100મી કિસાન ટ્રેનને PM મોદીએ કરી રવાના, કહ્યું- નાના ખેડૂતોને થઈ રહ્યો છે ફાયદો

100મી કિસાન ટ્રેનને PM મોદીએ કરી રવાના, કહ્યું- નાના ખેડૂતોને થઈ રહ્યો છે ફાયદો
100મી કિસાન ટ્રેનને PM મોદીએ કરી રવાના, કહ્યું- નાના ખેડૂતોને થઈ રહ્યો છે ફાયદો

પીએમ મોદીએ કહ્યું- કિસાન રેલ સેવા દેશના ખેડૂતોની આવક વધારવાની દિશામાં એક મોટું પગલું છે. આનાથી ખેતી સાથે જોડાયેલી અર્થવ્યવસ્થામાં મોટો ફેરફાર આવશે

 • Share this:
  નવી દિલ્હી : પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ (PM Narendra Modi) સોમવારે મહારાષ્ટ્રના (Maharashtra)સાંગોલાથી પશ્ચિમ બંગાળના (West Bengal)શાલીમાર સુધી ચાલનાર 100મી ‘કિસાન રેલ’ને (Kisan Rail)લીલી ઝંડી બતાવી રવાના કરી છે. પ્રધાનમંત્રીએ રેલ રવાના કર્યા પછી કહ્યું કે કોરોનાના પડકાર છતા ચાર મહિનામાં કિસાનની આ રેલ નેટવર્ક 100ના આંકડા સુધી પહોંચી ગઈ છે. મહારાષ્ટ્રના કિસાનોને બંગાળ અને બંગાળના કિસાનોને મહારાષ્ટ્ર સુધી પોતાનો માલ પહોંચાડવાની સુવિધા મળી ગઈ છે. દેશને જોડનાર ટ્રેન હવે ખેડૂતોના માલને પણ અહીંથી ત્યાં પહોંચાડી રહી છે. પ્રધાનમંત્રીએ કહ્યું કે આનાથી નાના અને સીમાંત ખેડૂતોને પણ ફાયદો મળી રહ્યો છે કારણ કે તેમાં માલની કોઈ સીમા રાખવામાં આવી નથી. એટલે કે ઉપજનો નાનો ભાગ પણ મોટા બજારમાં પહોંચી રહ્યો છે.

  પ્રધાનમંત્રી મોદીએ કહ્યું કે મને જાણ થઈ છે કે એક ખેડૂતના અનારના 3 કિલો કંસાઇનમેન્ટ અને એક મરઘી પાલકની 17 ડઝન ઇંડાની કંસાઇનમેન્ટ પણ ટ્રેનના માધ્યમથી પહોંચાડવામાં આવ્યા છે. પીએમ મોદીએ કહ્યું કે કિસાન રેલ સેવા, દેશના ખેડૂતોની આવક વધારવાની દિશામાં એક મોટું પગલું છે. આનાથી ખેતી સાથે જોડાયેલી અર્થવ્યવસ્થામાં મોટો ફેરફાર આવશે. તેનાથી દેશની કોલ્ડ સપ્લાય ચેઈનની તાકાત વધશે. આ કામ ખેડૂતોની સેવા માટે અમારી પ્રતિબદ્ધતાને દર્શાવે છે. જોકે આ એ વાતનું પ્રમાણ છે કે આપણા ખેડૂત નવી સંભાવનાઓ માટે કેટલા ઝડપથી તૈયાર છે. ખેડૂતો બીજા રાજ્યોમાં પણ પોતાનો માલ વેચી શકે તેમાં કિસાન રેલ અને કૃષિ ઉડાનની મોટી ભૂમિકા છે.  આ પણ વાંચો - રાજકોટ : 118 કરોડના ખર્ચે લાઈટ હાઉસ પ્રોજેકટનું નિર્માણ કરાશે, પીએમ મોદી ઇ-ખાતમુહૂર્ત કરશે

  પીએમ મોદીએ કહ્યું કે કિસાન રેલ ચાલતું ફરતું કોલ્ડ સ્ટોરેજ પણ છે. તેમાં ફળ હોય, શાકભાજી હોય, માછલી હોય એટલે જે પણ ખરાબ થનાર વસ્તુ છે તે પુરી સુરક્ષા સાથે એક સ્થાનેથી બીજા સ્થાને પહોંચી રહ્યા છે. પ્રધાનમંત્રીએ કહ્યું કે હવે કિસાન રેલ જેવી સુવિધાથી પશ્ચિમ બંગાળના લાખો નાના ખેડૂતોને એક મોટો વિકલ્પ મળ્યો છે.

  પ્રધાનમંત્રીએ કહ્યું કે દૂર બજાર સુધી પોતાના માલને પહોંચાડવામાં ભાડામાં ઘણો ખર્ચ થઈ જતો હતો. આ સમસ્યાને જોતા 3 વર્ષ પહેલા અમારી સરકારે ટમાટા, ડુંગળી અને બટાકાના ટ્રાન્સપોર્ટેશન પર 50% સબસિડી આપી હતી.
  Published by:Ashish Goyal
  First published:December 28, 2020, 18:01 pm

  ટૉપ ન્યૂઝ