PM નરેન્દ્ર મોદી આજે 2020ના છેલ્લા રવિવારે કરશે ‘મન કી બાત’

PM નરેન્દ્ર મોદી આજે 2020ના છેલ્લા રવિવારે કરશે ‘મન કી બાત’
માનવામાં આવી રહ્યું છે કે વડાપ્રધાન નરેન્દ્ર મોદી ખેડૂતોના મુદ્દા પર દેશને સંબોધિત કરી શકે છે

માનવામાં આવી રહ્યું છે કે વડાપ્રધાન નરેન્દ્ર મોદી ખેડૂતોના મુદ્દા પર દેશને સંબોધિત કરી શકે છે

  • Share this:
    નવી દિલ્હીઃ કૃષિ કાયદાઓ (New Agriculture Laws) વિરુદ્ધ ખેડૂતોના પ્રદર્શન (Farmers Protest) અને કેન્દ્ર સરકારની સાથે વાતચીતની વચ્ચે વડાપ્રધાન નરેન્દ્ર મોદી (PM Narendra Modi) ડિસેમ્બર 2020ના છેલ્લા રવિવારે 11 રેડીયો કાર્યક્રમ મન કી બાત (Mann Ki Baat)ના માધ્યમથી દેશને સંબોધિત કરશે. માનવામાં આવી રહ્યું છે કે વડાપ્રધાન ખેડૂતોના મુદ્દા પર દેશને સંબોધિત કરી શકે છે. રેડિયો કાર્યક્રમ મન કી બાત આ વર્ષનું છેલ્લું પ્રસારણ હશે.

    નોંધનીય છે કે કૃષિ કાયદાઓની વિરુદ્ધ પ્રદર્શન કરી રહેલા ખેડૂતો (Farmers)એ આ દિવસે થાળી અને તાળી વગાડીને પ્રદર્શન કરવાની જાહેરાત કરી છે. જોકે સરકારની સાથે વાતચીત માટે તેઓ તૈયાર થયા છે. એવામાં જોવાનું રહેશે કે તેમનો નિર્ણય શું રહે છે. છેલ્લા એક મહિનાથી ખેડૂત દિલ્હી બોર્ડર પર નવા કૃષિ કાયદાઓને પરત લેવાની માંગ કરી પ્રદર્શન કરી રહ્યા છે.



    આ પણ વાંચો, PM મોદીનો સવાલ- કૃષિ કાયદાઓમાં ખોટું શું છે? ખેડૂતોને મળી રહ્યા છે આટલા અધિકાર

    બીજી તરફ, 28 ડિસેમ્બરે વડાપ્રધાન નરેન્દ્ર મોદી મહારાષ્ટ્રના સંગોલીથી પશ્ચિમ બંગાળના શાલીમાર જનારી 100મી કિસાન રેલને લીલી ઝંડી બતાવશે. કાર્યક્રમનું સંચાલન વીડિયો કોન્ફરન્સના માધ્યમથી થશે. વડાપ્રધાન કાર્યાલયે શનિવારે આ વિશે જાણકારી આપી. કાર્યક્રમમાં કૃષિ મંત્રી નરેન્દ્ર સિંહ તોમર અને પીયૂષ ગોયલ પણ ઉપસ્થિત રહેશે. બહુ- ઉત્પાદ ટ્રેન સેવા હેઠળ આ ટ્રેનમાં શાકભાજી ભરીને બંગાળ મોકલવામાં આવશે. ટ્રેન જે સ્થળે રોકાશે ત્યાં લોડિંગ અને અનલોડિંગની સુવિધા પણ ઉપલબ્ધ હશે.

    આ પણ વાંચો, બાબા વેંગાની ભવિષ્યવાણી- 2021માં દુનિયા પ્રલયનો કરશે સામનો, ટ્રમ્પ થઈ જશે બહેરા

    વડાપ્રધાન કાર્યાલય મુજબ ભારત સરકારે શાકભાજી અને ફળોના ટ્રાન્સપોર્ટશ પર 50 ટકા સબ્સિડીની જાહેરાત કરી છે. પહેલી કિસાન રેલ મહારાષ્ટ્ર દેવલાલીથી બિહારના દાનાપુરની વચ્ચે દોડાવવામાં આવી હતી. 7 ઓગસ્ટે રવાના થયેલી આ ટ્રેનને બાદમાં મુજફ્ફરપુર સુધી લંબાવવામાં આવી. શરૂઆતમાં કિસાન ટ્રેન સપ્તાહમાં માત્ર એક દિવસ ચાલતી હતી. બાદમાં તેને ત્રણ દિવસ કરી દેવામાં આવી.
    Published by:Mrunal Bhojak
    First published:December 27, 2020, 07:22 am

    ટૉપ ન્યૂઝ