મોદીને વોટ આપવા લાખોની નોકરી છોડી ઓસ્ટ્રેલિયાથી આવ્યો આ વ્યક્તિ

News18 Gujarati
Updated: April 15, 2019, 7:56 AM IST
મોદીને વોટ આપવા લાખોની નોકરી છોડી ઓસ્ટ્રેલિયાથી આવ્યો આ વ્યક્તિ
સુધીન્દ્ર હેબ્બાર સિડની એરપોર્ટ પર સ્ક્રિનિંગ ઓફિસર તરીકે કામ કરી રહ્યો હતો

સુધીન્દ્ર હેબ્બાર સિડની એરપોર્ટ પર સ્ક્રિનિંગ ઓફિસર તરીકે કામ કરી રહ્યો હતો

  • Share this:
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના કેટલાએ પ્રશંસક છે, પરંતુ એક પ્રશંસક એવો પણ છે, જેણે વોટ આપવા માટે ઓસ્ટ્રેલિયામાં સારી એવી નોકરી છોડી દીધી. આ વ્યક્તિ ઓસ્ટ્રેલિયામાં નોકરી કરતો હતો અને વોટિંગ કરવા જવા માટે રજા ન મળી તો તેણે નોકરી છોડી વોટ આપવાનું ઉચ્ચીત સમજ્યું. જીહાં, કર્ણાટકના રહેવાસી સુધીન્દ્ર હેબ્બાર નામના આ વ્યક્તિએ એટલા માટે નોકરી છોડી, કેમ કે, પીએમ મોદીને તે પ્રધાનમંત્રી બનાવવા માંગે છે, અને એટલા માટે નોકરી છોડી ભારત આવી ગયો.

અંગ્રેજી વેબસાઈટ ટાઈમ્સ ઓફ ઈન્ડીયા અનુસાર, સુધીન્દ્ર હેબ્બાર સિડની એરપોર્ટ પર સ્ક્રિનિંગ ઓફિસર તરીકે કામ કરી રહ્યો હતો. જોકે, જ્યારે તેને વોટિંગ આપવા માટે રજા ના મળી તો, તેણે નોકરી છોડી દીધી. ઉલ્લેખનીય છે કે, સુધીન્દ્ર પીએમ મોદીને ફરી પ્રધાનમંત્રી બનતા જોવા માંગે છે, એટલા માટે તે નોકરી છોડી ભારત આવી ગયો.

સુધીન્દ્રનું કહેવું છે કે, મને 5 એપ્રિલથી 12 એપ્રિલ સુધીની રજા મળી હતી. હું આ રજાઓ વધારી શકતો ન હતો. અગામી દિવસોમાં ઈસ્ટર અને રમજાનના કારણે એરપોર્ટ પર ભારે ભીડ થવાની હતી. સાથે હું પણ કોઈ પણ પરિસ્થિતિમાં વોટ આપવાનું ઈચ્છોતો હતો. એટલે, મે રાજીનામું આપી દીધુ, અને ભારત આવવાનો નિર્ણય લીધો.સુધીન્દ્ર એમબીએનો અભ્યાસ કરી ચુક્યો છે. તેણે જણાવ્યું કે, સીડનીમાં હું દુનિયાભરમાંથી આવેલા લોકો વચ્ચે કામ કરૂ છૂ, જેમાં યૂરોપિયન અને પાકિસ્તાની પણ સામેલ છે. મને ગર્વ થાય છે કે, તે લોકો કહે છે કે ભારતનું ભવિષ્ય ખુબ સારૂ છે. હું ભારતની બદલાઈ રહેલી ઈમેજ અને સફળતાનો શ્રેય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને આપીશ.

સાથે તેમણે કહ્યું કે, હું સીમા પર જઈ આપણા દેશની રક્ષા તો નથી કરી શકતો પરંતુ, વોટ આપી એક વોટરની ફરજ તો પુરી કરી શકુ છું. જ્યારે નોકરીને લઈ તેમમે કહ્યું કે, 'હું ઓસ્ટ્રેલિયામાં પીઆર છુ.' હું પહેલા પણ સિડનીમાં રેલવે સાથે કામ કરી ચુક્યો છુ. જેથી મને નથી લાગતુ કે, બીજી નોકરી શોધવામાં મને કોઈ મુશ્કેલી થશે.

રિપોર્ટ અનુસાર, ગત લોકસભા ચૂંટણીમાં પણ તે 17 એપ્રિલ 2014ના રોજ ભારત આવ્યા હતા, અને પોતાના મતાધિકારનો ઉપયોગ કરી પાછા સિડની જતા રહ્યા હતા. આ વખતે પણ તે 23મેના રોજ ચૂંટણીનું પરિણામ આવ્યા બાદ સિડની જશે અને કોઈ બીજી નોકરી શોધશે.
Published by: kiran mehta
First published: April 14, 2019, 7:16 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading