ટ્રમ્પના પ્લેનને ટક્કર આપશે PM મોદીનું નવું બોઇંગ-777, જાણો શું છે ખૂબીઓ

નવા પ્લેન આવવાની સાથે જ વડાપ્રધાન નરેન્દ્ર મોદીની સુરક્ષા જમીનની સાથે જ હવામાં પણ અભેદ થઈ જશે

નવા પ્લેન આવવાની સાથે જ વડાપ્રધાન નરેન્દ્ર મોદીની સુરક્ષા જમીનની સાથે જ હવામાં પણ અભેદ થઈ જશે

  • Share this:
    નવી દિલ્હીઃ વડાપ્રધાન નરેન્દ્ર મોદી (Prime Minister Narendra Modi)ની સુરક્ષા માટે બે વિશેષ પ્લેન (Special Aircraft) બોઇંગ-777 અમેરિકા (America)માં બનીને તૈયાર થઈ ગયા છે. આ બંને પ્લેનો સપ્ટેમ્બરના અંત સુધીમાં ભારત પહોંચવાની આશા છે. મળતી માહિતી મુજબ પહેલો બોઇંગ-777 પ્લેન (Boeing-777 Aircraft) ઓગસ્ટના અંત સુધી ભારત પહોંચી જશે જ્યારે બીજા પ્લેન સપ્ટેમ્બરના અંત સુધી ભારત આવી જશે. નવા પ્લેન આવવાની સાથે જ વડાપ્રધાન નરેન્દ્ર મોદીની સુરક્ષા જમીનની સાથે જ હવામાં પણ અભેદ થઈ જશે.

    પીએમ મોદીના આ સુપર જેટમાં અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પની જેમ સુરક્ષા ઉપાય કરવામાં આવી રહ્યા છે. આ પ્લેનને આ રીતે તૈયાર કરવામાં આવી રહી છે તેમાં કોઈ પણ પ્રકારની મિસાઇલ્ડની કોઈ અસર નહીં થાય. નોંધનીય છે કે વડાપ્રધાન નરેન્ર્્ મોદી અને રાષ્ટ્રપ્રમુખ રામનાથ કોવિંદની સુરક્ષા માટે એર ઈન્ડિયાના બે બોઇંગ 777-300 પ્લેનને ખરીદવામાં આવ્યા હતા. ભારતે તેના માટે અમેરિકાની સાથે 1300 કરોડ રૂપિયાની ડીલ કરી હતી. પ્લેનની સાથે જ બે સેલ્ફ પ્રોટેક્શન સૂટ પણ ખરીદવામાં આવ્યું છે. આ સૂટને એર ઈન્ડિયાના પ્લેનમાં લગાવવામાં આવશે. અહેવાલ છે કે બે પ્લેનમાંથી એક સંપૂણપણે તૈયાર છે અને ઓગસ્ટ સુધી પહેલું પ્લેન ભારત આવી જશે.


    આ પણ વાંચો, ગર્ભવતી હાથણીને ફટાકડા ખવડાવી મારતાં લોકોમાં રોષ, કેન્દ્રએ કેરળ સરકાર પાસે માંગ્યો રિપોર્ટ

    વડાપ્રધાન નરેન્દ્ર મોદીની સુરક્ષા માટે મંગાવવામાં આવી રહેલા નવા પ્લેનની તસવીર સોશિયલ મીડીયા પર ખૂબ શૅ ર કરવામાં આવી રહી છે. મળતી માહિતી મુજબ બોઇંગ-777 સંપૂર્ણપણે મિસાઇલ ડિફેનસ સિસ્ટમથી સજ્જ છે. તેમાં એવા ખાસ સેન્સર લગાવવામાં આવ્યા છે જે મિસાઇલ હુમલાની તાત્કાલિક સૂચના આપે છે. જો દુશ્મન દેશ પ્લેન પર મિસાઇલથી હુમલા કરે છે તો ડિફેન્સિવ ઇલેક્ટ્રોનિક વોરફેર સિસ્ટમ એક્ટિવ થઈ જાય છે. તેની સાથે જ ડિફેનસ સિસ્ટમમાં ઇન્ફ્રા રેડ સિસ્ટમ, ડિજિટલ રેડિયો ફ્રિક્વન્સી જામર વગેરે લાગેલા છે.

    એર ઇન્ડિયાના પ્લેનનું સ્થાન લેશે બોઇંગ-777

    ભારતના વડાપ્રધાન છેલ્લા 26 વર્ષોથી એર ઈન્ડિયાના પ્લેનમાં સફર કરતા રહ્યા છે. 26 વર્ષ બાદ હવે એર ઈન્ડિયા પ્લેનને બદલે બોઇંગ-777 લેવામાં આવી રહ્યા છે. નોંધનીય છે કે બે 777-300 ER પ્લેનેને ગયા વર્ષે જાન્યુઆરીમાં ભારતને સોંપવામાં આવ્યા હતા પરંતુ સુરક્ષા ઉપાય ઓછા લાગતાં બંને પ્લેનને વધુ અત્યાધુનિક સુરક્ષા કવર આપવા માટે પરત અમેરિકા મોકલવામાં આવ્યા હતા. હવે આ પ્લેનોને ઓગસ્ટ અને સપ્ટેમ્બરમાં ભારતને સોંપવાની તૈયારી કરી લેવામાં આવી છે.

    આ પણ વાંચો, ભારતમાં 1 લાખ લોકો Covid-19 સામે જીત્યા, ટોપ-100માં 60 દેશોનો રિકવરી રેટ આપણાથી સારો
    Published by:Mrunal Bhojak
    First published: