નવી દિલ્હીઃ ચીનની સાથે સરહદ ઘર્ષણ (India China Rift) અને ચીની સેનાની સાથે મંત્રણાની વચ્ચે વડાપ્રધાન નરેન્દ્ર મોદી (PM Narendra Modi In Ladakh) શુક્રવાર સવારે લેહ લદાખ પહોંચ્યા. વડાપ્રધાને અહીં વાસ્તવિક સ્થિતિનું નિરીક્ષણ કર્યું અને નીમૂ પોસ્ટ વિશે પણ જાણકારી મેળવી. પીએમ મોદીએ આ યાત્રા દરમિયાન સૈનિકો સાથે વાતચીત પણ કરી.
વડાપ્રધાન કાર્યાલય (PMO) તરફથી જાહેર કરવામાં આવેલા નિવેદન મુજબ, હાલ પીએમ મોદી નીમૂના એક ફોરવર્ડ લોકેશન પર છે. અહીં તેઓ વહેલી સવારે જ પહોંચી ગયા હતા. આ સ્થળ 11,000 ફુટની ઊંચાઈ પર સ્થિત છે. આ વિસ્તાર સિંધ નદીના કિનારે અને જાંસ્કર રેન્જથી ઘેરાયેલું ખૂબ જ દુર્ગમ સ્થળ છે.
Prime Minister Narendra Modi makes a surprise visit to Ladakh, being briefed by senior officials at a forward position in Nimu. pic.twitter.com/8I6YiG63lF
પીએમ મોદી સવારે લદાખ પહોંચ્યા બાદ તેઓને આર્મી, એરફોર્સ અને આઈટીબીપી દ્વારા નીમૂની એક ફોરવર્ડ પોસ્ટ પર બ્રીફિંગ આપવામાં આવ્યું. સમુદ્રતટથી 11,000 ફુટની ઊંચાઈ પર સ્થિત નીમૂ જાંસ્કર રેન્જથી ઘેરાયેલું છે અને સિંધુના તટ પર છે.
પૂર્વ લદાખમાં ચીન સાથે ચાલી રહેણા તણાવની વચ્ચે વડાપ્રધાનનો આ પ્રવાસ અનેક રીતે મહત્વપૂર્ણ છે. તેઓએ જૂન મહિનાના અંતિમ રવિવારે જ પોતાના રેડિયો કાર્યક્રમ મન કી બાત માં કહ્યું હતું કે લદાખમાં થયેલા ઘર્ષણનો ચીનને યોગ્ય જવાબ આપવામાં આવેશ. તેના બે દિવસની અંદર ભારતે ચીનની 59 એપ્સ પર પ્રતિબંધ મૂકી દીધો. પ્રતિબંધિત એપ્સમાં TikTok, શૅરઇટ જેવી એપ્સનો પણ સમાવેશ થાય છે, જે ભારતમાં ખૂબ લોકપ્રિય છે. આ ઉપરાંત, પીએમ મોદીએ બુધવારે ચીની એપ વીઇબો પણ છોડી દીધી હતી.
PM Narendra Modi is accompanied by Chief of Defence Staff General Bipin Rawat and Army Chief MM Naravane in his visit to Ladakh. pic.twitter.com/jIbKBPZOO8
CDS બિપિન રાવત અને સેના પ્રમુખ પણ વડાપ્રધાનની સાથે
પીએમ મોદીની મુલાકાત દરમિયાન ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ બિપિન રાવત અને સેના પ્રમુખ જનરલ એમ.એમ. નરવણે તેમની સાથે છે. આ પ્રવાસ પર રક્ષા મંત્રી રાજનાથ સિંહ પીએમની સાથે નથી. 15 જૂને લદાખમાં થયેલા હિંસર્ષ ઘર્ષણ બાદ સુરક્ષા મામલાઓની મંત્રીમંડળીય સમિતિના એક સભ્યની આ પહેલી મુલાકાત છે જ્યાં ચીની સૈનિકોની સાથે સામ-સામેના ઘર્ષણમાં 20 સૈનિક શહીદ થયા હતા.
રક્ષા મંત્રી રાજનાથ સિંહ દ્વારા લેહની યાત્રા રદ કરવાના થોડા દિવસ બાદ પીએમ મોદી લેહની મુલાકાતે છે. સૂત્રોનું કહેવું છે કે સરકાર તેની રાહ જોઈ રહી હતી કે ચીની સેના કમાન્ડર સ્તરની ત્રીજા ચરણની મંત્રણા દરમિયાન કરવામાં આવેલા વાયદો પાળે છે કે નહીં. ત્યારબાદ જ રક્ષા મંત્રીનો પ્રવાસ યોજાશે.
Published by:Mrunal Bhojak
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર