PM Modi US Visit : 5 ગ્લોબલ CEO સાથે PM મોદીની મુલાકાત, આ મુદ્દાઓ પણ થઇ ચર્ચા

5 ગ્લોબલ CEO સાથે PM મોદીની મુલાકાત

Prime Minister Narendra Modi US Visit- અમેરિકા પ્રવાસના પ્રથમ દિવસે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ (PM Modi US Visit) વોશિંગ્ટનમાં ક્વાલકોમ (Qualcomm), એડોબી, બ્લેકસ્ટોન, જનરલ એટોમિક્સ અને ફર્સ્ટ સોલરના સીઇઓ સાથે મુલાકાત કરી

  • Share this:
    વોશિંગ્ટન : અમેરિકા પ્રવાસના પ્રથમ દિવસે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ (PM Modi US Visit) વોશિંગ્ટનમાં ક્વાલકોમ (Qualcomm), એડોબી, બ્લેકસ્ટોન, જનરલ એટોમિક્સ અને ફર્સ્ટ સોલરના સીઇઓ સાથે મુલાકાત કરી હતી. પીએમ મોદી (Prime Minister Narendra Modi)સાથે મુલાકાત પછી એડોબેના સીઇઓ શાંતનુ નારાયણે કહ્યું કે- ભારત વિશે તેમના વિઝનને સાંભળવા હંમેશા આનંદિત કરી દે છે. પીએમ અને નારાયણ વચ્ચે મુખ્ય રૂપથી યુવાઓમાં સ્માર્ટ એજ્યુકેશન અને રિસર્સને વધારવાની વાતચીત થઇ હતી.

    પીએમ મોદીની પ્રથમ મુલાકાત ક્વાલકોમના સીઇઓ ક્રિસ્ટીયાનો એમોન (Cristiano R Amon)સાથે થઇ હતી. આ મુલાકાતમાં પીએમ મોદી અને સીઇઓ ક્રિસ્ટીયાનો એમોન વચ્ચે ભારતમાં તકોને લઇને ચર્ચા થઇ હતી. આ મુલાકાતમાં પીએમ મોદીએ ભારત દ્વારા આપવામાં આવતા વિશાળ અવસરો વિશે ક્રિસ્ટીયાનો એમોનને અવગત કરાવ્યા. સીઇઓ એમોને ભારત સાથે 5જી અને અન્ય ક્ષેત્રમાં કામ કરવાની ઇચ્છા વ્યક્ત કરી છે.

    ભારત માટે અન્ય દેશોની જરૂરિયાતોને પણ પૂરો કરવાનો સમય- ક્રિસ્ટીયાનો એમોન

    પીએમ મોદી સાથે વાતચીત પછી ક્વાલકોમના સીઇઓએ જણાવ્યું કે તેમણે (પીએમ મોદી) ભારતમાં અવસરો વિશે વાત કરી. તેમણે કહ્યું કે ભારત એક મોટું બજાર છે પણ અમે ભારતને મોટા નિર્યાત બજારના રૂપમાં પણ જોઈએ છીએ. ભારત માટે ફક્ત ભારતીય બજાર માટે નિર્માણ કરવાનો જ નહીં પણ અન્ય દેશોની જરૂરિયાતોને પૂરા કરવાની યોજના બનાવવાનો આ યોગ્ય સમય છે.

    એમોને સેમી કંડક્ટરના ક્ષેત્રમાં કામ કરવા માટે ભારત સાથે ભાગીદારીમાં રસ પણ વ્યક્ત કર્યો. પીએમે ક્વોલકોમને આશ્વાસન આપ્યું કે ભારત તેમના દ્વારા કરેલા પ્રસ્તાવો પર સક્રિય રુપથી કામ કરશે. પીએમે ભાર આપીને કહ્યું કે ભારત પાસે મહત્વકાંક્ષા પરિયોજના માટે રીત છે. તેમણે કહ્યું કે ભારતે 5G માનક તૈયાર કર્યા છે અને ક્વોલકોમને સક્રિય રુપથી ભાગ લેવાનો આગ્રહ કર્યો છે.

    પીએમે એ પણ કહ્યું કે ક્વોલકોમે પહેલા જ ભારતીય પ્રતિભાઓ પર વિશ્વાસ કર્યો છે તેથી તે ભારતીય પ્રતિભાઓ પર વિશ્વાસ કરી શકે છે અને પીએલઆઈ યોજનાના લાભ સાથે નિર્માણ શરુ કરી શકે છે.

    ભારતીય વિદેશ મંત્રાલયના મતે પ્રધાનમંત્રી મોદી અને ક્રિસ્ટીયાનો, અધ્યક્ષ અને સીઇઓ ક્વાલકોમે ભારતમાં હાઇટેક સેક્ટરમાં નિવેશના અવસરો પર વાત કરી. તેમણે ઇલેક્ટ્રોનિક્સ અને ટેલિકોમ મેન્યુફેક્ચરિંગ પીએલઆઈ યોજનાઓ ઉપર પણ ચર્ચા કરી હતી.
    Published by:Ashish Goyal
    First published: