ઝુકરબર્ગ ભારત આવ્યા, મંદિરના દર્શન કર્યા અને ફેસબુકની કિસ્મત બદલાઇ ગઇ

Haresh Suthar | News18
Updated: September 28, 2015, 10:59 AM IST
ઝુકરબર્ગ ભારત આવ્યા, મંદિરના દર્શન કર્યા અને ફેસબુકની કિસ્મત બદલાઇ ગઇ
ભારતને આસ્થા અને ભક્તિનો દેશ કહેવામાં આવે છે. મહા કુંભ હોય કે હિમાલય કેટલાય વિદેશીઓ અહીં આવે છે. પરંતુ આજની 21મી સદીમાં વિશ્વના હાઇટેક જમાનામાં ફેસબુક જેવી દિગ્ગજ કંપનીના સંસ્થાપક ઝુકરબર્ગે પણ ભારતને આસ્થાનો દેશ ગણાવ્યો છે. તેમણે કહ્યું કે, મારી કંપની ડૂબવાની તૈયારીમાં હતી, પરંતુ ભારતના એક મંદિરમાં દર્શન કરવાથી મારામાં આશા જન્મી અને ફેસબુક ફરીથી બેઠી થઇ.

  • News18
  • Last Updated: September 28, 2015, 10:59 AM IST
  • Share this:
સેન હોજે # ભારતને આસ્થા અને ભક્તિનો દેશ કહેવામાં આવે છે. મહા કુંભ હોય કે હિમાલય કેટલાય વિદેશીઓ અહીં આવે છે. પરંતુ આજની 21મી સદીમાં વિશ્વના હાઇટેક જમાનામાં ફેસબુક જેવી દિગ્ગજ કંપનીના સંસ્થાપક ઝુકરબર્ગે પણ ભારતને આસ્થાનો દેશ ગણાવ્યો છે. તેમણે કહ્યું કે, મારી કંપની ડૂબવાની તૈયારીમાં હતી, પરંતુ ભારતના એક મંદિરમાં દર્શન કરવાથી મારામાં આશા જન્મી અને ફેસબુક ફરીથી બેઠી થઇ.

ફેસબુકના સંસ્થાપક ઝુકરબર્ગે કહ્યું કે, તે ભારતને જ્ઞાનનું મંદિર માને છે. જ્યાંથી ફેસબુકને ફરીથી સંગઘિત કરવાની પ્રેરણા મળી જ્યારે 10 વર્ષ અગાઉ કંપની વિકટ પરિસ્થિતિમાંથી પસાર થઇ રહી હતી અને વેચાઇ જવાની અણીએ આવી હતી. વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે ફેસબુકની મુખ્ય ઓફિસમાં વાતચીત કરતાં ઝુકરબર્ગે કહ્યું કે, વ્યક્તિગત રીતે ભારતને લઇને હું ઘણો ઉત્સાહિત છું. તેમણે 10 વર્ષ પહેલા પોતાના એક મહિનાના પ્રવાસનો ઉલ્લેખ કરતાં કહ્યું કે ફેસબુકના ઇતિહાસમાં ભારત ઘણું મહત્વપૂર્ણ છે.

ઝુકરબર્ગે કહ્યું કે, વિકટ પરિસ્થિતિમાંથી ફેસબુક જ્યારે પસાર થઇ રહ્યું હતું ત્યારે એમના ગુરૂ અને એપલના પૂર્વ સીઇઓ સ્ટીવ જોબ્સે કહ્યું કે, હું ભારતમાં એક મંદિરની મુલાકાત લઉ. તેમણે કહ્યું એટલે હું એક મહિના માટે ભારત આવ્યો હતો. એમના કહ્યા મુજબ મેં એ મંદિરની મુલાકાત પણ કરી હતી અને આ યાત્રા બાદ મારી અંદર ફેસબુકને અરબોની કંપનીમાં બદલવાનો ભરોસો આવ્યો હતો. તેમણે કહ્યું કે વિચાર એ છે કે કંઇ પણ કરતાં પહેલા મંદિર જવું જોઇએ.

ઝુકરબર્ગે કહ્યું કે, ભારતમાં ઘણો આશાવાદ છે. તમે ભારત જાવ છો, આશા લઇને મંદિરમાં જાવ છો અને જોવો તમે ક્યાં પહોંચી જાવ છો. તમારો અનુભવ તમને આશા બતાવે છે. ભારત અંગે ઘણું વિશેષ છે. ફેસબુકના પ્રમુખે કહ્યું કે, તે આ અંગે જાણવા ઇચ્છુક હતા કે મોદીએ લોકો સાથે જોડાવા માટે કેવી રીતે સોશિયલ મીડિયાનો ઉપયોગ કર્યો. તેમણે એ પણ કહ્યું કે, ભારતમાં હજુ પણ એક અરબ લોકો ઇન્ટરનેટછી દુર છે. મોદીએ કહ્યું કે, હું આશા રાખું છું કે તમે દુનિયામાં એક અરબ લોકોનો અવાજ બનો.
First published: September 28, 2015, 10:59 AM IST
વધુ વાંચો
अगली ख़बर

टॉप स्टोरीज

corona virus btn
corona virus btn
Loading