PM મોદીએ ડોનાલ્ડ ટ્રમ્પના સ્વાગતમાં કર્યું ટ્વિટ, કહ્યું- ભારત આપના સ્વાગત માટે ઉત્સાહિત

News18 Gujarati
Updated: February 23, 2020, 2:43 PM IST
PM મોદીએ ડોનાલ્ડ ટ્રમ્પના સ્વાગતમાં કર્યું ટ્વિટ, કહ્યું- ભારત આપના સ્વાગત માટે ઉત્સાહિત
ગુજરાતના મુખ્યમંત્રી વિજય રૂપાણીના ટ્વિટને વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કર્યું રિટ્વિટ

ગુજરાતના મુખ્યમંત્રી વિજય રૂપાણીના ટ્વિટને વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કર્યું રિટ્વિટ

  • Share this:
નવી દિલ્હી : વડાપ્રધાન નરેન્દ્ર મોદી (Narendra Modi)એ અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ (Donald Trump)ના સ્વાગતમાં ટ્વિટ કર્યું છે. 24 અને 25 ફેબ્રુઆરીએ ભારત પ્રવાસ પર આવી રહેલા ટ્રમ્પ અમદાવાદ (Ahmedabad) સ્થિત મોટેરા સ્ટેડિયમ (Motera Stadium)માં લોકોને સંબોધિત કરશે. ટ્રમ્પ આગ્રા (Agra) જઈને તાજમહેલ (Tajmahal)નો પણ દીદાર કરશે. વડાપ્રધાને રવિવારે અમેરિકાના રાષ્ટ્રપ્રમુખના સ્વાગતમાં લખ્યું કે, અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પના સ્વાગત માટે ઉત્સુક છે, આ સન્માનની વાત છે કે તેઓ કાલે આપણી સાથે હશે.

વડાપ્રધાને ગુજરાત (Gujarat)ના મુખ્યમંત્રી વિજય રૂપાણી (CM Vijay Rupani)ના એક ટ્વિટને રિટ્વિટ કરતાં આ વાત કહી, જેમાં તેઓએ કહ્યું કે, 'સમગ્ર ગુજરાત એક અવાજમાં કહે છે- નમસ્તે ટ્રમ્પ.' આ પહેલા 11 ફેબ્રુઆરીએ વડાપ્રધાને ટ્રમ્પ અને અમેરિકાની પ્રથમ મહિલા મેલાનિયા ટ્રમ્પ (Melania Trump) માટે વેલકમ ટ્વિટ કર્યું હતું. પીએમ મોદીએ કહ્યું હતું કે, ડોનાલ્ડ ટ્રમ્પ અને મેલાનિયા ટ્રમ્પ 24 અને 25 ફેબ્રુઆરીએ ભારતનો પ્રવાસ કરશે.


વડાપ્રધાને કહ્યું હતું કે, અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પની ભારત યાત્રા વિશેષ છે તથા તે ભારત અમેરિકાની મિત્રતાને વધુ મજબૂત બનાવવાની દિશમાં મહત્વપૂર્ણ પગલું હશે.

હું ભારત જવા ઉત્સુક છું : ડોનાલ્ડ ટ્રમ્પ

પીએમ મોદીએ લખ્યું હતું કે, ભારત અને અમેરિકા લોકતંત્ર વારસાને એક બીજાને શૅર કરે છે. આપણા દેશ વ્યાપક રીતે અનેક મુદ્દાઓ પર સહયોગ કરી રહ્યા છે. આપણા રાષ્ટ્રોની વચ્ચે મજબૂતી દોસ્તી માત્ર આપણા નાગરિકો માટે નહીં પરંતુ સમગ્ર દુનિયા માટે શાનદાર છે.

બીજી તરફ ટ્રમ્પે કહ્યું હતું કે તેઓ આ મહિને પોતાની ભારત યાત્રા માટે ખૂબ ઉત્સુક છે અને તેઓએ સંકેત આપ્યા હતા કે તેમની આ યાત્રા દરમિયાન બંને દેશોની વચ્ચે વેપાર સમજૂતી પર હસ્તાક્ષર થઈ શકે છે. વ્હાઇટ હાઉસ દ્વારા ટ્રમ્પની ભારત યાત્રાની તારીખો જાહેર થયાના એક દિવસ બાદ રાષ્ટ્રપ્રમુખે કહ્યું હતું કે તે તેઓ (મોદી) ઘણી સારી વ્યક્તિ છે અને હું ભારત જવા માટે ઉત્સુક છું. અમે આ મહિનાના અંતમાં જઈશું.

આ પણ વાંચો, ભારત પ્રવાસ પહેલા ટ્રમ્પ બન્યા બાહુબલી, વીડિયો ટ્વિટ કરી કહ્યું- મિત્રોને મળવા ઉત્સુક
First published: February 23, 2020, 2:43 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading