Home /News /national-international /Ram Mandir : PM મોદીએ હનુમાનગઢી મંદિરના કર્યા દર્શન, ચાંદીનો મુગટ પહેરાવી તેમનું સ્વાગત કરાયું

Ram Mandir : PM મોદીએ હનુમાનગઢી મંદિરના કર્યા દર્શન, ચાંદીનો મુગટ પહેરાવી તેમનું સ્વાગત કરાયું

PM મોદીએ હનુમાનગઢી મંદિરના કર્યા દર્શન

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ અહીં હનુમાનજીની ચરણોમાં શિશ નમાવ્યું

અયોધ્યા (Ayodhya)માં આજે ભવ્ય રામ મંદિરના (Ram mandir) ભૂમિ પૂજન (Bhumi Pujan) કાર્યક્રમ યોજાઇ રહ્યો છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી (PM Narendra Modi) હસ્તે બપોરે 12:44 વાગે ભૂમિ પૂજનનો આ કાર્યક્રમ થશે. ત્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદી હાલ અયોધ્યા પહોંચ્યા છે. અયોધ્યા પહોંચ્યા પછી વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સૌથી પહેલા અહીંના પ્રખ્યાત મંદિર હનુમાનગઢીમાં જઇને પ્રભુ શ્રીરામના પરમ ભક્ત તેવા હનુમાનજીના દર્શન કર્યા હતા. આ પ્રાચીન મંદિરનું અનોખું મહત્વ છે. દર્શનના વખતે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની સાથે ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ પણ હાજર હતા.

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ અહીં હનુમાનજીની ચરણોમાં શિશ નમાવ્યું હતું. ત્યારે આ પ્રસંગે મંદિરના મુખ્ય પૂજારી શ્રી પ્રેમદાસ મહારાજે વડાપ્રધાનનું સ્વાગત કર્યું હતું. અને તેમણે ભગવા રંગની ખેસ આપી હતી. સાથે જ મહારાજે નરેન્દ્ર મોદીને ચાંદીનો મુગટ પણ પહેરાવ્યો હતો.


આ મંદિરની મુલાકાત લઇને વડાપ્રધાન નરેન્દ્ર મોદી રામલલ્લા ભૂમિ પૂજન કાર્યક્રમ સ્થળે પહોંચ્યા હતા. અહીં તેમણે પહેલા પારિજાતના વૃક્ષનું વૃક્ષારોપણ કર્યું હતું. અને તે પછી રામ લલ્લાના દંડવત થઇને દર્શન કર્યા હતા. અને પૂજાવિધિ પણ કરી હતી. જે પછી શ્રી રામ મંદિર શિલાન્યાસની પૂજા વિધિ શરૂ કરવામાં આવી હતી.




ઉલ્લેખનીય છે કે રામ મંદિરના ભૂમિપૂજનના કાર્યક્રમમાં રાજ્યપાલ આનંદીબેન પટેલ, બાબા રામદેવ, ઉમા ભારતી સમેત  સ્વામી અવધેશાનંદ ગિરી, ચિદાનંદ મહારાજ જેવા મોટા સાધુ સંતોએ પણ હાજરી છે. આ કાર્યક્રમમાં કોરોના  કારણે ખાલી 175 લોકોને જ આમંત્રિત કરવામાં આવ્યા છે. સાથે જ ભૂમિ પૂજન વખતે વડાપ્રધાન નરેન્દ્ર મોદી 40 કિલોની ચાંદીની ઇંટ પણ દાનમાં આપશે.
First published:

Tags: Bhumi pujan, Ram Mandir bhumi pooja, Ram temple, અયોધ્યા, નરેન્દ્ર મોદી, રામ મંદિર

विज्ञापन