કોરોના વાયરસને સંકટમાં પીએમ મોદી સતત સોશિયલ ડિસ્ટન્સિંગનું પાલન કરવાની અપીલ કરતાં રહ્યા છે. પીએમ મોદી તરફથી મંત્ર આપવામાં આવ્યો છે કે જ્યાં સુધી દવા નહીં, ત્યાં સુધી તમામ તકેદારી રાખવી પડશે.
ઉલ્લેખનીય છે કે, દેશમાં હાલ તહેવારોનો સમય ચાલી રહ્યો છે અને આવનારા દિવસોમાં સતત તહેવારો જ તહેવારો છે, એવામાં સરકાર તરફથી ફરી એકવાર કડક પગલાં ભરવામાં આવી શકે છે.
હાલમાં ભલે કોરોનાના કેસોમાં ઘટાડો નોંધાયો છે, પરંતુ તહેવારોના કારણે બજારમાં ભીડ થઈ શકે છે એવામાં તકેદારીના ભાગ રૂપે સરકાર તરફથી સતત લોકોને અપીલ કરવામાં આવી રહી છે.
વડાપ્રધાન મોદી તરફથી અત્યાર સુધીમાં અનેકવાર રાષ્ટ્રને સંબોધન કરવામાં આવી ચૂક્યું છે, જેમાં જનતા કર્ફ્યૂ, 21 દિવસનું લૉકડાઉન, કોરોના વોરિયર્સ માટે દીપ પ્રગટાવવાની અપીલ સમયે પણ પીએમ મોદી રાષ્ટ્રને સંબોધિત કરી ચૂક્યા છે. આ ઉપરાંત વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કોરોના કાળની વચ્ચે અનેક વાર રાજ્યોના મુખ્યમંત્રીઓ સાથે ચર્ચા કરી છે. થોડા દિવસો પહેલા જ વડાપ્રધાને દેશમાં ચાલી રહેલા કોરોના વેક્સીનના ટ્રાયલ પર બેઠક કરી હતી. આ પણ વાંચો, Coronavirus: હવે મગજની નસોને નુકસાન પહોંચાડી રહ્યો છે કોરોના વાયરસ, AIIMSમાં સામે આવ્યો પહેલો કેસ
દેશમાં કોવિડ-19ના આંકડાની વાત કરીએ તો ત્રણ મહિનામાં પહેલી વાર કોરોનાના દૈનિક કેસોમાં સૌથી મોટો ઘટાડો નોંધાયો છે. જુલાઈ બાદ આવું પહેલીવાર થયું છે જ્યારે કોરોનાના 24 કલાકમાં નોંધાતા કેસ 47 હજરથી પણ ઓછા રિપોર્ટ થયા છે.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર