  આ જાગૃતિ અભિયાન વિશે કેન્દ્રીય મંત્રી પ્રકાશ જાવડેકરે જણાવ્યું કે, કોરોનાથી બચવાના એકમાત્ર હથિયાર માસ્ક પહેરવું, સામાજિક અંતરનું પાલન કરવું અને હાથ ધોવાનું છે. તેઓએ કહ્યું કે આ સિદ્ધાંતનું પાલન કરતાં જાહેર સ્થળો પર આ ઉપાયો વિશે જાગૃતતા વધારવાના અભિયાનને શરૂ કરવામાં આવશે.

  કેવી રીતે અભિયાનનો અમલ થશે?

  આ અભિયાન હેઠળ વધુ કોરોનાના કેસ ધરાવતા જિલ્લાઓમાં ટાર્ગેટેડ કોમ્યુનિકેશન થશે. તેની સાથે જ પ્રત્યેક નાગરિક સુધી પહોંચવા માટે સરળ અને સરળતાથી સમજી શકાય તેવા સંદેશા જાહેર કરવામાં આવશે.
  વડાપ્રધાન કાર્યાલયે જણાવ્યું કે તમામ મીડિયા પ્લેટફોર્મોનો ઉપયોગ કરીને સમગ્ર દેશમાં પ્રસાર થશે અને જાહેર સ્થળો પર બેનર અને પોસ્ટર લગાવાશે, ફ્રન્ટલાઇન વર્કર્સ અને સરકારી યોજનાઓના લાભાર્થીઓને આ અભિયાનમાં સામેલ કરવામાં આવશે.

  આ પણ વાંચો, ખતરનાક થઈ રહ્યો છે કોરોના! હૉસ્પિટલમાં દાખલ 5માંથી 4 દર્દીમાં જોવા મળ્યા માનસિક બીમારીના લક્ષણ

  જાણકારી આપવામાં આવી છે કે સરકારી પરિસરોમાં હોર્ડિંગ્સ/વોલ પેઇન્ટિંગ/ઇલેક્ટ્રોનિક ડિસ્પ્લે બોર્ડ (Electronic Display Board)ના માધ્યમથી કોરોનાની વિરુદ્ધ જાગૃતિ અભિયાન હાથ ધરવામાં આવશે. સાથોસાથ જાગૃતિ અભિયાનના સંદેશને દરેક ઘર સુધી પહોંચાડવા માટે સ્થાનિક અને રાષ્ટ્રીય પ્રભાવશાળી વ્યક્તિઓને સામેલ કરવામાં આવશે.

  આ પણ વાંચો, IPL 2020: દિનેશ કાર્તિકની આ ચાલ સામે ધોની ટકી ન શક્યો, ચેન્નઈને મળી શરમજનક હાર

  સાથોસાથ નિયમિત જાગૃતિ (Awareness) માટે મોબાઇલ વેન (Mobile Van) ચલાવવામાં આવશે અને ઓડિયો સંદેશ (Audio Messages), જાગૃતિ પર પેમ્ફલેટ/બ્રોશર પણ લોકોને આપવામાં આવશે. COVID સંદેશાઓને પ્રસારિત કરવા માટે સ્થાનિક કેબલ ઓપરેટરો (Local Cable Operators)ની મદદ લેવામાં આવશે અને અસરદાર પહોંચ માટે મીડિયા (Media)ને પણ આ આંદોલનમાં સામેલ કરવામાં આવશે.
  Published by:Mrunal Bhojak
  First published: