'મન કી બાત'માં વડાપ્રધાન મોદીએ કહ્યુ, આપણા ખેડૂતો આત્મનિર્ભર ભારતનો આધાર છે

'મન કી બાત'માં વડાપ્રધાન મોદીએ કહ્યુ, આપણા ખેડૂતો આત્મનિર્ભર ભારતનો આધાર છે
મન કી બાતમાં PM મોદીએ કહ્યું, કોરોના કાળમાં પરિવારો એકબીજાની સાથે રહેવાનું શીખ્યા

મન કી બાતમાં PM મોદીએ કહ્યું, કોરોના કાળમાં પરિવારો એકબીજાની સાથે રહેવાનું શીખ્યા

 • Share this:
  PM Narendra Modi Mann Ki Baat: વડાપ્રધાન નરેન્દ્ર મોદી (PM Narendra Modi) મન કી બાત (Mann Ki Baat) કાર્યક્રમના માધ્યમથી દેશને સંબોધિત કર્યું.  પોતાના સંબોધનમાં વડાપ્રધાન મોદીએ લોકોને કોરોના કાળમાં સોશિયલ ડિસ્ટન્સિંગના નિયમોનું પાલન કરવાની અપીલ કરી. મન કી બાત કાર્યક્રમમાં વડાપ્રધાને કહ્યું કે કોરોનાના સમયમાં બે ગજનું અંતર રાખવું ખૂબ જ જરૂરી છે. વડાપ્રધાને કહ્યું કે, કોરોના સંકટના કાળમાં પણ કૃષિ ક્ષેત્રે પોતાનું કૌવત દર્શાવ્યું છે. દેશના ખેડૂત, ગામ જેટલા મજબૂત થશે, દેશ એટલો આત્મનિર્ભર થશે. વડાપ્રધાને કહ્યું કે, ખેડૂતોની મજબૂતીથી જ આત્મનિર્ભર ભારતનો પાયો બનશે. ખેડૂત મજબૂત હશે તો ભારત આત્મનિર્ભર બનશે.

  PM મોદીએ જણાવ્યું વાર્તાઓનું મહત્ત્વ, કહ્યુ- દેશમાં કથાની પરંપરા  PM મોદીએ દેશમાં કથાની પરંપરાની અગત્યતા વિશે વાત કરતાં જણાવ્યું કે, વાર્તાઓનો ઈતિહાસ એટલો જ જૂનો છે, જેટલી માનવ સભ્યતા. વાર્તાની તાકાત અનુભવ કરાવે તો કોઈ માતા પોતાના બાળકોને ભોજન ખવડાવતી વખતે વાર્તા સંભળાવે છે. ભારતમાં કથાની પરંપરા રહી છે. આપણને ગર્વ છે કે આપણે એ દેશના વાસી છીએ, જ્યાં હિતોપદેશ અને પંચતંત્રની પરંપરા રહી છે.

  ખેડૂત મજબૂત થશે તો જ આત્મનિર્ભર ભારતનો પાયો મજબૂત થશે

  વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું કે, આપણા દેશમાં કહેવામાં આવે છે જે જમીનથી જેટલો જોડાયેલો હોય છે તે મોટામાં મોટા તોફાનોમાં પણ અડગ રહે છે. કોરોનાના આ આકરા સમયમાં આપણું કૃષિ ક્ષેત્ર, આપણા ખેડૂત તેનું જીવંત ઉદાહરણ છે. આજે ખેડૂતોને પોતાની મરજીથી ઉપજ વેચવાની આઝાદી મળી છે. ગત થોડા સમયમાં આ ક્ષેત્રએ અનેક અડચણોથી આઝાદ કર્યું છે. અનેક માન્યતાઓ તોડવાના પ્રયાસ કર્યા છે.

  કોરોના કાળમાં પરિવારો એકબીજાની સાથે રહેવાનું શીખ્યા: PM 

  વડાપ્રધાને કહ્યું કે, કોરોનાના આ કાળખંડમાં સમગ્ર દુનિયા અનેક પરિવર્તનોના સમયમાંથી પસાર થઈ રહી છે. આજે જ્યારે બે ગજનું અંતર એક અનિવાર્ય જરૂરિયાત બની ગઈ છે તો આ સંકટ કાળે, પરિવારના સભ્યોને પરસ્પરને જોડવામાં અને નજીક લાવવાનું કામ પણ કર્યું છે. આપણને ચોક્કસ અનુભવાયું હશે કે આપણા પૂર્વજોએ જે નિયમો બનાવ્યા હતા તે આજે પણ કેટલા અગત્યના છે અને જ્યારે સૌ સાથે નથી હોતા તો કેટલી ખોટ અનુભવાય છે.

  આ પહેલા વડાપ્રધાને 30 ઓગસ્ટે મન કી બાત કાર્યક્રમ દ્વારા દેશવાસીઓને સંબોધિત કર્યા હતા. આ કાર્યક્રમને આકાશવાણી, દૂરદર્શનના તમામ નેટવર્ક અને નરેન્દ્ર મોદી એપ પર પ્રસારિત કરવામાં આવે છે.

  વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આ અગાઉના મન કી બાત કાર્યક્રમ દરમિયાન વૉકલ ફોર લોકલની સાથોસાથ કોરોનાથી જંગ અંગે સલાહ આપી હતી. વડાપ્રધાન મોદીએ કહ્યું હતું કે કોરોના ત્યારે હારશે જ્યારે તમે સુરક્ષિત રહેશો. બે ગજનું અંતર માસ્ક જરૂરીનું પાલન કરવું જરૂરી છે.

  વડાપ્રધાને આ ઉપરાંત લોકલ રમકડાની વાત પણ કરી હતી. PM મોદીએ કહ્યું હતું કે હવે તમામ માટે લોકલ રમકડા માટે વોકલ થવાનો સમય છે. આવો આપણે કેટલાક નવા પ્રકારના, સારી ગુણવત્તાવાળા, રમકડા બનાવીએ. રમકડા એવા હોય જેના કારણે બાળપણ ખીલે પણ. આપણે એવા રમકડા બનાવીએ જે પર્યાવરણને અનુકૂળ હોય.
  Published by:Mrunal Bhojak
  First published:September 27, 2020, 10:57 am

  टॉप स्टोरीज