જમ્મુ કાશ્મીરના નેતાઓ સાથે પીએમ મોદીની બેઠકમાં શું-શું થઇ વાત, જાણો

જમ્મુ કાશ્મીરના નેતાઓ સાથે પીએમ મોદીની બેઠકમાં શું-શું થઇ વાત, જાણો
જમ્મુ કાશ્મીરના નેતાઓ સાથે પીએમ મોદીની બેઠકમાં શું-શું થઇ વાત, જાણો

કાશ્મીર પર પીએમ મોદીનું ‘મહામંથન’, ફારુક-મહેબુબા સહિત 14 નેતા રહ્યા ઉપસ્થિત, આર્ટિકલ 370 હટાવ્યાના લગભગ બે વર્ષ પછી કેન્દ્ર સરકાર તરફથી રાજ્યના નેતાઓ સાથે વાતચીત કરવામાં આવી

 • Share this:
  નવી દિલ્હી : પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની આગેવાનીમાં જમ્મુ કાશ્મીરને લઇને બેઠક થઇ હતી. આર્ટિકલ 370 હટાવ્યાના લગભગ બે વર્ષ પછી કેન્દ્ર સરકાર તરફથી રાજ્યના નેતાઓ સાથે વાતચીત કરવામાં આવી  છે. આ મિટિંગમાં કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ, એનએસએ અજીત ડોભાલ, કેન્દ્રીય મંત્રી જિતેન્દ્ર સિંહ, જમ્મુ કાશ્મીરના ઉપરાજ્યપાલ મનોજ સિન્હા સિવાય કેન્દ્રના ઘણા અધિકારીઓ પણ ઉપસ્થિત રહ્યા હતા.

  પીએમ મોદી સાથે બેઠક પછી કોંગ્રેસ નેતા ગુલાબ નબી આઝાદે કહ્યું કે રાજ્યને પૂર્ણ રાજ્યનો દરજ્જો જલ્દી પાછો મળે. વિધાનસભાની ચૂંટણી તરત કરાવવામાં આવે. રોજગારને લઇને ડોમિસાઇલના દશકોથી ચાલી આવી રહેલા નિયમ બન્યા રહે. કાશ્મીરી પંડિતોની વાપસી અને પુનર્વાસની વ્યવસ્થા થાય. તેમણે કહ્યું કે રાજ્યના ભાગલા થવા ન જોઈએ.  જમ્મુ કાશ્મીરના બીજેપીના અધ્યક્ષ રવીન્દ્ર રૈનાએ કહ્યું કે ઘણી શાનદાર બેઠક થઇ. કાશ્મીરના બધા વરિષ્ઠ નેતાઓએ આ બેઠકમાં ભાગ લીધો. બેઠકમાં પીએમે કાશ્મીરના ઉજ્જવળ ભવિષ્યના પૂર્ણ સહયોગની વાત કરી. પીએમે કહ્યું કે કાશ્મીરના બધા લોકો મારા દિલમાં વસે છે. કાશ્મીરના વિકાસ અને ભલાઇ માટે કામ કરીશું.

  આ પણ વાંચો - તમારા આધારકાર્ડથી કેટલાં લોકોએ લઈ રાખ્યું છે સિમ? આ સરળ પદ્ધતિથી જાણો

  સરકાર તરફથી બેઠકમાં કોણ-કોણ છે સામેલ?

  આ બેઠકમાં સરકાર તરફથી પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી, ગૃહમંત્રી અમિત શાહ, જમ્મુ કાશ્મીરના એલજી મનોજ સિન્હા, એનએસએ અજિત ડોભાલ, પીએમના પ્રિંસિપલ સેક્રેટરી પીકે મિશ્રા, ગૃહસચિવ અજય ભલ્લા અને અન્ય ઉચ્ચ અધિકારી સામેલ છે.

  પીએમ મોદી સાથેની બેઠક પહેલા જમ્મુ કાશ્મીરના પૂર્વ મુખ્યમંત્રી ઉમર અબ્દુલાએ કહ્યું કે ખુલ્લા મગજથી ચર્ચામાં જઈ રહ્યા છીએ. કોઇ એજન્ડા સાથે ચર્ચામાં જઈ રહ્યા નથી. મને લાગે છે કે જમ્મુ કાશ્મીરમાં ચૂંટણી થવી જોઈએ.
  Published by:Ashish Goyal
  First published:June 24, 2021, 16:52 IST

  ટૉપ ન્યૂઝ