નવી દિલ્હી : બુધવારે તમિલનાડુના કુન્નુરમાં હેલિકોપ્ટર ક્રેશ (Coonoor Helicopter crash) થતા દેશના પ્રથમ ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ જનરલ બિપિન રાવત (CDS Bipin Rawat) અને તેમના પત્ની મધુલિકા રાવત (Madhulika Rawat)સહિત 13 લોકો શહીદ થયા હતા. શહીદ થયેલા ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ (CDS) જનરલ બિપિન રાવત તેમના પત્ની મધુલિકા સહિત 13 જવાનોના મૃતદેહ ગુરૂવારે દિલ્હીના પાલમ એરપોર્ટ પર લાવવામાં આવ્યા હતા. જ્યાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ જનરલ રાવત સહિત તમામ શહીદોને શ્રદ્ધાંજલિ આપી હતી.
PM મોદીએ શહીદોના પરિવારના સભ્યોને વારાફરતી મળ્યા હતા અને તેઓને સાંત્વના આપી હતી. આ સિવાય રક્ષા મંત્રી રાજનાથ સિંહ, રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર (NSA) અજિત ડોભાલ, સેના પ્રમુખ જનરલ એમએમ નરવણે, નૌસેના પ્રમુખ એડમિરલ આર હરિ કુમાર અને વાયુસેના પ્રમુખ એર ચીફ માર્શલ વી આર ચૌધરીએ CDS જનરલ બિપિન રાવત તેમના પત્ની મધુલિકા સહિત 13 જવાનોને શ્રદ્ધાંજલિ પાઠવી હતી.
#WATCH PM Narendra Modi leads the nation in paying tribute to CDS General Bipin Rawat, his wife Madhulika Rawat and other 11 Armed Forces personnel who lost their lives in the military chopper crash yesterday pic.twitter.com/6FvYSyJ1g6
સંસદના શિયાળુ સત્ર (Winter Session of Parliament)માં ગુરુવારે સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહે (Rajnath Singh) તમિલનાડુના કુન્નુર પાસે બનેલી હેલિકોપ્ટર દુર્ઘટના (Helicopter crash) પર નિવેદન આપ્યું હતું. લોકસભામાં દુર્ઘટના પર નિવેદન આપતા સુરક્ષા મંત્રીએ કહ્યું- જનરલ રાવત એક કાર્યક્રમને સંબોધવા માટે શેડ્યુલ વિઝિટ પર હતા.
રક્ષા મંત્રીએ કહ્યું કે, બુધવારે 12.8 વાગ્યે હેલિકોપ્ટર સાથેનો સંપર્ક તૂટી ગયો હતો. તેમણે કહ્યું કે, ‘એર માર્શલ માનવેન્દ્ર સિંહની અધ્યક્ષતામાં તપાસના આદેશ આપવામાં આવ્યા છે. ગ્રુપ કેપ્ટન વરુણ સિંહ હાલમાં લાઈફ સપોર્ટ પર છે અને તેમને બચાવવા માટે તમામ પ્રયાસો કરવામાં આવી રહ્યા છે.’ આ ઉપરાંત, તપાસ ટીમ ગઈકાલે જ વેલિંગ્ટન પહોંચી હાઈ છે અને તપાસ શરૂ કરી દીધી છે.
Published by:Ashish Goyal
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર