PM મોદીએ કુંભના સફાઇકર્મીના પગ ધોયા, જુઓ વીડિયો

 • Share this:
  પ્રયાગરાજમાં યોજાઇ રહેલા કુંભ મેળામાં રવિવારે વડાપ્રધાન મોદીએ હાજરી આપી, PMએ પરંપરા પ્રમાણે ગંગા નદીમાં ડૂબકી લગાવી હતી ત્યારબાદ ગંગા મૈયાની પુજા કરી હતી. ત્યારબાદ વડાપ્રધાન મોદીએ કુંભ મેળામાં સફાઇકર્મીઓના પગ ધોયા અને તેમનું સમ્માન કર્યું હતું.

  ઉત્તરપ્રદેશના પ્રવાસે પહોંચેલા વડાપ્રધાન મોદીએ પ્રયાગરાજમાં યોજાઇ રહેલા કુંભ મેળામાં હાજરી આપી, અહીં મુખ્યમંત્રી યોગી આદિત્યનાદ પણ તેઓની સાથે હતા.સંગમ ત્રિવેણીમાં આસ્થાની ડૂબકી લગાવ્યા બાદ પીએમ મોદીએ પવિત્ર સંગમ મંત્રોચ્ચાર વચ્ચે પુજા અર્ચના કરી હતી.

  પુજા વિધિ બાદ વડાપ્રધાન મોદીએ કુંભમાં સફાઇ કરી રહેલા કર્મચારીઓના પીતળની થાળીમાં પગ ધોયા હતા અને કપડાથી પગ સાફ કર્યા હતા, ત્યારબાદ તેઓનું શાલ ઓઢાળી સમ્માન કર્યું હતું. મોદીએ પોતાના ટ્વીટર એકાઉન્ટ પર આ વીડિયો પોસ્ટ કર્યો હતો, જેમાં તેઓએ કહ્યું કે સ્વચ્છ કુંભમાં સફાઇ કામદારોનું મહત્વનું યોગદાન છે. દેશમાં સ્વચ્છત ભારત અભિયાન પૂર્ણ જોશમાં ચાલી રહ્યું છે.

  પીએમ મોદીના પ્રયાગરાજ કુંભ પ્રવાસને લઇને રાજકારણ શરૂ થઇ ગયું છે, કેટલાક લોકો આ પ્રવાસને લોકસભા ચૂંટણીની તૈયારીના ભાગ ગણાવી રહ્યાં છે, ઉલ્લેખનીય છે કે જવાહરલાલ નેહરુ બાદ કુંભ મેળામાં ડૂબકી લગાવનાર બીજા વડાપ્રધાન બન્યા છે.
  Published by:Sanjay Vaghela
  First published: