PM મોદીને પેલેસ્ટાઇને આપ્યું સર્વોચ્ચ સન્માન

News18 Gujarati
Updated: February 10, 2018, 4:12 PM IST
PM મોદીને પેલેસ્ટાઇને આપ્યું સર્વોચ્ચ સન્માન

  • Share this:
વડાપ્રધાન નરેન્દ્ર મોદી ખાડી દેશોના પ્રવાસે છે. આજે પીએમ મોદી પેલેસ્ટાઇન પહોંચી ગયા છે. મોદી પેલેસ્ટાઇનની મુલાકાત કરનારા પહેલા ભારતીય વડાપ્રધાન છે. પોતાના પ્રવાસના પહેલા દિવસે પીએમ મોદી જોર્ડનની રાજધાની અમ્માન પહોંચ્યા હતાં.

જે પછી તે પેલેસ્ટાઇનના રામલ્લાહ પહોંચ્યા હતાં. અહીંયા પેલેસ્ટાઇનના રાષ્ટ્રપતિ મહેમૂદ અબ્બાસના પ્રોટોકોલ તોડીને તેમનું સ્વાગત કરાયું હતું.

અહીંયા પહોંચીને પીએમ મોદી દિવંગત પેલેસ્ટાઇનના નેતા યાસિર અરાફતની સમાધિ પર ગયા હતા અને તેમને શ્રદ્ધાંજલિ આપી હતી.નોંધનીય છે કે પેલેસ્ટાઇનના પ્રેજિડેન્શિયલ હેડક્વાટરની પાસે આવેલ છે જેને 'અલ-મુકાતા' કહેવામાં આવે છે.



આ દરમિયાન મોદીની સાથે રાષ્ટ્રપતિ મહેમૂદ પણ ઉપસ્થિત હતાં. આ પછી પીએમ મોદી પેલેસ્ટાઇનના રાષ્ટ્ર્પતિભવન પહોંચ્યા હતાં. જ્યાં રાષ્ટ્રપતિ મહેમૂદ અબ્બાસે તેમનું ઔપચારિક સ્વાગત કર્યું હતું. ત્યાર બાદ રાષ્ટ્રપતિ ભવનમાં તેમનું ગાર્ડ ઓફ ઓનરથી સન્માન કરવામાં આવ્યું.



પીએમ મોદી જોર્ડનના અમાનથી સૈન્ય હોલિકોપ્ટર દ્રારા રામલ્લા પહોંચ્યા હતાં. આ દરમિયાન આકાશમાં રસપ્રદ નજારો જોવા મળ્યો. જ્યાં પીએમ મોદીની સુરક્ષા માટે એક ઈમરજન્સી ચોપર તેમને એસકોર્ટ કરતું દેખાયું.



ગાર્ડ ઓફ ઓનર પછી પેલેસ્ટાઇનના વડાપ્રધાન રામી હમદલ્લાહે પીએમ મોદીની ભારતીય ડેલિગેશન સાથે મુલાકાત કરાવી હતી.

આપ્યું સર્વોચ્ચ સન્માન

પીએમ મોદીને રાષ્ટ્રપતિ મહેમૂદ અબ્બાસે ગ્રેંડ કોલર પ્રદાન કર્યું. ગ્રાંડ કોલર વિદેશી મહેમાને આપવામાં આવતુ સર્વોચ્ચ સન્માન હોય છે.



યુએઈ જશે પીએમ
યુએઈમાં વડાપ્રધાન મોદી છઠ્ઠી વર્લ્ડ ગવર્નમેન્ટ સમિટિમાં પણ ભાગ લેવાના છે. આ સમિટ દુબઈમાં યોજાવાની છે અને ભારતને અહીં ગેસ્ટ ઓફ ઓનર સ્ટેટ્સ આપવામાં આવ્યું છે. યુએઈમાં પણ ઘણાં ભારતીય મૂળના લોકો વસવાટ કરી રહ્યા છે. વડાપ્રધાન મોદી અહીં ભારતીય મૂળના લોકો સાથે મુલાકાત કરવાના છે.

અબુ ધાબીમાં મંદિરનું કરશે ઉદ્ધાટન
પેલેસ્ટાઇન બાદ પીએમ મોદી અબુ ધાબી જશે. અહીં રવિવારના રોજ ત્યાં ભારતીય સમુદાયને સંબોધિત કરશે. સાથો સાથ અબુ ધાબીમાં બનેલ પહેલાં મંદિરનું ઉદ્ધાટન કરશે.
First published: February 10, 2018, 2:41 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading