નવી દિલ્હી: 2019 બાદથી પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ 21 વાર વિદેશ યાત્રા કરી છે. આ યાત્રાઓ પર 22.76 કરોડ રૂપિયા ખર્ચ થયો છે. કેન્દ્ર સરકારે ગુરુવારે રાજ્યસભામાં એક સવાલના જવાબમા આ જાણકારી આપી છે.
વિદેશ રાજ્યમંત્રી વી મુરલીધરને રાજ્યસભામાં એક પ્રશ્નના લેખિત જવાબમાં જણાવ્યું કે, રાષ્ટ્રપતિએ 2019માં બાદ અત્યાર સુધીમાં આઠ વખત વિદેશ યાત્રા કરી. તેના પર 6.24 કરોડ રૂપિયાથી વધારે ખર્ચ આવ્યો. તેમણે કહ્યું કે, રાષ્ટ્રપતિની વિદેશ યાત્રા પર સરકારે 6,24,31,424 રૂપિયા અને પ્રધાનમંત્રીની વિદેશ યાત્રા પર 22,76,76,934 રૂપિયા ખર્ચ કર્યો છે.
વિદેશ મંત્રીએ 86 વખત કરી વિદેશ યાત્રા
વિદેશ મંત્રી એસ જયશંકરે 2019 બાદ 86 વખત વિદેશ યાત્રા કરી છે. 2019 બાદથી પ્રધાનમંત્રી ત્રણ વખત જાપાન ગયા. તેમણે અમેરિકા અને યૂએઈની બે વાર મુલાકાત લીધી. રાષ્ટ્રપતિ દ્વારા કરવામાં આવેલી આઠમાંથી સાત વિદેશ મુસાફરી પૂર્વ રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદની છે. હાલના રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂ એક વાર વિદેશ ગયા છે. ગત વર્ષે તેઓ સપ્ટેમ્બરમાં યૂકેની વિદેશ યાત્રા કરી આવ્યા છે.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર