બજેટમાં 16 એક્શન પોઈન્ટ બનાવ્યા છે, કૃષી ક્ષેત્રમાં રોજગારી ઊભી થશેઃ PM મોદી

વડાપ્રધાન નરેન્દ્ર મોદી

તેમણે બજેટ ઉપર કહ્યું હતું કે, બજેટ ક્ષેત્રને સશક્ત કરશે. આમાં ખેડૂતો અને યુવાનો ઉપર ફોકસ કરવામાં આવ્યું છે. આ ઉપરાંત પીએમ મોદીએ નાણાંમંત્રીનો આભાર પણ માન્યો હતો.

 • Share this:
  નવી દિલ્હીઃ નાણાંમંત્રી નિર્મલા સિતારમણે (Finance Minister Nirmala Sitharaman) વર્ષ 2020-21 માટે સામાન્ય બજેટ (Budget 2020)રજૂ કર્યું હતું. ત્યારબાદ દેશના વડાપ્રદાન નરેન્દ્ર મોદી (PM Narendra modi) દેશની જનતાને સંબોધી હતી. તેમણે બજેટ ઉપર કહ્યું હતું કે, બજેટ ક્ષેત્રને સશક્ત કરશે. આમાં ખેડૂતો અને યુવાનો ઉપર ફોકસ કરવામાં આવ્યું છે. આ ઉપરાંત પીએમ મોદીએ નાણાંમંત્રીનો આભાર પણ માન્યો હતો. કૃષી ક્ષેત્રમાં નવા અવરસ આવશે અને રોજગારના પણ તકો ઊભી થશે. બજેટમાં 16 એક્શન પોઈન્ટ બનાવવામાં આવ્યા છે.

  તેમણે વધુમાં જણાવ્યું હતું કે, આયુષ્માન ભારત યોજના દેશના હેલ્થ સેક્ટરના નવા વિસ્તાર આપ્યો છે. આ સેક્ટરમાં હ્યુમન રીસોર્સ, ડોક્ટર, નર્સ, એટેન્ડન્ટની સાથે મેડિકલ ડિવાઈસ મેન્યુફેક્ચરિંગના સ્કોપ બન્યો છે. આને વધારવા માટે સરકાર દ્વારા નવા નિર્ણય લીધા છે.

  વડાપ્રધાને વધુમાં જણાવ્યું હતું કે, ટેક્નિકલ ટેક્સટાઈલ અંગે નવા મિશનની ઘોષણા થઈ છે. મેનમેડ ફાઈબરને ભારતમાં પ્રોડ્યૂસ કરવા માટે તેના રો મટેરિયલની ડ્યૂટી સ્ટ્રક્ચરમાં રિફોર્મ કરવામાં આવ્યું છે. આ રિફોર્મ માટે છેલ્લા ત્રણ દશકોથી માંગ રહી હતી.

  બજેટમાં કૃષી ક્ષેત્ર માટે એકીકૃત દ્રષ્ટીકોણ અપનાવ્યા છે. જેનાથી પરંપરાગત રીતોની સાથે હોર્ટિકલ્ચર, ફિશરીઝ, એનીમલ હેસ્બેડ્રીમાં વેલ્યૂ એડિશન વધશે. જેનાથી રોજગાર પણ વધશે. બ્લૂ ઈકોનોમી અંતર્ગત યુવાઓને ફિશ પ્રોસેસિંગ અને માર્કેટિંગ ક્ષેત્રમાં પણ નવા અવસર મળશે.

  આ ઉપરાંત વડાપ્રધાન મોદીએ નોકરીઓ માટે યુવાનોને આપવી પડતી અનેક પ્રકારની પરીક્ષાઓમાંથી મુક્તી આપવાની પણ જાહેરાત કરી હતી. સરકાર દ્વારાએક જ પ્રકારની પરીક્ષા લેવામાં આવશે. જેનો ઉપયોગ રેલવેમાં પણ થશે, બેન્કોમાં પણ થશે અને બીજી અલગ અલગ જગ્યાઓ ઉપર પણ પરીક્ષાનો ઉપયોગ થશે.

  પીએમ મોદીએ વધુમાં જણાવ્યું હતું કે, ખેડૂતોની આવકને બેગણી કરવાનો પ્રયત્ન કરવામાં આવ્યો છે. જેની સાથે 16 એક્શન પોઈન્ટ્સ બનાવવામાં આવ્યા છે. જે ગ્રામીણ ક્ષેત્રમાં રોજગાર વધારવાનું કામ કરશે. રોજગારના પ્રમુખ ક્ષેત્ર, એગ્રીકલ્ચર, ઈન્ફ્રાસ્ટ્રક્ચર, ટેક્સટાઈ અને ટેક્નોલોજી. એમ્પ્યોયમેન્ટ જનરેટ વધારવા માટે આ ચાર ઉપર બજેરમાં વધારે ભાર આપવામાં આવ્યો છે.
  Published by:ankit patel
  First published: