PM મોદીએ ડોકટરોને કહ્યું, ફંગલ ઈન્ફેક્શન અંગે જાગૃતિ ફેલાવવા માટે વધુ પ્રયત્નો કરવાની જરૂર

PM મોદીએ ડોકટરોને કહ્યું, ફંગલ ઈન્ફેક્શન અંગે જાગૃતિ ફેલાવવા માટે વધુ પ્રયત્નો કરવાની જરૂર

 • Share this:
  નવી દિલ્લી: પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી (PM Narendra Modi)એ સોમવારે દેશભરના ડોક્ટરો (Doctors) સાથે વાતચીત કરી હતી. વીડિયો કોન્ફરન્સ (Video Conferencing)ના માધ્યમથી થયેલી વાતચીતમાં પીએમ મોદીએ કોરોના મહામારીનો ઈલાજ કરતા ડોક્ટરોના અનુભવ જાણ્યા હતા. આ વાતચીતમાં દેશના અલગ-અઅલગ વિસ્તારોના ડોક્ટરો સામેલ થયા હતા. જેમાં નોર્થ ઈસ્ટ અને જમ્મુ કાશ્મીરના ડોક્ટરો પણ સામેલ હતા. ડોક્ટરોએ મહામારીમાં ઈલાજ દરમિયાન પડેલી મુશ્કેલીઓ અને અનુભવ અંગે પીએમ મોદીને જણાવ્યું હતું,

  પ્રધાનમંત્રી મોદીએ ડોક્ટરોને કહ્યું કે, ડોક્ટરોએ અને પ્રથમ શ્રેણીના વર્કરો સાથે કોવિડ-19ના રસીકરણની રણનીતિથી મહામારીની બીજી લહેરમાં મોટો ફાયદો થયો છે. પીએમ મોદીએ કોરોના વાયરસ રોગચાળાની બીજી લહેરના અભૂતપૂર્વ સંજોગો સામે જોરદાર લડત માટે તબીબી વર્ગનો આભાર માન્યો. ડોકટરોના જૂથ સાથે વાત કરતા વડાપ્રધાન મોદીએ કહ્યું કે, કોવિડ -19 દર્દીઓના ઘરોમાં સારવાર એસઓપી આધારિત હોવી જોઈએ. પીએમ મોદીએ કહ્યું કે, દેશના તમામ જિલ્લાઓમાં ટેલિમેડીસીન સેવાનો વિસ્તાર કરવો જરૂરી છે.  વડા પ્રધાન મોદીએ કહ્યું કે, તપાસ કરવાની હોય કે દવાઓની સપ્લાય કરવાની હોય કે નવા બાંધકામો બનાવવા હોય, તમામ કામ ઝડપથી થવું જોઈએ. પીએમ મોદીએ કહ્યું હતું કે, મ્યુકોરામાઇકોસીસ અંગે જાગૃતિ ફેલાવવા માટે ડોકટરોએ વધારાના પ્રયત્નો કરવાની જરૂર પડી શકે છે.

  વાવાઝોડાની અસર અમદાવાદમાં પણ જોવા મળી, ભારે પવન સાથે વરસાદ

  પીએમઓએ કહ્યું કે, લગભગ 90 ટકા આરોગ્ય વ્યાવસાયિકો પહેલા જ રસી લઈ ચૂક્યા છે અને મોટાભાગના ડોકટરોની સલામતી કોવિડ રસીથી સુનિશ્ચિત કરવામાં આવી છે. હાલના સમયમાં પીએમ મોદી નિષ્ણાતો સાથે કોરોના રોગચાળા વિશે વાત કરી રહ્યા છે. કેન્દ્ર સરકાર હાલમાં કોરોના વિરુદ્ધ અનેક પગલા લઈ રહી છે. તાજેતરમાં, પીએમ કેર ફંડમાંથી મોટા પાયે ઓક્સિજન ખરીદ્યું હતું. આ સિવાય 500 ઓક્સિજન પ્લાન્ટ લગાવવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો. અને પ્લાન્ટ લગાવવાના શરૂ પણ થઈ ગયા છે.

  થોડા દિવસો પહેલા વડા પ્રધાન નરેન્દ્ર મોદીના મુખ્ય વૈજ્ઞાનિક સલાહકાર કે. વિજયરાઘવાને કહ્યું હતું કે, કોરોનાની ત્રીજી લહેર પણ આવી શકે છે. તેમણે કહ્યું કે, જે રીતે વાયરસ હમણાં ફેલાયો છે તે જોતાં, એમ કહી શકાય કે ત્રીજી તરંગ ચોક્કસપણે આવશે. તે માટે, હવેની તૈયારી કરવી પડશે. વિજયરાઘવાને જણાવ્યું કે, નવી સહેર વાયરસની જેમ ચેપ લાવી રહી છે. તેમાં નવી પ્રકારની ચેપ ક્ષમતા નથી. તેમણે કહ્યું કે, નવા રૂપો સામે રસી અસરકારક છે.

  રાજ્યમાં COVIDના કેસમાં ધરખમ ઘટાડો, આજે 12,342 દર્દી સાજા થયા, રિકવરી રેટ વધ્યો

  આરોગ્ય મંત્રાલય દ્વારા કહેવામાં આવી રહ્યું છે કે, ગત દિવસોમાં દેશમાં કોરોનાના નવા કેસોથી વધુ રિકવરી જોવા મળી છે. મહારાષ્ટ્ર, મધ્યપ્રદેશ, ઉત્તર પ્રદેશ, દિલ્હી જેવા રાજ્યોમાં હવે નવા કેસ નીચે આવી રહ્યા છે. જોકે કેટલાક રાજ્યોમાં પણ આ સંખ્યા વધી છે. એઈમ્સના ડિરેક્ટર રણદીપ ગુલેરિયાએ કહ્યું છે કે, દેશમાં પશ્ચિમથી પૂર્વમાં રોગચાળાની અસર વધી રહી છે.
  Published by:kuldipsinh barot
  First published:May 17, 2021, 22:56 pm

  ટૉપ ન્યૂઝ