Home /News /national-international /

ધરણાં પર બેઠેલા 8 સાંસદોને ઉપસભાપતિ હરિવંશે ચા પીવડાવી, PM મોદીએ કર્યા વખાણ

ધરણાં પર બેઠેલા 8 સાંસદોને ઉપસભાપતિ હરિવંશે ચા પીવડાવી, PM મોદીએ કર્યા વખાણ

હરિવંશજીએ સાંસદોને મળીને ચા પીવડાવી જે તેમની વિન્રમતા અને વિશાળ હૃદયના વ્યક્તિ હોવાની પ્રતિતિ કરાવે છેઃ વડાપ્રધાન નરેન્દ્ર મોદી

હરિવંશજીએ સાંસદોને મળીને ચા પીવડાવી જે તેમની વિન્રમતા અને વિશાળ હૃદયના વ્યક્તિ હોવાની પ્રતિતિ કરાવે છેઃ વડાપ્રધાન નરેન્દ્ર મોદી

  નવી દિલ્હીઃ  રાજ્યસભા (Rajya Sabha)થી સોમવારે સસ્પેન્ડ કરવામાં આવેલા 8 સાંસદોના ધરણા સંસદ પરિસરમાં હજુ પણ ચાલુ છે. આ દરમિયાન સવારે રાજ્યસભાના ઉપસભાપતિ હરિવંશ નારાયણ સિંહ (Rajya Sabha Deputy Chairman Harivansh) તેમના માટે સવારે ચા લઈને પહોંચ્યા. ઉપસભાપતિ હરિવંશે તમામ સાંસદોને જાતે બધાને ચા આપી. તેઓએ આ સાંસદો સાથે ખૂબ જ હળવાશથી વાત કરી જેમાંથી કેટલાક લોકોનો વ્યવહાર રવિવારે તેમના પ્રત્યે ઠીક નહોતો.

  ઉપસભાપતિ હરિવંશે ધરણાં કરી રહેલા સાંસદનો ચા પીવડાવવા મામલે વડાપ્રધાન મોદીએ તેમના વખાણ કર્યા છે. પોતાના ટ્વિટમાં PM મોદીએ લખ્યું કે, બે દિવસ પહેલા જે લોકોએ તેમની પર હુમલો કરીને અપમાન કર્યું હતું તેમને હરિવંશજીએ વ્યક્તિગત મળીને ચા પીવડાવી જે તેમની વિન્રમતા અને વિશાળ હૃદયના વ્યક્તિ હોવાની પ્રતિતિ કરાવે છે. આ તેમની મહાનતા દર્શાવે છે. હું હરિવંશજીને ભારતના દેશવાસીઓની સાથે અભિનંદન પાઠવું છું.

  ધરણાં પર બેઠેલા કૉંગ્રેસ સાંસદ રીપુણ બોરાએ કહ્યું કે, હરિવંશજી રાજ્યસભાના ઉપસભાપતિ નહીં પરંતુ સહકર્મી તરીકે મળવા આવ્યા હતા. તેઓ અમારા માટે ચા અને નાસ્તો લઈને આવ્યા હતા. અમે અમારા સસ્પેન્સન સામે ગઈકાલથી અહીં ધરણા કરી રહ્યા છીએ. અમે આખી રાત ધરણા કર્યા. તેની સાથે જ તેઓએ કહ્યું કે સરકાર તરફથી કોઈ પણ અમારો હાલચાલ જાણવા નથી આવ્યું. અનેક વિપક્ષી નેતા આવ્યા હતા અને તેઓએ અમારું સમર્થન કર્યું. અમે આ ઘરણા ચાલુ રાખીશું.

  નોંધનીય છે કે, રવિવારે રાજ્યસભામાં બે અગત્યના કૃષિ બિલોને સરકારે ભારે હોબાળાની વચ્ચે પાસ કરાવી લીધા. આ દરમિયાન તૃણમૂલ કૉંગ્રેસ અને આમ આદમી પાર્ટી સહિત અનેક વિપક્ષી પાર્ટીઓના સાંસદોએ વેલમાં આવીને હોબાળો કર્યો. કેટલાક સાંસદોએ ઉપસભાપતિની સામે પહોંચીને બિલની નકલોને ફાડી દીધી અને ઉપસભાપતિના માઇકને પણ ઉખાડવાનો પ્રયાસ કર્યો. આ બધાનું વીડિયો રેકોર્ડીગ સંસદીય કાર્ય મંત્રાલયની પાસે છે. રવિવારે થયેલા હોબાળાની ગંભીર નોંધ લેતા સોમવારે રાજયસભાના સભાપતિએ પગલાં લેતા 8 સાંસદનો સસ્પેન્ડ કરી દીધા હતા. સસ્પેન્ડ કરવામાં આવેલા સાંસદોમાં ડેરેક ઓ બ્રાયન, સંજય સિંહ, રિપૂન બોરા, નઝીર હુસૈન, કેકે રાગેશ, એ. કરીમ, રાજીવ સાતવ, ડોલા સેન સામેલ છે.

  આ પણ વાંચો, સતત બીજા દિવસે સસ્તા થયા પેટ્રોલ અને ડીઝલ, ફટાફટ જાણી લો નવા ભાવ

  આ પહેલા સોમવાર મોડી રાત સુધી ચાલેલી લોકસભામાં મહામારી સંશોધન બિલને મંજૂરી મળી ગઈ છે. તે મુજબ, સ્વાસ્ય્ કર્મીઓને સંરક્ષણ આપવાનો પ્રસ્તાવ છે. તેની પર સ્વાસ્થ્ય મંત્રી ડૉ. હર્ષવર્ધને કહ્યું કે સરકાર આ દિશામાં રાષ્ટ્રીય સાર્વજનિક સ્વાસ્થ્ય અધિનિયમ બનાવવા પર કામ કરી રહી છે. તેમના જણાવ્યા મુજબ, આ વિશે કાયદા વિભાગે રાજ્યોને પણ વિચાર જણાવવા માટે કહેવામાં આવ્યું છે.

  આ પણ વાંચો, UNGA @75: પીએમ મોદીએ કહ્યુ, સંયુક્ત રાષ્ટ્રના કારણે આજે દુનિયા એક ઉત્તમ સ્થળ

  આ વિશે વધુ જાણકારી આપતાં ડૉ. હર્ષવર્ધને કહ્યું કે છેલ્લા બે વર્ષમાં અમે માત્ર ચાર રાજ્યોથી આ સંબંધમાં સૂચનો મળ્યા છે. તેમાં મધ્ય પ્રદેશ, ત્રિપુરા, ગોવા અને હિમાચલ પ્રદેશ સામેલ છે. સ્વાસ્થ્ય મંત્રીએ એમ પણ જણાવ્યું કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વવાળી સરકારે રાજ્યોની સાથે મળી કોરોના મહામારીની વિરુદ્ધ મોટું અભિયાન ચલાવ્યું.
  Published by:Mrunal Bhojak
  First published:

  Tags: Monsoon-session, Parliament, નરેન્દ્ર મોદી, મોદી સરકાર, રાજ્યસભા

  विज्ञापन

  विज्ञापन

  આગામી સમાચાર

  विज्ञापन
  विज्ञापन