Home /News /national-international /Kalyan Singh Demise: વડાપ્રધાન મોદીએ કલ્યાણ સિંહના અંતિમ દર્શન કર્યા, બોલ્યા- પ્રભુ રામ તેમને પોતાના શ્રીચરણોમાં સ્થાન આપે

Kalyan Singh Demise: વડાપ્રધાન મોદીએ કલ્યાણ સિંહના અંતિમ દર્શન કર્યા, બોલ્યા- પ્રભુ રામ તેમને પોતાના શ્રીચરણોમાં સ્થાન આપે

પીએમ મોદીએ કલ્યાણ સિંહના પરિજનો સાથે મુલાકાત કરી તેમને પ્રત્યે સંવેદના પ્રગટ કરી.

PM મોદીએ કહ્યુ- કલ્યાણ સિંહે પોતાના નામને સાર્થક કર્યું અને જીવનભર લોકો માટે કામ કરતા, જનકલ્યાણને હંમેશા પ્રાથમિકતા આપી

  લખનઉ. વડાપ્રધાન નરેન્દ્ર મોદી (PM Narendra Modi)એ લખનઉ (Lucknow) પહોંચીને ઉત્તર પ્રદેશના પૂર્વ મુખ્યમંત્રી તથા રામ મંદિર આંદોલનના અગ્રીમ નેતાઓ પૈકીના એક કલ્યાણ સિંહ (Kalyan Singh)ને રવિવારે અંતિમ દર્શન કરી શ્રદ્ધાંજલિ અર્પિત કરી. વડાપ્રધાન મોદી રવિવારે લખનઉના મોલ એવન્યૂ સ્થિત કલ્યાણ સિંહના નિવાસસ્થાને પહોંચ્યા, જ્યાં તેમના પાર્થિવદેહને રાખવામાં આવ્યો છે. વડાપ્રધાને કલ્યાણ સિંહના અંતિમ દર્શન કરી તેમને શ્રદ્ધાંજલિ આપી. આ દરમિયાન તેમની સાથે બીજેપી અધ્યક્ષ જે.પી. નડ્ડા (JP Nadda), ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ (Yogi Adityanath) અને પ્રદેશ બીજેપી અધ્યક્ષ સ્વતંત્ર દેવ સિંહ પણ ઉપસ્થિત હતા.

  પીએમ મોદીએ કલ્યાણ સિંહના પરિજનો સાથે મુલાકાત કરી તેમને પ્રત્યે સંવેદના પ્રગટ કરી. વડાપ્રધાને સંવાદદાતાઓ સાથે વાત કરતાં કહ્યું કે, કલ્યાણ સિંહે પોતાના નામને સાર્થક કર્યું અને જીવનભર લોકો માટે કામ કરતા, જનકલ્યાણને હંમેશા પ્રાથમિકતા આપી. તેમણે કહ્યું કે, કલ્યાણ સિંહ જનસામાન્ય માટે પ્રેરણાના પ્રતીક બન્યા. વડાપ્રધાને લોકોને અપીલ કરી કે તેઓ કલ્યાણ સિંહના આદર્શો અને સંકલ્પોથી પ્રેરણા લઈને વધુમાં વધુ પુરૂષાર્થ કરે અને તેમના સપનાઓને પૂરા કરવાના પ્રયાસોમાં કોઈ કચાસ ન રાખે.  આ પણ વાંચો, Kabul Airport to India: અફઘાનિસ્તાનમાં ફસાયેલા ભારતીયોને Airlift કરવાની કામગીરી થઈ તેજ, કાબુલથી હિંડન પહોંચ્યા 168 લોકો

  વડાપ્રધાન મોદીએ કહ્યું કે, પ્રભુ શ્રી રામ કલ્યાણ સિંહજીને પોતાના શ્રીચરણોમાં સ્થાન આપે અને તેમના પરિવારને આ દુઃખને સહન કરવાની શક્તિ આપે. અહીંના મૂલ્યો, આદર્શો, સંસ્કૃતિઓ અને પરંપરાઓમાં વિશ્વાસ રાખનારા દરેક દુઃખી જનને પ્રભુ રામ આશ્વાસન આપે, હું એવી પ્રાર્થના કરું છું. ઉત્તર પ્રદેશના પૂર્વ મુખ્યમંત્રી અને રાજસ્થાનના પૂર્વ રાજ્યપાલ કલ્યાણ સિંહનું શનિવાર રાત્રે સવા નવ વાગ્યે લખનઉ સ્થિત SGPJI હોસ્પિટલમાં નિધન થયું હતું. તેઓ 89 વર્ષના હતા. તેઓ ઘણા લાંબા સમયથી બીમાર હતા.

  આ પણ વાંચો, India Fights Corona: 24 કલાકમાં 38,487 દર્દીઓએ કોરોનાને આપી મ્હાત, રિકવરી રેટ સુધરીને 97.60% થયો

  પૂર્વ મુખ્યમંત્રીના પાર્થિવદેહના અંતિમ દર્શન માટે લોક ભવન અને પ્રદેશ બીજેપી કાર્યાલયમાં પણ રાખવામાં આવશે. ત્યારબાદ તેમને અલીગઢ (Aligarh) લઈ જવામાં આવશે. UPના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે પણ કલ્યાણસિંહના નિધન પર શોક વ્યક્ત કરતાં રાજ્યમાં ત્રણ દિવસનો રાજકીય શોક જાહેર કર્યો છે. તેમણે 23 ઓગસ્ટે એક દિવસની જાહેર રજાની પણ ઘોષણા કરી છે. કલ્યાણ સિંહના અંતિમ સંસ્કાર (Kalyan Singh Last Rites) 23 ઓગસ્ટે નરૌરામાં ગંગા (Ganga River) કિનારે કરવામાં આવશે.
  Published by:Mrunal Bhojak
  First published:

  Tags: Kalyan Singh, Lucknow, ઉત્તર પ્રદેશ, નરેન્દ્ર મોદી, ભાજપ

  विज्ञापन
  विज्ञापन