નવી દિલ્હી : થોમસ કપ જીતને (thomas cup)ઇતિહાસ રચનાર ભારતીય બેડમિન્ટન ખેલાડીઓ (indian badminton team)સાથે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ (PM narendra Modi)રવિવારે પોતાના નિવાસસ્થાન 7 લોક કલ્યાણ માર્ગ માં મુલાકાત કરી હતી. પીએમે ઉબર કપ જીતનાર ભારતીય બેડમિન્ટન ટીમ સાથે પણ મુલાકાત કરી હતી. થોમસ કપ અને ઉબર કપ જીતનાર ભારતીય બેડમિન્ટન ખેલાડીઓ સાથે વાતચીત દરમિયાન પીએમ મોદીએ કહ્યું કે હું દેશ તરફથી પૂરી ટીમને અભિનંદન પાઠવું છું. આ કોઇ નાની સિદ્ધિ નથી. કોઇપણ ટૂર્નામેન્ટમાં કોઇપણ નિર્ણાયક મેચ શ્વાસ ખેંચી નાખે તેવી હોય છે. આ વિશે ખેલાડીઓએ કહ્યું કે મેચ પહેલી હોય કે અંતિમ અમે હંમેશા દેશની જીત જોઈ છે.
આ પહેલા પીએમ મોદીએ ટ્વિટ કરીને આ મુલાકાત વિશે જાણકારી આપી હતી. તેમણે ટ્વિટર પર એક વીડિયો શેર કરતા લખ્યું કે આપણા બેડમિન્ટન ચેમ્પિયનો સાથે વાતચીત કરી જેમણે થોમસ કપ અને ઉબર કપના પોતાના અનુભવ શેર કર્યા. ખેલાડીઓએ પોતાની રમતના વિભિન્ન પહેલુઓ, બેડમિન્ટનથી અલગ જીવન અને ઘણા વિષય પર વાત કરી. ભારતને તેમની ઉપલબ્ધિઓ પર ગર્વ છે.
પીએમ મોદીએ કહ્યું કે એક સમય હતો જ્યારે આપણી ટીમ થોમસ કપ જીતવાના લિસ્ટમાં ઘણી પાછળ જોવા મળતી હતી. ભારતીયોએ ક્યારેય આ ટાઇટલનું નામ પણ સાંભળ્યું નહીં હોય પણ આજે તમે તેને દેશમાં લોકપ્રિય કરી દીધું છે. ભારતીય ટીમે કરી બતાવ્યું છે કે જો મહેનત કરવામાં આવે તો બધું જ મેળવી શકાય છે. મુલાકાત દરમિયાન પીએમ મોદીએ કિદામ્બી શ્રીકાંત, સાત્વિકસાઇરાજ રંકીરેડ્ડી, ચિરાગ શેટ્ટી, લક્ષ્ય સેન અને એચએસ પ્રણોય સાથે વાત કરી હતી. પીએમે તેમનો આત્મવિશ્વાસ વધાર્યો હતો અને ઉજ્જવળ ભવિષ્ય માટે શુભકામના પાઠવી હતી.
Interacted with our badminton champions, who shared their experiences from the Thomas Cup and Uber Cup. The players talked about different aspects of their game, life beyond badminton and more. India is proud of their accomplishments. https://t.co/sz1FrRTub8
પીએમ મોદીએ કહ્યું કે આજે લક્ષ્ય સેને પોતાનો વાયદો પુરો કર્યો છે. તેણે ફોન પર કહ્યું હતું કે મીઠાઇ ખવડાવીશ. આજે તે મારા માટે મીઠાઇ લઇને આવ્યો છે. લક્ષ્ય સેને કહ્યું હતું કે પીએમે અલ્મોડાની મીઠાઇ માંગી હતી. હું તેમના માટે મીઠાઇ લઇને ગયો હતો. આ દિલને છૂ લે તેવી ઘટના છે કે તેમને ખેલાડીઓની નાના-નાની વાતો યાદ રહે છે.
ભારતે પ્રથમ વખત થોમસ કપ જીત્યો
ભારતે થોડા દિવસો પહેલા 14 વખતના ચેમ્પિયન ઇન્ડોનેશિયાને હરાવી પ્રથમ વખત થોમસ કપ જીત્યો હતો. ભારતીય ટીમ પ્રથમ વખત આ ટૂર્નામેન્ટની ફાઇનલમાં પહોંચી હતી.
Published by:Ashish Goyal
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર