Home /News /national-international /PM મોદી સાંજે 5 વાગ્યે રાષ્ટ્રને સંબોધિત કરશે, કોરોનાની સ્થિતિ પર કરી શકે છે વાત

PM મોદી સાંજે 5 વાગ્યે રાષ્ટ્રને સંબોધિત કરશે, કોરોનાની સ્થિતિ પર કરી શકે છે વાત

વડાપ્રધાન નરેન્દ્ર મોદીની ફાઇલ તસવીર

PMOના ટ્વીટર એકાઉન્ટથી ટ્વીટ કરીને કહેવામાં આવ્યું છે કે- વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે એટલે કે 7 જૂને દેશને સંબોધિત કરશે

નવી દિલ્હી. વડાપ્રધાન નરેન્દ્ર મોદી દેશને પાંચ વાગ્યે સંબોધિત કરશે. આ બાબતની જાણકારી વડાપ્રધાન કાર્યાલય (PMO)એ આપી છે. PMOના ટ્વીટર એકાઉન્ટથી ટ્વીટ કરીને કહેવામાં આવ્યું છે કે- વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે એટલે કે 7 જૂને દેશને સંબોધિત (PM Address to Nation) કરશે.

માનવામાં આવી રહ્યું છે કે વડાપ્રધાન (PM Modi) દેશમાં કોરોના (Coronavirus)ની હાલની સ્થિતિને લઈને પોતાની વાત રજૂ કરી શકે છે. તેની સાથે જ તેઓ વેક્સીનેશન (Covid-19 Vaccination)ના સંબંધમાં પણ દેશને આહ્વાન કરી શકે છે. વડાપ્રધાન મોદીનું સંબોધન એવા સમયે થઈ રહ્યું છે જ્યારે દેશના અનેક રાજ્યોમાં અનલૉકની પ્રક્રિયા ધીમે-ધીમે ગતિ પકડી રહી છે. એવામાં વડાપ્રધાન લોકોને સામાજિક અંતરનું પાલન, માસ્ક પહેરવાની અગત્યતા અને વેક્સીનેશન વિશે વાત કરી શકે છે.

આ પણ વાંચો, કોરોનાની સારવાર માટે સ્વાસ્થ્ય મંત્રાલયની નવી ગાઇડલાઇન્સ, આવઇરમેક્ટિન સહિત અનેક દવાઓ બંધ

ઉલ્લેખીય છે કે, 62 દિવસ બાદ એક દિવસમાં નોંધાતા કોવિડ-19ના કેસોની સંખ્યા (Covid-19 New Cases) સૌથી ઓછી છે. આ ઉપરાંત મૃત્યુ પામનારા દર્દીઓની સંખ્યા (Covid Patient Deaths) પણ 45 દિવસ બાદ સૌથી ઓછી નોંધાઈ છે. 24 કલાકમાં મૃત્યુ પામનારા દર્દીઓની સંખ્યા 4 હજારથી ઓછી નોંધાઈ હોય એવો આ સળંગ 12મો દિવસ છે. આ ઉપરાંત 12 દિવસથી સતત બે લાખથી ઓછા કેસો નોંધાઈ રહ્યા છે. વિશેષમાં મહારાષ્ટ્રમાં 618, તમિલનાડુમાં 434 અને કર્ણાટકમાં 320 નવા કેસ નોંધાયા છે.

આ પણ વાંચો, Corona Vaccine: કોવેક્સીનની તુલનામાં કોવિશીલ્ડથી બની રહી છે વધુ એન્ટીબોડી, નવી સ્ટડીમાં દાવો


કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલય દ્વારા જાહેર કરવામાં આવેલા આંકડાઓ મુજબ, છેલ્લા 24 કલાકમાં દેશમાં 1,00,636 નવા (Corona Positive Cases) પોઝિટિવ કેસો નોંધાયા છે. આ ઉપરાંત કોવિડ-19 (COVID-19)ના કારણે 2427 દર્દીઓએ પોતાના જીવ ગુમાવ્યા છે. દેશમાં હવે કુલ સંક્રમિતોની સંખ્યા વધીને 2,89,09,975 થઈ ગઈ છે. બીજી તરફ, દેશમાં કુલ  23,13,22,417 લોકોને કોરોના વેક્સીન (Corona Vaccine)ના ડોઝ આપવામાં આવ્યા છે.
First published:

Tags: Coronavirus, COVID-19, Pandemic, નરેન્દ્ર મોદી, પીએમઓ, ભારત, મોદી સરકાર