કોરોનાની બગડતી સ્થિતિ પર 23 સપ્ટેમ્બરે 7 રાજ્યોના CM સાથે વાત કરશે PM મોદી

વડાપ્રધાન નરેન્દ્ર મોદી કોરોનાની બગડતી સ્થિતિને લઈ આ 7 રાજ્યોના મુખ્યમંત્રીઓ સાથે ચર્ચા કરશે

વડાપ્રધાન નરેન્દ્ર મોદી કોરોનાની બગડતી સ્થિતિને લઈ આ 7 રાજ્યોના મુખ્યમંત્રીઓ સાથે ચર્ચા કરશે

 • Share this:
  નવી દિલ્હીઃ દેશમાં કોરોના વાયરસ (Coronavirus)થી સંક્રમિત થનારા દર્દીઓની સંખ્યામાં વધારો નોંધાઈ રહ્યો છે. દેશમાં કોરોના (Corona)થી સંક્રમિત દર્દીઓની સંખ્યા જ્યાં 53 લાખના આંકડાને પાર કરી ગઈ છે, બીજી તરફ કોરોના મહામારીથી થનારા મોતનો આંકડો પણ 85 હજારને પાર થઈ ગયો છે. આ દરમિયાન કોવિડ-19 (COVID-19)ની સ્થિતિ અંગે સમીક્ષ કરવા માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદી (PM Narendra Modi) ફરી એકવાર 7 રાજ્યોના મુખ્યમંત્રીઓ સાથે બેઠક કરવા જઈ રહ્યા છે. વીડિયો કોન્ફરન્સિંગના માધ્યમથી 23 સપ્ટેમ્બરે બેઠક યોજાશે.

  વડાપ્રધાન નરેન્દ્ર મોદી કોરોનાની બગડતી સ્થિતિને લઈ ઉત્તર પ્રદેશ, આંધ્ર પ્રદેશ અને મહારાષ્ટ્ર સહિત 7 રાજ્યોના મુખ્યમંત્રીઓ સાથે ચર્ચા કરશે. તેમાં દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ પણ સામેલ થશે. આ પહેલા પણ વડાપ્રધાન મોદી મહામારીની સ્થિતિ અંગે ચર્ચા માટે મુખ્યમંત્રીઓની સાથે અનેકવાર બેઠક કરી ચૂક્યા છે.

  આ પણ વાંચો, IPL 2020: ચેન્નઇ સુપરકિંગ્સે મુંબઈ ઈન્ડિયન્સને કેવી રીતે હરાવ્યું, જાણો 5 કારણ

  આ પહેલા પીએમ મોદીએ દેશમાં કોરોના વાયરસ મહામારીની સ્થિતિ પર મુખ્યમંત્રીઓની સાથે 16 અને 17 જૂને ચર્ચા કરી હતી. વડાપ્રધાન નરેન્દ્ર મોદી 16 જૂને પંજાબ, આસામ, કેરળ, ઉત્તરાખંડ, ઝારખંડ, છત્તીસગઢ, ત્રિપુરા, હિમાચલ પ્રદેશ, ચંદીગઢ, ગોવા, મણિપુર, નાગાલેન્ડ, લદાખ, પુડ્ડુચેરી, અરૂણાચલ પ્રદેશ, મેઘાલય, મિઝોરમ, અંદામાન અને નિકોબાર દ્વીપ સમૂહ, દાદરા-નગર હવેલી અને દમણ-દીવ, સિક્કિમ અને લક્ષદ્વીપના મુખ્યમંત્રીઓ/ઉપરાજ્યપાલો સાથે વાત કરી હતી.

  આ પણ વાંચો, નોટબંધી બાદ તિરુપતિ બાલાજી મંદિરમાં શ્રદ્ધાળુઓએ દાન કરી 50 કરોડની જૂની નોટ! ટ્રસ્ટે કેન્દ્ર પાસે માંગી મદદ

  જ્યારે વડાપ્રધાન મોદીએ 17 જૂને મહારાષ્ટ્ર, તમિલનાડુ, દિલ્હી, ગુજરાત, રાજસ્થાન, ઉત્તર પ્રદેશ, મધ્ય પ્રદેશ, પશ્ચિમ બંગાળ, કર્ણાટક, બિહાર, આંધ્ર પ્રદેશ, હરિયાણા, જમ્મુ-કાશ્મીર, તેલંગાણા અને ઓડિશાના મુખ્યમંત્રીઓ સાથે બેઠક કરી હતી.
  Published by:Mrunal Bhojak
  First published: