વિશ્વભરમાં દવાઓ અને રસીઓના સમાન પુરવઠા માટે WHOએ સુધાર કરવાની જરૂર : PM મોદી
વિશ્વભરમાં દવાઓ અને રસીઓના સમાન પુરવઠા માટે WHOએ સુધાર કરવાની જરૂર : PM મોદી
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી - કોરોના ગ્લોબલ સમિટ
global summit on covid : વડા પ્રધાન મોદી (PM Narendra Modi) એ વૈશ્વિક સ્વાસ્થ્ય સુરક્ષાને વધુ સુધારવા માટે WHO માં સુધારો કરવાની અપીલ કરી છે. તેમણે કહ્યું, “આપણે વધુ સારી વૈશ્વિક સપ્લાય ચેઈન બનાવવી જોઈએ અને રસી અને દવાઓની સમાન પહોંચ સુનિશ્ચિત કરવી જોઈએ. આ માટે વર્લ્ડ ટ્રેડ ઓર્ગેનાઈઝેશન (WHO)ના નિયમોને વધુ ફ્લેક્સીબલ બનાવવાની જરૂર છે.
global summit on covid : વડા પ્રધાન નરેન્દ્ર મોદી (PM Narendra Modi) એ વૈશ્વિક સ્વાસ્થ્ય સુરક્ષાના સંદર્ભમાં વિશ્વ આરોગ્ય સંસ્થા (WHO)ને સુધારવા અને તેને વધુ મજબૂત બનાવવા પર ભાર મૂક્યો હતો. પીએમ મોદીએ ગુરુવારે અમેરિકી રાષ્ટ્રપતિ જો બિડેન (america president Joe Biden) દ્વારા આયોજિત કોરોના વાયરસ (Coronavirus) પરની બીજી વૈશ્વિક વર્ચ્યુઅલ સમિટમાં આ વાત કહી. વડા પ્રધાન મોદીએ કહ્યું, "ભારતમાં, અમે રોગચાળા સામે લોક-કેન્દ્રિત વ્યૂહરચના અપનાવી છે. અત્યાર સુધીમાં દેશની 90 ટકા વસ્તીને કોવિડ-19ની રસી આપવામાં આવી છે.
પીએમ મોદીએ કહ્યું કે, કોવિડ મહામારી સતત માનવ જીવનને ખોરવી રહી છે. ભારતના રાષ્ટ્રીય રસીકરણ કાર્યક્રમની પ્રશંસા કરતા તેમણે કહ્યું, “અમારો રસીકરણ કાર્યક્રમ વિશ્વમાં સૌથી મોટો છે. અમે વિદેશી વસ્તીના લગભગ 90% અને 50 મિલિયનથી વધુ બાળકોને સંપૂર્ણ રસી આપી છે. ભારત WHO દ્વારા માન્ય ચાર રસીઓનું ઉત્પાદન કરે છે અને આ વર્ષે 5 અબજ ડોઝ બનાવવાની ક્ષમતા ધરાવે છે.
સમગ્ર વિશ્વમાં કોવિડ-19 રસી અને તેની સાથે સંકળાયેલી ક્ષમતાઓને સપ્લાય કરવાના ભારતના પ્રયાસોની પ્રશંસા કરતા મોદીએ કહ્યું, "અમે દ્વિપક્ષીય રીતે અને 'COVAX' દ્વારા 98 દેશોને 200 મિલિયનથી વધુ ડોઝ સપ્લાય કર્યા છે. ભારતે પરીક્ષણ, સારવાર અને ડેટા મેનેજમેન્ટ માટે ઓછી કિંમતની કોવિડ શમન ટેકનોલોજી વિકસાવી છે. અમે અન્ય દેશોને આ ક્ષમતાઓ ઓફર કરી છે."
વડા પ્રધાન મોદીએ વૈશ્વિક સ્વાસ્થ્ય સુરક્ષાને વધુ સુધારવા માટે WHOમાં સુધારો કરવાની અપીલ કરી છે. તેમણે કહ્યું, “આપણે વધુ સારી વૈશ્વિક સપ્લાય ચેઈન બનાવવી જોઈએ અને રસી અને દવાઓની સમાન પહોંચ સુનિશ્ચિત કરવી જોઈએ. આ માટે વર્લ્ડ ટ્રેડ ઓર્ગેનાઈઝેશનના નિયમોને વધુ ફ્લેક્સીબલ બનાવવાની જરૂર છે.
પીએમ મોદીએ એ વાતનો પણ ઉલ્લેખ કર્યો કે, ગયા મહિને ભારતમાં WHO સેન્ટર ફોર ટ્રેડિશનલ મેડિસિનનો શિલાન્યાસ કરવામાં આવ્યો હતો. તેમણે કહ્યું કે, આ કેન્દ્રની સ્થાપના "આ વર્ષો જૂના જ્ઞાનને વિશ્વને ઉપલબ્ધ કરાવવાના ઉદ્દેશ્ય સાથે કરવામાં આવી છે.
Published by:kiran mehta
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર