Home /News /national-international /Omicron Coronavirus: મુખ્યમંત્રીઓ સાથેની મિટિંગમાં PM મોદીએ કહ્યું- સતર્ક રહો, ભયનું વાતાવરણ ના બને તેનું પણ ધ્યાન રાખો

Omicron Coronavirus: મુખ્યમંત્રીઓ સાથેની મિટિંગમાં PM મોદીએ કહ્યું- સતર્ક રહો, ભયનું વાતાવરણ ના બને તેનું પણ ધ્યાન રાખો

મુખ્યમંત્રીઓ સાથે PM મોદીની બેઠક

Omicron Coronavirus Updates - પ્રધાનમંત્રીએ કહ્યું- કોરોનાના અન્ય સ્વરુપોના મુકાબલે ઓમિક્રોનનું સંક્રમણ ઘણા ગણું ઝડપથી વધી રહ્યું છે. દેશના વૈજ્ઞાનિકો અને સ્વાસ્થ્ય ક્ષેત્રના વિશેષજ્ઞ સતત અધ્યયન કરી રહ્યા છે

નવી દિલ્હી : કોવિડ-19ની સ્થિતિને (Omicron Coronavirus Live Updates)જોતા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ (Prime Minister Narendra Modi)તમામ રાજ્યોના મુખ્યમંત્રી સાથે બેઠક કરી હતી. પ્રધાનમંત્રીએ વીડિયો કોન્ફરન્સિંગની મદદથી મુખ્યમંત્રીઓ સાથે વાતચીત કરી હતી.  બધા રાજ્યોના મુખ્યમંત્રીઓ સાથે વીડિયો કોન્ફરન્સ દ્વારા થયેલા સંવાદ પછી પોતાના સંબોધનમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કહ્યું કે કોરોનાના અન્ય સ્વરુપોના મુકાબલે ઓમિક્રોનનું સંક્રમણ ઘણા ગણું ઝડપથી વધી રહ્યું છે. દેશના વૈજ્ઞાનિકો અને સ્વાસ્થ્ય ક્ષેત્રના વિશેષજ્ઞ સતત અધ્યયન કરી રહ્યા છે. તેમણે કહ્યું કે એ વાત સ્પષ્ટ છે કે આપણે સતર્ક રહેવાનું છે, સાવધાન રહેવાનું છે, ભયનું વાતાવરણ ના બને તેનું પણ ધ્યાન રાખવું પડશે.

પ્રધાનમંત્રીએ રાજ્યોને અપીલ કરી છે કે કોઇપણ રણનિતી બનાવતા સમયે એ વાતનું અવશ્ય ધ્યાન રાખો કે સામાન્ય લોકોની આજીવિકા અને આર્થિક ગતિવિધિઓને ઓછામાં ઓછું નુકસાન થાય અને અર્થવ્યવસ્થાની ગતિ પણ બની રહે.

આ બેઠકમાં પ્રધાનમંત્રીએ કોરોના સામેના કારગત હથિયાર તરીકે વેક્સિનેશનની મહત્તા આપતાં રાજ્યોને વેક્સિનેશન ડ્રાઇવ અને પ્રિવેન્ટીવ કેર અંગે માર્ગદર્શન આપ્યું હતું. તેમણે ઉત્તરાયણ, લોહરી, બિહુ જેવા વિવિધ તહેવારોમાં લોકો અને પ્રશાસન બેયની સતર્કતા-એલર્ટનેસ જળવાઇ રહે તે માટે પણ સૂચનો કર્યા હતા. ટેસ્ટિંગ, હોમ આઇસોલેશન, ટેલિમેડિસીન પદ્ધતિના ઉપયોગ માટે પણ પ્રધાનમંત્રીએ રાજ્યોના મુખ્યમંત્રીઓ સાથે પરામર્શ કર્યો હતો.

બેઠકમાં ગૃહમંત્રી અમિત શાહ, સ્વાસ્થ્ય મંત્રી મનસુખ માંડવિયા, કેબિનેટ સચિવ અજય ભલ્લા, ત્રિપુરાના મુખ્યમંત્રી બિપ્લવ દેવ, અસમના મુખ્યમંત્રી હિંમંતા બિશ્વ સરમા, ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, પંજાબના મુખ્યમંત્રી ચરણજીત સિંહ ચન્ની, રાજસ્થાનના મુખ્યમંત્રી અશોક ગેહલોત, છત્તીસગઢના મુખ્યમંક્ષી ભૂપેશ બધેલ ઉપસ્થિત રહ્યા હતા.

આ પણ વાંચો - UP Assembly Election: યુપી ઇલેક્શનમાં ફરી રમાશે જાતિવાદનું કાર્ડ! સમજો BJP અને SPનો રાજનૈતિક પ્લાન

આ બેઠકમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ ગાંધીનગરથી સહભાગી થયા હતા. આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલ, રાજ્યમંત્રી નિમિષાબહેન સુથાર તેમજ મુખ્યમંત્રીના મુખ્ય અગ્ર સચિવ કૈલાસનાથન, મુખ્ય સચિવ પંકજકુમાર સહિતના વરિષ્ઠ સચિવો પણ બેઠકમાં ઉપસ્થિત રહ્યા હતા.

ગુરુવારે 2.47 લાખ કેસ

સ્વાસ્થ્ય મંત્રાલયે ગુરુવારે જાહેર કરાયેલા આંકડા પ્રમાણે દેશમાં છેલ્લા 24 કલાકમાં કોરોના વાયરસ સંક્રમણના 2 લાખ 47 હજાર 417 નવા કેસ સામે આવ્યા છે. આ કેસ ગઇકાલના મુકાબલે 27 ગણા વધારે છે. આ કારણે કેટલાક રાજ્યોમાં વીકેન્ડ લોકડાઉન અને નાઇટ કર્ફ્યૂ પહેલા જ લગાવી દીધા છે.

આ પણ વાંચો - UP Election 2022: આયુષ મંત્રી ડો. ધર્મ સિંહ સૈનીનું રાજીનામું, ચૂંટણી પહેલા ભાજપાને 14 મો ઝટકો

Omicronને હળવાશથી ન લો- WHOએ આપી ચેતવણી

ઓમિક્રોન વેરિઅન્ટ અંગે વિશ્વ આરોગ્ય સંસ્થા (World Health Organization)એ ફરી ચેતવણી (WHO warning over Omicron) આપતા કહ્યું છે કે, જે લોકોએ કોવિડ-19 વેક્સીન (Covid-19 vaccine) નથી લીધી એ લોકો માટે આ વેરિઅન્ટ બહુ નુકસાનકારક છે. જો કે, આ વેરિઅન્ટ ડેલ્ટાની સરખામણીમાં ઓછો ઘાતક છે તો પણ એનાથી એ લોકોને ખતરો છે જેમણે કોરોના રસીકરણ (Corona Vaccination) નથી કરાવ્યું. વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશને એ લોકો અંગે ચિંતા વ્યક્ત કરી છે જેઓ ઓમિક્રોનને ઓછો ઘાતક અને સામાન્ય શરદી-ઉધરસ માનીને ચાલે છે.
First published:

Tags: Coronavirus, Omicron variant, Omicron Virus