UNSC બેઠકમાં બોલ્યા PM મોદીઃ આતંકવાદને પ્રોત્સાહન આપવા માટે સમુદ્રી માર્ગનો દુરુપયોગ થઈ રહ્યો છે

UNSC બેઠકમાં વડાપ્રધાન મોદી

prime minister narendra modi in unsc: વડાપ્રધાન નરેન્દ્ર મોદી વીડિયો કોન્ફરન્સિંગના માધ્યમથી 'સમુદ્રી સુરક્ષાનો વિસ્તારઃ આંતરરાષ્ટ્રીય સહયોગનો મામલો' ઉપર સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદની ઉચ્ચ સ્તરીય ખુલ્લી ચર્ચાની અધ્યક્ષતા કરી રહ્યા છે.

  • Share this:
    નવી દિલ્હીઃ  વડાપ્રધાન નરેન્દ્ર મોદીની (prime minister Narendra Modi) અધ્યક્ષતામાં સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદની (UNSC) બેઠક શરુ થઈ ગઈ છે. આ બેઠકમાં અમેરિકી વિદેશી મંત્રી એન્ટની બ્લિંકેન (U.S. Secretary of State Anthony Blinken) પણ ભાગ લઈ રહ્યા છે. બ્લિંકેન આ બેઠકમાં વર્ચ્યુઅલી જોડાયા છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી વીડિયો કોન્ફરન્સિંગના (Video conferencing) માધ્યમથી 'સમુદ્રી સુરક્ષાનો વિસ્તારઃ આંતરરાષ્ટ્રીય સહયોગનો મામલો' ઉપર સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદની ઉચ્ચ સ્તરીય ખુલ્લી ચર્ચાની અધ્યક્ષતા કરી રહ્યા છે.

    બેઠકમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું હતું કે, સમુદ્ર આપણી સહિયારી વિરાસત છે. સમુદ્રી રસ્તા આંતરરાષ્ટ્રીય વેપારની લાઈફલાઈન છે. આ મહાસાગર આપણા ઘરના ભવિષ્ય માટે ખુબ જ મહત્વ રાખે છે. આપણી આ સંયુક્ત વિરાસત અનેક પ્રકારના પડકારનો સામનો કરી રહી છે. આતંકને પ્રોત્સાહન આપવા માટે સમુદ્રી માર્ગોનો દુરુપયોગ કરવામાં આવી રહ્યું છે. અમે ઇચ્છીએ છીએ કે આપણા ક્ષેત્રમાં સમુદ્રી સુરક્ષાને લઈને એક સમાવેશી ફ્રેમવર્ક તૈયાર થાય.

    આ ફ્રેમવર્ક SAGAR (Security And Growth for All in the Region) ઉપર આધારિત હોય. આ દ્રષ્ટીકોણ સુરક્ષિત અને સ્થિત સમુદ્રી માર્ગ સુનિશ્ચિત કરવા માટે પ્રતિબદ્ધ છે. આપણે સમુદ્રી વેપારની બાધાઓને સમાપ્ત કરવી પડશે. આપણી સમુદ્રિ સુચારું સમુદ્રી વ્યાપાર ઉપર નિર્ભર કરે છે. જેમાં કોઈપણ પ્રકારની બાધા આપણા ભવિષ્ય માટે પડકાર ઊભો કરી શકે છે.

    જો સમુદ્રી માર્ગોને સુચારુ રૂપથી ચલાવવા હોય તો પાંચ સિદ્ધાં ઉપર અમલ કરવો પડશેઃ પીએમ મોદી
    સમુદ્રી સુરક્ષા માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ બેઠકમાં 5 મૂલ્ય સિદ્ધાંતોનો પણ ઉલ્લેખ કર્યો છે. તેમણે કહ્યું છે કે જો સમુદ્રી માર્ગોને સુચારું ચલાવવા માટે પાંચ સિદ્ધાંતો ઉપર અમલ કરવો પડશે.
    સમુદ્રી સુરક્ષા માટે વડાપ્રધાન મોદીએ બેઠકમાં 5 મૂલ્ય સિદ્ધાંતોનો પણ ઉલ્લેખ કર્યો છે. તેમણે કહ્યું છે કે જો સમુદ્રી માર્ગોને સુચારું ચલાવવા હોય તો પાંચ સિદ્ધાંતો ઉપર અણલ કરવો પડશે.

    1- આપણા સમુદ્રી વ્યાપારમાં પેદા થનારી બાધાઓને હટાવવી પડશે જેનાથી યોગ્ય વેપારને સ્થાપિત કરી શકાશે
    2- સમુદ્રી વિવાદોને નિપટાવવા શાંતિપૂર્વક અને આંતરરાષ્ટ્રીય નિયમો પ્રમાણે કરવામાં આવી શકે છે.
    3- જવાબદારી સમુદ્રી કનેક્ટિવિટીને પ્રોત્સાહિત કરવામાં આવવી જોઈએ
    4- નોન સ્ટેટ એક્ટર્સ અને પ્રાકૃતિક આપદાઓ દ્વારા પૈદા થતી સમુદ્રી પડકારનો સામનો એક સાથે મળીને કરવો જોઈએ.
    5- આપણે સમુદ્રી પર્યાવરણ અને સંસાધનોને સંરક્ષણ કરવું પડશે.

    આ પણ વાંચોઃ-PM Kisan Samman Yojana 2021: વડાપ્રધાન મોદીએ 9.75 કરોડ ખેડૂતોના ખાતામાં 19,500 કરોડ રૂપિયા કર્યા ટ્રાન્સફર

    મહત્વપૂર્ણ સમયમાં થઈ રહી છે બેઠક
    સુરક્ષા પરિષદમાં આ ચર્ચા એવા સમયમાં થઈ રહી છે જ્યારે ભારતીય નૌસેના ઓગસ્ટની શરુઆતમાં બે મહિના કરતા વધારે સમય માટે દક્ષિણ ચીન સાગર, પશ્વિમી પ્રશાંત અને દક્ષિણ પૂર્ એશિયા જળ ક્ષેત્રમાં અગ્રિમ પંક્તિના યુદ્ધજહાજો સાથે યુક્ત એક નૌસેનિક કાર્ય સમૂહ તૈનાત કરી રહી છે. જેનો ઉદ્દેશ્ય રણનીતિક રૂપથી મહત્વપૂર્ણ સમુદ્રી માર્ગોમાં પોતાની સ્થિતિને મજબૂત કરવાનો છે.
    Published by:ankit patel
    First published: